અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁 પાંચ એવી પ્રાકૃતિક, સુંદર અને રહસ્યમય ઘટના જેના વિશે દરેક લોકોએ જાણવું જોઈએ.. 💁
🌈આપણી દુનિયાને ઓળખવી અને સમજવી ખુબ મુશ્કેલ છે. આપણી દુનિયામાં અમુક પ્રાકૃતિક ઘટનાઓ એવી પણ છે કે જે ખુબ જ સુંદર અને રહસ્યમય પણ હોય છે. આજે અમે આ લેખ દ્વારા તેવી જ પ્રાકૃતિક રીતે અદ્દભુત ઘટના વિશે જણાવવા જઇ રહ્યા છીએ જેના લીધે આપણી દુનિયામાં અમુક સુંદર અને વિસ્મય ઘટનાઓના નઝારા જોવા મળ્યા છે.Image Source :
🌈 સૌથી પહેલી ઘટના છે લીક્વીડ રેઈનબો. કોલંબિયામાં આવેલ મેક્રેના પર્વતમાળા પાસે એક એક એવી નદી વહે છે જેને લોકો લીક્વીડ રેઈનબોના નામથી ઓળખે છે. ક્રેનો ક્રીસ્લેસ નામની આ નદી જુલાઈથી નવેમ્બરની વચ્ચે પોતાનું જાદુ દેખાડે છે. કારણ કે તમને જાણીને નવાઈ લાગશે કે આ સમય દરમિયાન આ નદી લાલ, બ્લુ, લીલા અને પીળા કલરમાં વહે છે. છેને આશ્ચર્યની વાત.
🌈 હકીકતમાં આ નદીમાં લાલ રંગ ત્યાં આવેલ મક્રેનીયા નામક છોડમાંથી મળે છે અને લીલો રંગ ત્યાંના પથ્થરોમાંથી મળે છે, બ્લુ રંગ એલજીથી, અને પીળો રંગ પાણીની નીચે રહેલ માટીના કારણે છે. જ્યારે ક્રિસ્ટલ ક્લીયર પાણી ઉપરથી આવે છે તો નદીનું પાણી રંગીન થઇ જાય છે. આ દ્રશ્ય જોતા તમને એવું લાગે કે જાણે આ નદી તો સ્વર્ગમાં વહેતી નદી હશે.Image Source :
🌈 બીજું છે લેક નેટ્રોલ. તમે બધાએ ઘણા બધા તળાવો તો જોયા જ હશે. પરંતુ આજે અમે એક એવા તળાવની વાત કરવા જઇ રહ્યા છીએ કે તે તળાવમાં જનાર દરેક પક્ષી પથ્થર બની જાય છે. ક્ન્જાનીયામાં એક એવું તળાવ છે કે ત્યાં જનાર જીવ જંતુ કોઈ સ્ટેચ્યુમાં પરિવર્તિત થઇ જાય છે. માટે તેનું નામ લેક નેટ્રોલ છે.
🌈 અહીં એવા પક્ષી છે કે જેણે અહીં પગ મૂક્યો અને પથ્થરની મૂર્તિમાં પરાવર્તિત થયેલા છે અને આવું એટલા માટે થાય છે કે આ તળાવમાં ph સ્તર ખુબ જ વધારે હોય છે તેથી કોઈ જાનવર અહીં આવતા જ તેની આંખ અને ત્વચા ખુબ ઝડપથી સળગવાનું શરૂ થઇ જાય છે. ત્યારબાદ જોત જોતામાં તે પથ્થરની મૂર્તિમાં પરાવર્તિત થઇ જાય છે. આ ઉપરાંત આ તળાવમાં એવા પણ તત્વો જોવા મળ્યા છે કે જે જ્વાળામુખીની રાખમાં પણ જોવા મળે છે જેનો ઉપયોગ મમી સાચવવા માટે થાય છે.Image Source :
🌈 ત્રીજી ઘટના છે મોક સન અથવા તો સનડોગ. શું મિત્રો તમે ક્યારેય આકાશમાં ત્રણ સૂર્ય જોયા છે. મિત્રો આ ઘટનામાં સૂર્યની ચારે બાજુ આવેલ એક રીંગના કિનારા પર પ્રકાશના બે ગોળા દેખાય છે. આ ઘટના વધારે ઠંડીમાં જ્યારે સૂરજ ક્ષિતીજ પાસે હોય છે ત્યારે દેખાય છે. આ ઘટનામાં સૂર્યનો પ્રકાશ વાતાવરણમાં રહેલ ખુબ જ પાતળા બરફના કણોમાંથી પસાર થાય છે. જેથી આ જાદુ સર્જાય છે.
🌈 ચોથી ઘટના છે બ્લુ લાવા. તમે બધા જ્વાળામુખી અને તેનાથી થતા વિનાશથી માહિતગાર જ હશો. ખરેખર જ્વાળામુખી ફાટતી જોવી તે ખુબ જ ભયંકર અને ભયજનક બાબત છે. પરંતુ ઇન્ડોનેશીયામાં એક એવી જ્વાળામુખી છે કે જેના વિશે જાણ્યા બાદ તમને તે જ્વાળા મુખીને જોવાની ઈચ્છા થશે. આ જ્વાળામુખીમાં આકર્ષણનું કેન્દ્ર છે તેના લાવાનો રંગ. કારણ કે સામાન્ય રીતે લાવા લાલ કે કેસરી રંગ જેવો હોય છે. પરંતુ અહીં બ્લુ રંગનો લાવા જોવા મળે છે. આવું થવાનું કારણ છે તે જ્વાળામુખીની સપાટી પર ફેલાયેળ સલ્ફરનું વધારે પ્રમાણ. જ્યારે લાવાની આગથી સલ્ફર સળગે છે ત્યારે તે બ્લુ કલરની થઇ જાય છે.Image Source :
🌈 પાંચમી અદ્દભુત ઘટના છે રીડ ફ્લુઅટ કેવ એટલે કે એક અનોખી ગુફા. મિત્રો આ ગુફાની સુંદરતાનું જેટલું વર્ણન કરીએ તેટલું ઓછું છે. માટે જ તે ૧૨૦૦ વર્ષથી લોકોના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. ચીનના કોન્ગ્સીમાં આવેલ આ ગુફા પ્રાકૃતિક રીતે બનેલી છે. જેને place of natural art પણ કહેવાય છે. આમ તો આ ગુફા ચૂનાની બનેલી છે પરંતુ તેમાં રંગો ભરીને કુદરતે આ ગુફાને ખુબ જ સુંદર અને રંગીન બનાવી દીધી છે. આ ગુફા રંગીન કંઈ રીતે બની તેની હજુ સુધી કોઈને ખબર પડી નથી. આ પણ એક રહસ્ય છે.Image Source :
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી