મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે છેલ્લા કેટલાક સમયથી ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો બગડ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં રાજકીય સંબંધોમાં પણ વિવાદો ઉભા થયા છે. એવામાં ભારતે જમ્મુ-કાશ્મીર પરથી આર્ટીકલ 370 નાબુદ કરી ત્યાર બાદ પાકિસ્તાન ભારતના આ નિર્ણયથી વિફર્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતા તણાવનું એક કારણ પણ બન્યું છે. સામાન્ય રીતે જોઈએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈને કોઈ વિવાદો ચાલતા રહેતા હોય છે. આ ક્રમ આઝાદી બાદથી ચાલતો આવે છે. પરંતુ આ વખતે બંને દેશના સંબંધો ખુબ જ વિવાદિત રહ્યા છે. પરંતુ આટલા વિવાદિત સંબંધો હોવા છતાં પણ ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના લોકો માટે એક એવું પગલું ભર્યું કે જેના વિશે જાણીને તમને એવું લાગશે કે માનવતા હજુ મરી નથી. નરેન્દ્ર મોદી પાકિસ્તાનની જનતા માટે માનવતાનું એક જીવંત અને શ્રેષ્ઠ ઉદાહરણ બનવા જઈ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા પાકિસ્તાનમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં (POK) માં ભૂકંપ આવ્યો હતો. જે ભૂકંપ ઘણા અંશે નુકશાનદાયી રહ્યો છે. ભૂકંપના કારણે ત્યાં જાનહાની અને સંપત્તિને પણ ભારે નુકશાન પહોંચ્યું છે. તો આ બાબતે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તમને જણાવી દઈએ કે ભૂકંપ આવવાના કારણે પાકિસ્તાનમાં લગભગ 26 જેટલા લોકો મૃત્યુને ભેટ્યા છે. તો 300 થી પણ વધારે લોકો ભૂકંપ દરમિયાન ઈજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત આ વિનાશક ભૂકંપના કારણે લોકોના ઘર અને તેમની સંપત્તિને પણ ભારે પ્રમાણમાં હાનિ પહોંચી છે. આ વાત બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન સાથે ચાલતા તણાવસભર સંબંધોના ચાલતા પણ એવું પગલું ભર્યું છે કે જે આપણને નરેન્દ્ર મોદીની માનવતા અને ઉદારતાની ઝાંખી કરાવશે.
પીએમઓએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત અને પાકિસ્તાનમાં અમુક વિસ્તારમાં આવેલ ભૂકંપના લીધે થયેલ જાનહાની અને સપંત્તિઓને પહોંચેલા નુકશાનને લઈને ભારે દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રીએ પીડિત લોકો પ્રત્યે સંવેદના અનુભવતા એવી પ્રાર્થના કરી છે કે ઘાયલ થયેલા લોકો ઝડપથી સજા થઇ જાય.” તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્રની મહાસભાની બેઠકમાં હાજર રહેવા માટે ન્યુયોર્ક ગયા છે. જ્યારે પાકિસ્તાનમાં મંગળવારના રોજ પીઓકે, પાકિસ્તાન પંજાબ, ખૈબરપુખ્તુંનખ્વા સહીત અન્ય વિસ્તારોમાં વિનાશક ભૂકંપ સર્જાયો હતો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google