આ IAS કપલે લાખો, કરોડો નહિ, પરંતુ માત્ર 500 રૂપિયાના ખર્ચામાં જ કર્યા લગ્ન, કારણ અને લગ્ન કરવાની રીત જાણીને તમારા હોંશ ઉડી જશે…

આપણે જાણીએ છીએ તેમ લગ્ન એ આપણી સંસ્કૃતિની આગવી ઓળખ છે. જેમાં પતિ પત્ની અગ્નિની સાક્ષીએ એકબીજાનો જીવનભર સાથ આપવાના સાત વચન આપે છે. પણ આજના સમયમાં લગ્નને લઈને નવા નવા ટ્રેડ શરુ થયા છે. જેમાં લોકો લાખો રૂપિયા બરબાદ કરે છે. એવામાં આજે અમે તમને એક એવો કિસ્સો જણાવીશું જેમાં આ કપલે માત્ર 500 રૂપિયામાં લગ્ન કર્યા છે. 

ભારતીય લગ્નની ચકાચોંધ દુનિયા આખીમાં ફેલાયેલી છે. તેની આગળ મોટા-મોટા તહેવાર અને અવસર પણ ફીકા પડી જાય છે. જોકે, કોરોના કાળમાં લગ્નની રંગત પણ થોડીક ઓછી થઈ ગયી છે. તેની વચ્ચે આઇએએસ સાલોની સીદાના અને આઇએએસ આશિષ વશિષ્ઠની લવ સ્ટોરી અને લગ્ન ખૂબ જ લોકપ્રિય થયા હતા. તેના લગ્નનું બજેટ કોઈને પણ હેરાન કરવા માટે પૂરતું છે.

આપણે બધાએ જીવનમાં ક્યારેક ને ક્યારેક ગ્રેંડ ઇંડિયન વેડિંગ જરૂર અટેન્ડ કરી હશે. ભારતીય લગ્નના રીત રિવાજો આખી દુનિયામાં મશહૂર છે. તેની તૈયારીઓમાં ઘણા મહિનાઓનો સમય લાગી જાય છે. હજારો-લાખોથી શરૂ થયેલ લગ્નનું બજેટ હવે કરોડોમાં પહોંચી ગયું છે.

વર્ષ 2020માં કોવિડ 19ના કારણે લાગેલા પ્રતિબંધોએ લોકોને થોભવાનો થોડો સમય આપ્યો છે. તેની વચ્ચે લગ્ન પણ ઓછા દેકારા સાથે ગણતરીના લોકોને ઇનવાઇટ કરીને સાદાઈ સાથે સંપન્ન થઈ. જોકે, ઘણા લોકોને ગ્રેંડ ઇંડિયન વેડિંગ ટ્રેન્ડને જારી રાખવા માટે લગ્ન પોસ્ટપોન પણ કરી દીધી હતી. પહેલા 2016માં નોટબંધીના ટાઈમે પણ લગ્ન પર અસર પડી હતી.વેડિંગ બજેટે કર્યા હેરાન:- આઇએએસ સાલોની સીદાના અને આઇએએસ આશિષ વશિષ્ઠના લગ્ન લાંબા સમય સુધી સુર્ખીઓમા બન્યા રહ્યા હતા. તેમણે નવેમ્બર 2016માં લગ્ન કર્યા હતા. તેમના લગ્નને દરેક માટે બહેતરીન મિસાલ સાબિત કરી હતી. આઇએએસ કપલ માટે પોતાના લગ્ન માટે લાખો-કરોડો રૂપિયા ખર્ચ કરવા કોઈ મોટી વાત ન હતી. પરંતુ આ બંનેએ પોતાના લગ્નમાં માત્ર 500 રૂપિયા ખર્ચ કર્યા હતા.

અહીંથી શરૂ થઈ હતી લવ સ્ટોરી:- તે સમયે આઇએએસ સાલોની સીદાના આંધ્રપ્રદેશ કેડરની ઓફિસર હતી અને આઇએએસ આશિષ વશિષ્ઠ મધ્યપ્રદેશ કેડરના. બંને 2014ની બેચના આઇએએસ છે. તેમની મુલાકાત મસુરીમાં સ્થિત આઇએએસ પ્રશિક્ષણ કેન્દ્ર એટલે કે, LBSNAA માં થઈ હતી. ધીરે-ધીરે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા અને તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.ભિંડ કોર્ટમાં થયા લગ્ન:- આ આઇએએસ કપલે મધ્યપ્રદેશના ભિંડ એડીએમ કોર્ટમાં લગ્ન કર્યા હતા. તે દરમિયાન બંનેના પરિજનો ત્યાં હાજર હતા. લગ્નના ખર્ચાના નામે તેમણે કોર્ટ ફિસના માત્ર 500 રૂપિયા જમા કર્યા હતા. આશિષ વશિષ્ઠ મૂળ રાજસ્થાનના અલવરના રહેવાસી છે. તો સાલોની સદાના પંજાબના જલાલાબાદની છે. બંને પોતાના પરિવારના પહેલા ઓફિસર છે. 

સોશિયલ મીડિયાથી દૂર રહ્યા છે આ કપલ:- પોતાના લગ્ન પછી લાંબા સમય સુધી લાઇમલાઇટમાં રહ્યું આ કપલ સોશિયલ મીડિયાથી દૂર છે. આઇએએસ આશિષ વશિષ્ઠ આઇઆઇટી રૂડકીથી પાસઆઉટ થયા છે અને હાલમાં ભોપાલના એડીએમ છે. તેમજ આઇએએસ સાલોની સદાનાએ એમબીબીએસ કર્યું હતું અને ડોક્ટર છે. તેમની નિયુક્તિ જબલપુરમાં છે. લગ્ન પછી તેમણે પોતાનું કેડર બદલાવડાવ્યું હતું. 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment