મિત્રો આજકાલ આપણે જોઈએ છીએ કે બધી જ જગ્યાઓ પર રેસ્ટોરન્ટ ખુબ જ ધૂમ મચાવી રહ્યા છે. કેમ કે લોકો અઠવાડિયામાં એક વાર તો અવશ્ય રેસ્ટોરન્ટમાં જમવાનું પસંદ કરતા હોય છે. તો તેવામાં આજે અમે તમને રેસ્ટોરન્ટનો એક એવો સત્ય કિસ્સો જણાવશું જે દરેક લોકોને જણાવો જોઈએ. કેમ કે ભવિષ્યમાં એવું તમારી સાથે પણ બની શકે. તો આજે અમે તમને જણાવશું કે કિસ્સાને ધ્યાનથી વાંચો. કેમ કે આજકાલ લોકો સાથે ખુબ જ છેતરપિંડી થવા લાગી છે. તો તેમાં રેસ્ટોરન્ટના પણ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેના વિશે આજે અમે તમને અવગત કરાવશું.
મિત્રો એક ટુરિસ્ટ મહિલા યરુશલેમમાં ફરવા માટે ગઈ હતી. જેરુશલેમ ઇઝરાયેલની પ્રાચીન રાજધાની છે. આ શહેરમાં યહૂદી, ઈસાઈ અને ઇસ્લામ ધર્મ જોવા મળે છે. આ ત્રણેય ધર્મ માટે આ ખુબ જ પવિત્ર નગરી માનવામાં આવે છે. પરંતુ ત્યાં એક મહિલા ટુરિસ્ટ તરીકે આવી હતી અને એક હોટેલમાં તેની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. તો ચાલો જાણીએ શું બની હતી આખી ઘટના. એક અમેરિકન મહિલા યરુશલેમમાં ફરવા માટે આવી હતી. ત્યાં તેણે એક હોટેલમાં એક પ્લેટ શવરમા ઓર્ડર કર્યા હતા. જેના બદલામાં રેસ્ટોરન્ટ દ્વારા તે મહિલા પાસેથી 2 લાખ અને 7 હજાર રૂપિયા વસુલી લેવામાં આવ્યા હતા. જેનું પેમેન્ટ તે મહિલા દ્વારા ક્રેડીટ કાર્ડથી કરવામાં આવ્યું હતું.
આ ઘટના પણ સોશિયલ મીડિયા દ્વારા જ સામે આવી હતી. અમેરિકન ટુરિસ્ટ મહિલાનું નામ છે લૌરા જીફ. જેણે આ માહિતી ફેસબુક દ્વારા આપી હતી. ફેસબુકના સિક્રેટ યરુશલેમ ગ્રુપમાં તેણે લખ્યું કે, ‘મારે મદદ જોઈએ છે, શું કોઈ ઓલ્ડ સીટી શવરમા નામના રેસ્ટોરન્ટનું સરનામું આપી શકશે, મારી પાસેથી એક પ્લેટ શરવામા માટે 2 લાખ અને 7 હજાર રૂપિયા ચાર્જ કરવામાં આવ્યા છે. ચીફ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, રેસ્ટોરન્ટના માલિક દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે ભૂલથી આટલો બધો ચાર્જ વસુલવામાં આવ્યો હતો. પરંતુ રેસ્ટોરન્ટ દ્વારા 12 ઓગસ્ટે મહિલાને રીફંડ આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ 2 સપ્ટેમ્બર સુધી કોઈ રીફંડ મળ્યું ન હતું. ત્યાર બાદ જીફ દ્વારા લખવામાં આવ્યું કે રેસ્ટોરન્ટના માલિકે ખેદ જતાવ્યો હતો અને રેસ્ટોરન્ટે જીફને કહ્યું કે બેંક સાથે વાત કરીને રીફંડ કરવાની કોશિશ કરી રહ્યા છીએ.
તો મિત્રો આ રીતે ક્રેડીટ કાર્ડ પર ઓવર ચાર્જ કરવાની ઘટનાઓ પહેલા પણ સામે આવી ગઈ છે. મેં મહિનામાં એક અમેરિકન ટુરિસ્ટ પાસેથી ગ્રીક આઈલેન્ડ મિકોનોસ પર 65 હજાર રૂપિયા વસુલી લેવામાં આવ્યા હતા. આ બનાવ માત્ર વિદેશમાં બની રહ્યા છે તેવું નથી. આપણા દેશમાં પણ આવા બનાવો સામે આવી રહ્યા છે. માટે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જમવા માટે જાવ તો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google