અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, અને પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
શું તમે જાણો છો મહેન્દ્રસિંહ ધોનીના મોટા ભાઈને….શા માટે નથી બંને ભાઈઓ આજે સાથે…. જાણો આં લેખમાં.
મહેન્દ્ર સિંહ ધોની એક મહાન ભારતીય ક્રિકેટર ક્રિકેટર છે. તેના જેવું કેપ્ટન પદ આજ સુધી કોઈએ પણ નિભાવ્યું નથી. અને એટલા જ માટે મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે મહેન્દ્રસિંહ ધોની પર ફિલ્મ પણ બનાવવામાં આવી છે. મહેન્દ્રસિંહ ધોની એક ખુબ જ સફળ કેપ્ટન પદ રહી ચુક્યા છે. સૌથી મહત્વની વાત તો એ કે તેમની આગેવાનીમાં વર્ષ 2011 માં ભારત વર્લ્ડકપ જીત્યું હતું. જેમનું શ્રેય પણ ધોનીના નામે જ જાય છે.
મિત્રો આજે તેઓ ભારતીય ક્રિકેટરના ખુબ સારા ખેલાડી છે અને તમને ખબર જ હશે કે ધોની ચાંદીની ચમચી લઈને નોહતા જન્મ્યા. એટલે કે ધોનીને આ મકામ સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરવી પડી હતી અને તેનાથી પરે તેમને પોતાના પરિવાર જનોના વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો. પરંતુ તે બધુ એક બાજુ મુકીને ધોનીએ ક્રિકેટમાં ફોકસ કર્યો અને તેમની મહેનત પણ ફળી અને આજે પરિણામ બધાની સામે જ છે.
ધોનીના ક્રિકેટી જુનૂન અને અથાક પરિશ્રમના કારણે જ તેમના પર એક ફિલ્મ બનાવવામાં આવી જેનું નામ છે ધોની ધ અનટોલ્ડ સ્ટોરી. લગભગ લોકોએ આ ફિલ્મ જોઈ હશે અને ક્રિકેટ પ્રેમીઓએ તો ખાસ જોયી હશે. આ ફિલ્મ તમે જોયું હોય તો તમને ખબર હશે કે ધોનીની ફિલ્મમાં તેના જીવનના ઘણા બધા પડાવો દેખાડવામાં આવ્યા છે. પરંતુ તેમના ભાઈનો કોઈ ઝીક્ર તે ફિલ્મમાં જોવા મળતો નથી. પરંતુ એવી ખબર ઘણી વખત સામે આવી છે કે મહેન્દ્રસિંહ ધોનીનો એક ભાઈ પણ છે.
તો સવાલ એ થાય કે ધોની ફિલ્મમાં ધોનીના માતા-પિતા, બહેન, મિત્રો, ગર્લ ફ્રેન્ડ વગેરેની ભૂમિકાઓ દેખાડવામાં આવી છે. પરંતુ તેમનો ભાઈ હોવા છતાં પણ તેમની કોઈ જ ભૂમિકા ફિલ્મમાં દેખાડવામાં નથી આવી. તો આવુ શા માટે કે તેમના સગા ભાઈનો કોઈ જ ઝીક્ર નહિ ! તો આજે અમે તમને જણાવશું કે શા માટે ધોનીના ભાઈનો ઝીક્ર નથી થતો.
ખબર અનુસાર જાણવા મળ્યું છે કે ધોનીના ભાઈનું નામ નરેન્દ્ર છે અને તે ધોનીથી લગભગ 10 વર્ષ મોટા છે. ત્રણેય ભાઈ બહેનમાં સૌથી મોટા ભાઈ છે નરેન્દ્ર. તેમનો જન્મ 22 ઓક્ટોબર 1971 માં થયો હતો અને તે રાંચીમાં રહે છે. એવું સામે આવ્યું છે કે મહેન્દ્રસિંહ ધોનીના મોટા ભાઈ નરેન્દ્ર રાજનેતા છે. નરેન્દ્રએ પોતાના એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે માહી જ્યારે પહેલી વાર મેચ રમ્યા ત્યારે તેઓ ફિઝીકલી ત્યાં હાજર રહી શક્યા ન હતા.
તેમનો ફિલ્મમાં કોઈ જ ઝીક્ર નથી તેનું કારણ જણાવતા તેઓ કહે છે કે તે ભૂમિકાને ફિલ્મમાં દેખાડી ન શકાય. કારણ કે તેઓ દિલથી જોડાયેલા હતા. તેમણે જણાવ્યું કે માહી સાથે તેમની યાદો પણ ખુબ જૂની છે અને તે સમયે માહી એટલે કે મહેન્દ્રસિંહ ધોની ખુબ જ નાના હતા માટે મહેન્દ્રસિંહ ધોનીને તે બરાબર રીતે યાદ પણ નહિ હોય.
ધોનીના ભાઈ નરેન્દ્ર વર્ષ 1991 માં જ પોતાના પરિવારથી દુર થઇ ગયા હતા. તેમના ભાઈ લગ્ન બાદ રાંચીમાં રહેવા લાગ્યા હતા. આગળ નરેન્દ્રસિંહનું કહેવું છે કે મને એ વાતથી કોઈ વાંધો પણ નથી કે ફિલ્મમાં મને નથી દેખાડવામાં આવ્યો. પરંતુ આખા દેશની જેમ મને પણ ધોની પર એટલો જ ગર્વ છે.
તો આ બંને ભાઈઓના પ્રેમ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને ખાસ જણાવો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google