લગ્ન બાદ વરરાજાને આપવામાં આવે છે વિદાય…. કાયમ માટે રહેવા જવું પડે છે પત્નીના ઘરે….
મિત્રો દરેક ઘરમાં દીકરી નાની હોય ત્યારથી તેના મગજમાં એક વસ્તુ બેસાડી દેવામાં આવે છે કે એક દિવસ તારે આ ઘર છોડીને સાસરે જવાનું છે. આ ઘરમાંથી તારે એક દિવસ વિદાય લેવાની છે અને દીકરીઓ પણ આ વાતને સ્વીકારીને જ ચાલતી હોય છે. નાનપણથી લઈને દીકરીની દરેક વાતને એ વાતથી જોડવામાં આવે છે કે લગ્ન બાદ તેને સાસરે જવાનું છે અને તે રીતે માતાપિતા દીકરીઓને ટ્રેઈન કરતા હોય છે.
પરંતુ મિત્રો શું તમે જાણો છો કે આપણા ભારતનું જ એક રાજ્ય છે કે જ્યાં લગ્નની પરંપરા થોડી ઉંધી છે. આપણે ત્યાં લગ્ન બાદ દીકરી પોતાનું ઘર છોડીને સાસરે જાય છે, પરંતુ તે રાજ્યમાં ઉલટું છે ત્યાં લગ્ન બાદ દીકરો સાસરે જાય છે અને ત્યાં જ પોતાનું બાકીનું જીવન પસાર કરે છે.
આ રાજ્ય છે મેઘાલય. જે પ્રાકૃતિક રીતે ખુબ જ સુંદર રાજ્ય છે. મેઘાલયમાં ગારો, ખાસી અને જયંતીય નામની જનજાતિઓ રહે છે. જેમાં ખાસી જાતિનું પ્રમાણ વધારે છે. ભારતના અન્ય રાજ્ય કરતા મેઘાલયના નિયમો થોડા અલગ છે. આપણા દેશમાં ભલે કાયદાકીય રીતે સ્ત્રી પુરુષ એક સમાન ગણાય, પરંતુ તેમ છતાં પણ આપણે પુરુષ પ્રધાન રાજ્યો છે અને પુરુષોને વધારે અધિકારો મળે છે. ભલે કાનૂની રીતે સ્ત્રીઓને પણ તે અધિકાર મળતા હોય છે. પરંતુ હકીકતમાં ઘરે ઘરે જઈને જોઇએ તો લગભગ ઘરોમાં પુરુષોને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું હશે. પરંતુ મેઘલાય એ એક સ્ત્રી પ્રધાન રાજ્ય કહેવામાં આવે છે. એવું ત્યાંના નિયમો પરથી સાબિત થાય છે.
મેઘાલયમાં લગ્ન બાદ દીકરાની વિદાય થાય છે અને દીકરો તેની પત્નીના ઘરે રહેવા માટે જાય છે. દીકરીને સાસરે જવું નથી પડતું. આ પરંપરા લગભગ ત્યાં 2000 વર્ષથી ચાલી આવે છે. એક ટીવી ઇન્ટરવ્યુમાં ત્યાંના લોકોએ જણાવ્યું હતું કે આ પરંપરા અહીં વર્ષોથી ચાલી આવે છે અને અમે સ્ત્રીઓને ખુબ જ સમ્માન આપીએ છીએ. અમારા પૂર્વજો પણ સ્ત્રીઓને સમ્માન આપતા આવ્યા છે. આ વાતથી ખબર પડે કે તેમની આ પરંપરા કેટલી મજબુત છે. એટલી મજબુત કે કદાચ કોઈ અન્ય રાજ્યનો છોકરો મેઘાલયની છોકરી સાથે લગ્ન કરે તો તેણે પણ પોતાનું રાજ્ય છોડી છોકરીના ઘરે રહેવા જવું પડે છે.
ભારતના અમુક રાજ્યોમાં હજુ પણ દીકરાની આશામાંને આશામાં બે કે ત્રણ દીકરીનો જન્મ થઇ જાય તો તેમના માતાપિતાના મોઢા બગડી જતા હોય છે. પરંતુ મેઘાલય એક એવું રાજ્ય છે જ્યાં પહેલેથી જ દીકરીના જન્મ પર જબરદસ્ત ઉજવણી કરવામાં આવે છે. એટલું જ નહિ પરંતુ તેમનો વંશ પણ દીકરીઓના નામ પર ચાલે છે. સંતાનો નામ પાછળ આપણે ત્યાં પિતાનું નામ લખાવવામાં આવે જ્યારે મેઘાલયમાં દીકરા કે દીકરીના નામ પાછળ માતાનું નામ લગાવવામાં આવે છે.
આજે પણ મેઘાલયની ખાસી સંસ્કૃતીમાં માતા પિતાની મિલકત પર પહેલો હક દીકરીનો ગણાય છે. ઘરમાં સૌથી નાની છોકરીને બધી મિલકત મળે છે અને ત્યાર બાદ તે ઈચ્છે તો તે પોતાના ભાઈ બહેનોમાં તેને વહેંચી પણ શકે છે. આ ઉપરાંત ત્યાં માતાપિતાની દેખરેખની જવાબદારી સૌથી નાની દીકરીની જ રહે છે.
મેઘાલયમાં રાત્રે પણ છોકરીઓ કોઈ પણ ભય વગર હરીફરી શકે છે અને તેઓ નાની નાની દુકાનો ચલાવે છે જે મોડી રાત સુધી તે ચાલુ પણ રાખે છે. મેઘાલયમાં સ્ત્રીઓ અને છોકરીઓ પોતાને સુરક્ષિત મહેસુસ કરે છે.
જ્યારે બીજા રાજ્યમાં આજે કોઈ પણ શહેરમાં કોઈ સ્ત્રી કે મહિલા રાત્રીના સમયે સુરક્ષિત નથી. દિવસે દિવસે બીજા રાજ્યોમાં રેપના કેસ વધતા જાય છે. પરંતુ રેપ કેસ મેઘાલયમાં ખુબ જ ઓછા બને છે અને એ પણ આખા ભારત કરતા.
મિત્રો તમારું શું કહેવું છે આ પરંપરા વિશે અને સ્ત્રીઓ અને મહિલાઓની સુરક્ષા વિશે. કોમેન્ટ કરીને અમને જણાવો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google