આ પવિત્ર જળ, અપાવશે જીવનની દરેક સમસ્યાઓમાંથી મુક્તિ, જીવનમાં સકારાત્મકતા ભરીને ખોલી દેશે મોક્ષના દ્વાર…

મિત્રો ગંગાજળનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે. તેના સ્પર્શ માત્રથી જ દરેક કલેશ અને પાપ દૂર થઈ જાય છે. માં ગંગાનું જળ ખૂબ જ પવિત્ર હોય છે. આ જે સ્થાન પર હોય છે ત્યાં હંમેશા સકારાત્મકતાનો સંચાર થાય છે. ગંગા જળ અત્યંત પ્રભાવશાળી છે. સનાતન ધર્મમાં ગંગા નદીને માતાનો દરજ્જો પ્રાપ્ત થયો છે. ભારતની પવિત્ર નદીઓમાં માં ગંગા પણ એક પવિત્ર નદી છે. માન્યતા પ્રમાણે ગંગા નદીમાં સ્નાન કરવાથી બધા જ પાપ ધોવાઈ જાય છે. એવું કહેવાય છે કે ગંગાજળ ના સ્પર્શ માત્રથી વ્યક્તિને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. 

ધાર્મિક માન્યતાઓ પ્રમાણે ગંગાજળ એટલું શક્તિશાળી હોય છે કે જે વ્યક્તિને કોઈપણ પ્રકારની ભૂલ થઈ હોય તો તેનો છંટકાવ કરવાથી કે ગંગા નદી માં સ્નાન કરવાથી તેના બધા પાપ નષ્ટ થઈ જાય છે. અને મોક્ષના દ્વાર ખુલી જાય છે. જ્યોતિષશાસ્ત્રમાં ગંગાજળ ના ઘણા બધા ઉપાય જણાવવામાં આવ્યા છે જેના ઉપયોગથી વ્યક્તિને જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે.1) ગંગાજળ નો છંટકાવ:- જ્યોતિષાચાર્યના જણાવ્યા પ્રમાણે જો કોઈ વ્યક્તિના ઘરમાં હંમેશા અણબનાવ કે ક્લેશ ભરેલો માહોલ રહેતો હોય તો તેને પોતાના આખા ઘરમાં પૂજા કર્યા બાદ ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. તેનાથી ઘરમાં ક્લેશ પણ દૂર થશે સાથે જ નકારાત્મકતા પણ દૂર થશે અને સકારાત્મકતાનો પ્રવેશ થશે. 

2) ગ્રહ દોષ દૂર કરે:- જો કોઈ વ્યક્તિ ગ્રહ દોષથી પીડિત હોય તેણે દર સોમવારે ભગવાન શિવજીની પૂજા કર્યા બાદ તેમનો ગંગાજળ થી અભિષેક કરવો જોઈએ. તેનાથી તેના ગ્રહ દોષથી થતી સમસ્યાઓથી છુટકારો મળશે . તેના સિવાય શનિવારના દિવસે એક કળશમાં પાણી લઈને તેમાં થોડું ગંગાજળ મેળવી લો. હવે આ જળ ને પીપળાના મૂળિયામાં ચઢાવો. તેનાથી તમારા ગ્રહ દોષ થી ઉત્પન્ન થતી સમસ્યાઓથી છુટકારો મળશે.

3) ખરાબ નજરથી બચાવે:- ઘરમાં નાના બાળકોને કોઈ નજર લાગી ગઈ હોય તો બાળક પર ગંગાજળ નો છંટકાવ કરો. આ ઉપાયથી નજર દોષ દૂર થશે. અને ખરાબ શક્તિઓને દૂર કરવામાં મદદ મળશે.પરંતુ બાળક વધારે રડી રહ્યું હોય કે પરેશાન થઈ રહ્યું હોય તો તેને તુરંત ડોક્ટર પાસે લઇ જવુ.

4) સુતા પહેલા કરો આ ઉપાય:- સુતા પહેલા તમારી પથારી પર ગંગાજળ નો છંટકાવ કરો. તેનાથી તમને સારી ઊંઘ આવશે. સાથે જ તમારી ઊંઘ વચ્ચે વચ્ચે તૂટે પણ નહીં અને તમને ખરાબ સપના પણ આવતા બંધ થઈ જશે. 

5) પાપ માંથી મુક્તિ:- જો તમે પણ પાપ માંથી મુક્તિ મેળવવાની સાથે મોક્ષના દ્વાર ખોલવા ઇચ્છતા હોવ તો નિયમિત રૂપે શિવલિંગનું સ્નાન કરાવતી વખતે તાંબાના લોટા માં ગંગાજળના કેટલાક ટીપા જરૂર મેળવો. અને ઓમ નમઃ શિવાય નો જાપ કરતા શિવલિંગ પર અભિષેક કરવો.

6) સારી નોકરી માટે:- જો તમે ઘણા દિવસથી નોકરીની શોધ કરી રહ્યા હોય કે પછી નોકરીમાં પ્રમોશન ઇચ્છતા હોવ તો પિત્તળના લોટા માં જળની સાથે ગંગાજળ ના 11 ટીપા નાખો અને બીલીપત્ર ના પાંચ પાન લઈને શિવજી પર અર્પિત કરો. જો તમે ગંગાજળનો આ ઉપાય નિયમિત રૂપે ઓછામાં ઓછો 40 દિવસ સુધી અજમાવશો તો જલ્દી જ તમને નોકરી નો યોગ બનશે.7) ઋણમાંથી મુક્તિ અપાવે:- જો તમે દેવાથી પરેશાન થઈ ગયા હોય તો ગંગાજળ ને પિત્તળ ના લોટા માં ભરીને ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં એટલે કે ઈશાન ખૂણામાં રાખો આ લોટા નું મોઢું લાલ કપડાથી ઢાંકી દો. આ ઉપાય તમને તરત જ ઋણમાંથી મુક્તિ અપાવશે. આ સિવાય જો તમારું ધન ક્યાંક અટકી ગયું હોય તો તે પણ જલ્દીથી પાછું મળવાનો યોગ બને છે.

8) બીમારીઓ દૂર કરવામાં:- જો કોઈ વ્યક્તિ અવારનવાર બીમાર પડતું હોય તો તમે રવિવાર અને મંગળવારના દિવસે ગંગાજળ થી આખા ઘરમાં બધા જ ખૂણામાં છંટકાવ કરો. આ ઉપાય તમારા ઘરમાં થી બીમારીઓને દૂર કરવામાં મદદ કરશે.

9) લગ્નમાં આવતી અડચણ દૂર કરશે:- જો છોકરીઓના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો જલ્દી જ સુયોગ્ય વર મેળવવા માટે નિયમિત રૂપે નાહવાના પાણીમાં ગંગાજળની સાથે ચપટી ભરીને હળદર મેળવીને સ્નાન કરો. આ ઉપાય ઓછામાં ઓછા 21 દિવસ સુધી કરો. જલ્દી જ વિવાહનો યોગ બનશે અને ઘરમાં સમૃદ્ધિ આવશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment