હાલમાં જ ભારત સરકારે ઈ-સિગરેટ પર સંપૂર્ણ રીતે નિષેધ લગાવી દીધો છે અને કેન્દ્રના આ નિર્ણયને ઘણા લોકોએ તંબાકુ પ્રોડક્ટસને વધારો અપાવનારો જણાવ્યો છે. હવે સોશિયલ મીડિયા પર એક એવી કહાની સામે આવી છે કે જે કોઈ પણને હચમચાવી નાખે. આ કહાની ઈ-સિગરેટને લઈને લગભગ બધા જ લોકોના ભ્રમ તોડી નાખશે અને તેના પર વિચાર કરવા મજબુર કરી દેશે.
સીમાહ હરમન નામની એક ઇન્સ્ટાગ્રામ યુઝરે હાલમાં જ પોતાની દર્દનાક કહાની સોશિયલ મીડિયા પર બધા સાથે શેર કરી હતી. 18 વર્ષીય સીમાહ હરમનને પોતાની કહાની જણાવતા કહ્યું હતું કે “લગભગ 2 વર્ષ પહેલા મને ભયંકર મીચલીની સમસ્યા થઇ હતી. જેના કારણે મારું જમવાનું, સુવું તેમજ નોર્મલ જીવન પણ મુશ્કેલ થઇ ગયું હતું.” સીમાહે આગળ જણાવ્યું હતું કે, “2 અઠવાડિયા પહેલા મને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી. માત્ર 48 કલાકમાં મારા ફેફસા ફેલ થઇ ગયા, જેના કારણે મને વેન્ટીલેટર પર રાખવામાં આવી. આ સમસ્યા એક સામાન્ય ઉલટીથી શરૂ થઇ અને આજે હું જિંદગી અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહી છું.”
સીમાહે જણાવ્યું કે, “Vapping અને ઈ-સિગરેટને ધુમ્રપાનની જગ્યાએ એક સ્વસ્થ વિકલ્પ માનવામાં આવે છે. પરંતુ હકીકતમાં તેવું નથી. આ પ્રચાર ખોટો છે. તે નિકોટીન હોય કે પછી વીડ વેપીંગ, બંને ખુબ જ ઘાતક હોય છે. હું ભાગ્યશાળી છું, ડોક્ટરોએ તો મારા જીવતા રહેવાની આશા છોડી દીધી હતી. પરંતુ મિત્રો અને પરિવારની પ્રાર્થનાઓના અસરથી હું એક અઠવાડિયું વેન્ટીલેટર પર રહ્યા પછી પણ જીવિત બચી ગઈ.”
સીમાએ આગળ કહ્યું કે, “કોઈને ખબર ન હતી કે તેની સાથે કોઈ સમસ્યા થશે. તેથી મેં પણ એવું વિચાર્યું અને વેપીંગ કરતી રહી. આ વસ્તુએ મને માત્ર 48 કલાકમાં જ ડ્રગ પ્રેરિત કોમામાં પહોંચાડી દીધી. તે દરમિયાન મારા ગાળામાં ટ્યુબ નાખવામાં આવી કારણ કે હું પોતે શ્વાસ લેવા માટે પણ સક્ષમ ન હતી. વેપીંગ ખુબ જ ખતરનાક હોય છે, ક્યારેય પણ ન કરવું જોઈએ.”સીમાહે પોસ્ટમાં આગળ લખ્યું હતું કે, “આ છોડવું સરળ નથી. નિકોટીન એક ખુબ લત લગાવનાર કેમિકલ છે. તેનું સેવન જેટલું કરવામાં આવે એટલી જ વધારે મુશ્કેલીમાં મુકાઈ જઈએ. કૃપા કરીને તમારા પરિવાર અને મિત્રોને વેપીંગના જોખમ વિશે જણાવો. કારણ કે આ જોખમ કોઈ વ્યક્તિ ત્યાં સુધી મહેસુસ નથી કરી શકતી જ્યાં સુધી તે આટલી ગંભીર સ્થિતિમાં ન પહોંચી જાય.”
સીમાહે પોતાની પોસ્ટ પૂરી કરતા જણાવ્યું હતું કે, “શરૂઆતમાં તે સાધારણ ન્યુમોનિયા જેવું લાગે છે અને જ્યાં સુધી સાચું કારણ ખબર પડે છે ત્યાં સુધી તો મોડું થઇ જાય છે.તેથી બને તેટલી વહેલી તકે તેનાથી છુટકારો મેળવી લેવો જોઈએ.”
આ પોસ્ટ સોશિયલ મીડિયા પર આવ્યા બાદ માત્ર 3 જ દિવસમાં 1200 કોમેન્ટ્સ અને 25000 થી પાન વધારે લાઈક્સ મળી ગઈ છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google