મિત્રો તમે કદાચ મુકેશ અંબાણી તેમજ તેના પરિવાર અંગે અવારનવાર મીડિયા પર સાંભળતાં હશો. એક સફળ બીઝનેસમેન તરીકે મુકેશ અંબાણી ને આપણે ઓળખીએ છીએ. પણ ભવિષ્યમાં તેમનો પરિવાર કઈ રીતે પોતાનો બીઝનેસ સંભાળશે તેના વિશે આપણે જાણવા માટે ઉત્સુક હોઈએ છીએ. આજે અમે તમને આ લેખમાં મુકેશ અંબાણી એ કઈ રીતે પોતાના બીઝનેસમાં ભાગ પાડ્યા છે તેના વિશે જણાવીશું.
રીલાયન્સ ઇંડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી બે દશકા સુધી જવાબદારી સંભાળ્યા પછી હવે નવી પેઢીને લીડરશિપ સોંપવા લાગ્યા છે. તેમણે સોમવારના રોજ, કંપનીની 45ની વાર્ષિક સામાન્ય બેઠકને સંબોધિત કરતાં ત્રણેય બાળકોને જવાબદારી સોંપવાનો સાફ ઈશારો કરી દીધો છે. મોટા દીકરા આકાશને પહેલીથી જ રીલાયન્સ જીઓની જવાબદારી આપી દીધી છે અને દીકરી ઈશા રીલાયન્સ રિટેલનો કારોબાર સંભાળી રહી છે. સંબોધનમાં મુકેશ અંબાણીએ જણાવ્યુ કે, નાના દીકરા અનંત અંબાણી રીલાયન્સના ન્યુ એનર્જી કારોબાર પર ધ્યાન આપી રહ્યા છે. નાના દીકરા અનંતને આ જવાબદારી:- તેનાથી એ સાફ થઈ ગયું છે કે, રીલાયન્સ સમૂહનો કારોબાર ડીઝિટલ, રિટેલ અને એનર્જી કેટેગરીના હિસાબથી સેપરેટ થશે. મુકેશ અંબાણીએ એજીએમમાં સંબોધન સમયે નવી પેઢીના ખૂબ વખાણ પણ કર્યા. તેમણે કહ્યું કે, નવી પેઢી વિશ્વાસ સાથે કંપનીની કમાન પોતાના હાથમાં લઈ રહી છે.
તેમણે કહ્યું કે, આકાશ અને ઇશાને ક્રમશ:- જીઓ અને રિટેલ બિઝનેસમાં લીડરશિપ રોલ મળી ચૂક્યો છે. બંને શરૂઆતથી જ અમારા કન્ઝ્યૂમર બિઝનેસમાં ઉત્સાહ સાથે જોડાયેલા છે. અનંતે પણ ઘણા ઉત્સાહ સાથે ન્યુ એનર્જી બિઝનેસને જોઇન કર્યો છે. ત્યાં સુધી કે તે મોટા ભાગનો સમય જામનગરમાં જ પસાર કરી રહ્યા છે. ત્રણેયે મારા પિતાના વિચારને આત્મસાત કરી લીધો છે.
2014થી બોર્ડમાં છે આકાશ અને ઈશા:- તમને જણાવી દઈએ કે આકાશ અંબાણીને જૂનમાં જીઓ પ્લેટફોર્મ લિમિટેડની સબ્સિડરી રીલાયન્સ જીઓ ઇંફોકોમ લિમિટેડના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. કાલે એજીએમમાં મુકેશ અંબાણીએ ઈશા અને અનંતની ભૂમિકાઓને લઈને સાફ ઈશારો તો કર્યો છે, પરંતુ તેમને શું રોલ મળ્યા તેના વિષે વધારે કઈ કહેવામા આવ્યું નથી. જોકે આકાશ અને ઈશા બંને ઓક્ટોબર 2014થી રીલાયન્સ રિટેલ વેંચર્સ લિમિટેડ અને જીઓ પ્લેટફોર્મ લિમિટેડના બોર્ડનો ભાગ છે.ત્રણેય બાળકો અપાવે છે પિતાની યાદ:- મુકેશ અંબાણી, હાલની લીડરશિપ ટિમ નવી પેઢીના લીડર્સને વધુ જવાબદારીઓ સોંપી રહ્યા છે. તેમણે કહ્યું, રીલાયન્સ ભારત અને આખી દુનિયાથી અવ્વલ પ્રતિભાઓને પોતાની સાથે જોડવા પર ફોકસ કરી રહી છે. રીલાયન્સમાં તેમને કામ કરવાની શાનદાર તક મળશે. અત્યારે રીલાયન્સ ઈન્ડસ્ટ્રી સાથે 60 દેશોના લોકો કામ કરી રહ્યા છે. તેમણે એ પણ કહ્યું કે એમની નવી પેઢી પિતા ધીરુભાઈ અંબાણીની યાદ અપાવે છે.
આકાશે કર્યા આ મોટા એલાન:- એજીએમમાં મહત્વના એલાનની જવાબદારી પણ આકાશ અને ઈશાને સોંપવામાં આવી. આકાશે રીલાયન્સ જીઓ અને 5જીની યોજનાઓની જાણકારી આપી. તેમણે જીઓ એયર ફાઈબર, કોઈ પણ તાર વગર જીઓની 5જી અલ્ટ્રા હાઇ ફાઈબર લાઇક સ્પીડ સર્વિસ વગેરે જાણકારીઓ આપી. તેમણે કહ્યું કે હાલમાં 80 કરોડ કનેક્ટેડ ઇન્ટરનેટ ડિવાઇસીઝ છે. 5જી આવવાથી વર્ષમાં તેમની સંખ્યા વધીને 1.5અરબની પાર થઇ જશે. રિટેલ બિઝનેસ પર રહ્યું ઇશાનું ફોકસ:- ઈશા અંબાણીએ આ દરમિયાન રીલાયન્સ રિટેલના બિઝનેસની વાત કરી. તેમણે જણાવ્યુ કે તેને 2 લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર હાસિલ કરી લીધું છે. તેમણે જણાવ્યુ કે રીલાયન્સ રિટેલ એશિયાની 10 સૌથી મોટી રિટેલર્સ માંથી એક છે. અત્યાર સુધી કંપની 2 કરોડથી વધારે રજિસ્ટર્ડ ગ્રાહકોને સર્વિસ પ્રોવાઈડ કરી ચૂકી છે. કંપનીના ડિજિટલ પ્લેટફોર્મ પર દરરોજ લગભગ 6 લાખ ઓર્ડર ડિલિવર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, રીલાયન્સ રિટેલના રાજસ્વમાં 65 ટકા થી વધુ યોગદાન સમૂહના પોતાના બ્રાન્ડનું છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી