મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે ઇસરોનું સમર્થન આજે આખું ભારત કરી રહ્યું છે. ત્યારે સોશિયલ મીડિયા પર પણ લોકોએ ઈસરોના ચીફનું ખુબ જ સમર્થન કર્યું છે. તો હાલમાં બધા જ ભારતના સેલિબ્રિટી દ્વારા ઇસરોની તારીફ કરવામાં આવી રહી છે તેવામાં બોલીવુડની બે અભિનેત્રીઓએ પણ ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે ઈસરોને ટ્વીટ કરીને કહ્યું હતું. પરંતુ તેનો વળતો જવાબ પણ નરેન્દ્ર મોદી દ્વારા તરત જ આપવામાં આવ્યો હતો. તો ચાલો જાણીએ કોણ છે એ બે અભિનેત્રી અને નરેન્દ્ર મોદીએ શું આપ્યો છે તેને જવાબ.
ભારતીય સ્પેસ રીચર્સ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈસરોનું ચંદ્રયાન-2 ચંદ્ર પર લેન્ડ ન થઇ શક્યું અને સંપર્ક વિહોણું થઇ જવાથી દેશભરના લોકો અને બોલીવુડના બધા જ સ્ટાર્સ દ્વારા ઈસરોના ચીફ અને તેની આખી ટીમની હિંમત અને હોંસલો વધાર્યો હતો. તેવામાં પ્રધાનમંત્રી મોદી પણ ઈસરો ચીફ કે. સિવાનને દિલાસો આપતા નજર આવ્યા હતા. જે ખબર આખા દેશભરમાં ખુબ ફેલાઈ હતી અને લોકો દ્વારા સોશિયલ મીડિયામાં તેને ખુબ જ વાયરલ કરવામાં આવી હતી. તો આ બાબતને લઈને રવિવારે નરેન્દ્ર મોદીએ બોલીવુડના એવા સ્ટાર્સને શુક્રિયા કીધું હતું જેમણે ઈસરોના વખાણ કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલીવુડની બે એક્ટ્રેસ જેમાં સોનમ કપૂર અને અનુષ્કા શર્માને ટ્વીટ કરીને જવાબ આપ્યો હતો. નરેન્દ્ર મોદીએ ટ્વીટ અનુષ્કાને ટ્વીટ કરીને કહ્યું હતું કે, “અમને ખરેખર આપણા વૈજ્ઞાનિકો પર ગર્વ છે. ઈસરોએ ઘણા યંગ લોકોને સાયન્સ લેવા માટે પ્રેરિત કર્યા છે. જે પોતાનામાં જ એક જીત જેવું છે.”
પરંતુ ત્યાં બીજી બાજુ સોનમ કપૂરે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ઈસરો ચીફ સિવાન રહી રહ્યા હતા તે વિડીયોને શેર કર્યો હતો અને પ્રસંશા પણ કરી હતી. તો તેના જવાબમાં નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે, “કડી મહેનત અને દ્રઢ નિશ્વયએ ઈસરોને સ્પેસ ટેકનોલોજીમાં આગળ કર્યું છે અને તેનું જુનું વધાર્યું છે અને ખુબ જ ઉંચે સુધી પહોંચાડ્યું છે.”વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર સોનમ અને અનુષ્કાને જ નહિ, પરંતુ પીએમ મોદીએ ડાયરેક્ટર મધુક ભંડારકરને પણ જવાબ આપ્યો હતો. મધુર ભંડારકરે વડાપ્રધાનના વખાણ કરીને ઈસરો પણ ગર્વ કર્યો હતો. તો તેના પર મોદીએ લખ્યું હતું કે, શું આપણે હંમેશા નથી કહેતા કે ભારત એક પરિવાર છે ? જે જગ્યાએ સારી અને સાચી વાત હોય ત્યાં પરિવાર બને છે. આપણને ખરેખર ઈસરો અને તેના વૈજ્ઞાનિકો પર પણ ગર્વ છે.
પરંતુ મિત્રો દેશની ગરિમાનું ધ્યાનમાં રાખવા માટે આ વ્યક્તિએ જે પોતાનું જીવન આપ્યું આપી દીધું. તો તેવા મહાન વ્યક્તિ માટે આપણા રદયમાં પણ ભાવના હોવી જોઈએ.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google