અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁 ભારતની સૌથી પાંચ મોટી ચોર બજાર…. જ્યાં ગાડી પાર્ક કરો તો પણ ચોરાય જાય… 💁
આજે અમે દેશની પાંચ એવી બજાર વિશે જણાવશું જ્યાં બધો જ ચોરીનો સામાન મળે છે. ત્યાં ચોરીના બુટ, મોબાઈલ, ગેજેટ્સ, ઓટોપાર્ટસથી લઈને કાર પણ વહેંચવામાં આવે છે. આ બધી ચોર બજારમાં ચોરીની ગાડીને મોડીફાઈ કરીને વહેંચવામાં આવે છે. ત્યાં પોતાની બાઈક અથવા ગાડી ઉભી રાખવી તે ખતરાથી ખાલી નથી. ભૂલથી પણ તમે તમારી ગાડી ત્યાં પાર્ક કરી દેશો તો એવું પણ બને કે તેના સ્પેરપાર્ટસ ચોર બજારની દુકાનો પર જોવા મળે. તો ચાલો જાણીએ દેશના એવા બજારો વિશે. જે આખી દુનિયામાં વખણાય છે.Image Source :
1 પુદ્દુંપેતાઈ, ચેન્નઈ. સેન્ટ્રલ ચેન્નઈમાં સ્થિત ઓટોનગરમાં જૂની અને ચોરી થયેલી કારને મોડીફાઈ કરવામાં આવે છે. ત્યાં હજારોની સંખ્યામાં દુકાનો છે. આ દુકાનોમાં ગાડીના ઓરીજનલ પાર્ટ્સ અને કારને બદલવા માટે આખા વિશ્વમાં ફેમસ છે. આ બજાર ચોરીની ગાડીને બદલવા માટે ઇન્ટરનેશનલ એક્સપર્ટ છે. ત્યાં ગાડીઓના બધા જ સ્પેરપાર્ટસ લઈને કાર મોડીફાઈનો સમાન અને સર્વિસ પણ મળે છે. આ ચોર બજારમાં ગાડી બદલવાનો સૌથી સસ્તો રસ્તો છે. આ માર્કેટમાં ઘણી વાર પોલીસની રેડ પડી છે. તો પણ ત્યાં આ કામ બંધ ન થયું. આ બજાર સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલી રહે છે. ત્યાં ક્યારેય પણ ભૂલથી કાર અથવા બાઈકને પાર્ક ન કરવી. નહીતો તેના પાર્ટ તમને માર્કેટમાં કોઈ દુકાનમાં લટકતા જોવા મળશે.Image Source :
2 ચિકપેટે, બેંગલોર. દિલ્લી અને મુંબઈની ચોર બજારના મુકાબલે બેંગલોર થોડું ઓછું ફેમસ છે. આ માર્કેટ બેંગલોરમાં ચિકપેટે નામની જગ્યા પર રવિવારના દિવસે ભરાય છે. ત્યાં સેકેંડહેન્ડ ગુડ્સ અને મોબાઈલ ફોન, કેમેરા, ઈલેક્ટ્રોનિક આઈટમ અને સસ્તા જીમના સાધનો મળે છે. અને તે પણ ખુબ જ સારી કંડીશનમાં મળી રહે છે. આ માર્કેટ પણ લોકલ માર્કેટ જેવું જ છે. આ માર્કેટ કોઈ ગામના માર્કેટની જેમ રવિવારના દિવસે ખુલે છે.Image Source :
3 મુંબઈ ચોર બજાર. મુંબઈની ચોંર બજાર દક્ષિણ મુંબઈના મટન સ્ટ્રીટ, મહોમ્મદ અલી રોડની પાસે આવી છે. આ માર્કેટ લગભગ 150 વર્ષ જૂની છે. આ બજાર પહેલા શોર બજારના નામથી ઓળખાતી હતી. કેમ કે ત્યાંના દુકાનદારો તેજ અવાજ એટલે કે જોરજોરથી બુમો પાડીને સામાન વહેંચતા હતા. એટલે તે બજારમાં ખુબ જ અવાજ રહેતો હતો. અંગ્રેજ લોકો દ્વારા શોર શબ્દને બદલે ચોર શબ્દ બોલતા હતા એટલા માટે તેનું નામ ચોર બજાર પડી ગયું. ત્યાંના કબાબ ખુબ જ ફેમસ છે. ત્યાં ખીસ્સા કાતરુથી ખુબ જ સાવધાન રહેવું જોઈએ. આ માર્કેટ રોજ સવારે 11 વાગ્યાથી સાંજે સાડા 7 વાગ્યા સુધી ખુલી રહે છે. તે બજાર વિશે કહેવાય છે કે મુંબઈ યાત્રા દરમિયાન ક્વીન વિક્ટોરિયાનો સમાન શીપમાં લોડ કરતા સમયે ચોરી થઇ ગયો હતો અને તે જ સામાન મુંબઈના ચોર બજારમાં મળ્યો.Image Source :
4 દિલ્લીચોર બજાર. આ દેશની સૌથી જૂની ચોર બજાર છે. પહેલા આ માર્કેટ રવિવારના દિવસે લાલ કિલ્લાની પાછળ લાગતી હતી. હવે તે દરિયાગંજ અને જામા મસ્જિદની બહાર લાગે છે. આ બજાર દિલ્લીથી અલગ છે. તેને કબાડી બજાર પણ કહેવામાં આવે છે. ત્યાં હાર્ડવેરથી લઈને કિચન વેર સુધીનો સમાન મળી જાય છે. આ માર્કેટ જામા મસ્જિદની બહાર રવિવારના દિવસે લાગે છે. ત્યાં પ્રોડક્ટ ખરીદતા સમયે પ્રોડક્ટ પર વાંચવું ખુબ જ આવશ્યક છે.Image Source :
5 સોતીગંજ, મેરઠ, યુપી. યુપીના મેરઠમાં સોતીગંજ માર્કેટ તો આખા વિશ્વમાં ખુબ જ ફેમસ છે. આ માર્કેટને ચોરીની ગાડી અને સ્પેરપાર્ટસનો ગઢ માનવામાં આવે છે. અહિયાં બધી ગાડીઓના ઓટોપાર્ટ્સ મળી રહે છે. તે બજારમાં ચોરી થયેલી, ખરાબ થયેલી, અને એકસીડન્ટમાં ખરાબ થયેલી ગાડીઓ આવે છે. મેરઠની સોતીગંજ માર્કેટ એશિયાની સૌથી મોટી સ્ક્રેપ માર્કેટ પણ છે. આ માર્કેટ મેરઠમાં સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી રહે છે. ત્યાં સામાન ખરીદવા માટે સાચો ડીલર મળવો ખુબ જ જરૂરી છે. સોતી ગંજમાં ૧૯૮૯ની એમ્બેસેડરનું બ્રેક પીસ્ટન અને ૧૯૬૦ની બનેલી મહિન્દ્રા જીપ કલાસિકનું ગીયર બોક્સ અને વર્લ્ડ વોર સેકંડના બ્રીલીજ જીપના ટાયર પણ મળી રહે છે.
આ બધી જ બજારોમાં 15 હજારથી લઈને 50 લાખ સુધીની ગાડીઓ મળે છે. હવે તમે અમને જણાવો કે આ બધી જ ચોર બજારમાંથી કંઈ બજારમાં તમે ગયા છો.Image Source :
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી