જાણો શા માટે ત્રણ કરોડના ઘરની માલિક મહિલા રસ્તા પર લગાવે છે પોતાની વસ્તુની લારી ..

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.

જાણો શા માટે ત્રણ કરોડના ઘરની માલિક મહિલા રસ્તા પર લગાવે છે પોતાની વસ્તુની લારી ..

મિત્રો ઘણી વાર આપણને એવી ચિત્ર-વિચિત્ર માહિતીઓ જાણવા મળે છે જેને જાણીને આપણે નવાઈ પામતા હોઈએ છીએ. આજે પણ અમે એક મહિલાની એવી વાત જણાવશું કે જેના વિશે જાણીને તમને નવાઈ લાગશે. Image Source
આ વાત છે એક મહિલાની જે ગુરુગ્રામમાં રહે છે. જેનું પોતાનું ત્રણ કરોડનું ઘર છે. તે પોતે એક મોંઘી કારની માલિક છે તેના પતિ અને સસરા બંને એક ઉંચી અને સારી એવી નોકરી કરે છે. તેમ છતાં પણ તે રસ્તા પર છોલે કુલ્ચે જે એક ખાવાની વસ્તુ છે તેની લારી લગાવે છે.

આ મહિલાનું નામ છે ઉર્વશી યાદવ જે ગુરુગ્રામમાં સ્થિત પોતાના ત્રણ કરોડના ઘરમાં રહે છે. આર્થિક રીતે ખુબ સદ્ધર છે પરંતુ એક એવી ઘટના બની જેના કારણે એક મોટું પરિવર્તન આવ્યું. Image Source
ઉર્વશીએ સ્નાતક સુધી અભ્યાસ કરેલો છે. તેની પાસે એક મહિન્દ્ર સ્કોર્પીઓ અને હુન્ડેઇ ક્રેટા કાર પણ છે. તેમ છતાં પણ તે રસ્તા પર છોલે કુલ્ચેની લારી લગાવે છે. આ બાબતમાં ઉર્વશીનું કહેવું છે કે તેના પરિવારને એક સુરક્ષિત ભવિષ્યની જરૂર છે માટે તે આ કામ કરે છે.

હકીકતમાં ઉર્વશીના પરિવારમાં એક એવી ઘટના બની કે જેના કારણે ઘણા બદલાવો આવ્યા. તેના પતિ અમિત યાદવ એક અગ્રણી કંપનીમાં કાર્યકારી અધિકારી હતા. Image Source
તેના સસરા સેવાનિવૃત ભારતીય સેનાના વિંગ કમાન્ડર છે. 31 મેં 2016 અમિત સેક્ટર 17 માં પડી ગયા. ડોકટરે કહ્યું કે ડીસેમ્બરમાં તેને એક સર્જરી કરાવવી પડશે. ત્યાર બાદ ઉર્વશી તેમના બાળકના ભવિષ્યને લઈને ખુબ ચિંતામાં રહેવા લાગી.

તે એવું નોહતી ઈચ્છતી કે તેની અસર તેના બાળકના અભ્યાસ પર પડે. મિત્રો પણ સવાલ એ છે કે એક વેલ એજ્યુકેટેડ મહિલા જે પહેલા એક સ્કુલ ટીચર રહી ચુકી છે તો પછી એવો તેને શું વિચાર આવ્યો કે તેણે ટીચિંગ છોડીને રસ્તા પર લારી લગાવવાનું ચાલુ કર્યું. Image Source
એટલુ જ નહિ મિત્રો, જ્યારે તેમને આ સ્ટોલ લગાવવાનો વિચાર આવ્યો ત્યારે તેના સંબંધીઓ તેમને એવું પણ કહેતા, “તું તારું સ્ટેટ્સ તો જો, તું આટલી ભણેલી ગણેલી છે, એક સારા પરિવારની છે, આટલું હાઈ સ્ટેટ્સ અને તું રસ્તા પર છોલે  કુલચા વહેંચીશ ! તું જે વ્યવસાયને શરૂ કરવા જાય છે તે તારા સ્ટેટ્સ સાથે મેચ નથી થતો.”

એટલું જ નહિ તેમણે જ્યારે આ વ્યવસાય શરૂ કર્યો ત્યારે તેમના પરિવારના લોકોએ તો એવું જણાવ્યું હતું કે તેમનો આ વ્યવસાય ત્રણ દિવસથી વધારે નહિ ચાલે. Image Source
પરંતુ કહેવાય છે ને કે જે મનથી મક્કમ હોય તે દુનિયાના લોકોના અનુમાનોને ખોટા સાબિત કરી બતાવે જ છે. દોઢ જ મહિનામાં તેમના છોલે કુલચા ખુબ ફેમસ થવા લાગ્યા અને આજે તેમની પાસે તે જ સ્ટોલમાંથી કમાયેલા પૈસાથી ખરીદેલ પોતાનો જ એક ફૂડ ટ્રક પણ છે અને ગુડગાંવમાં તેમની એક રેસ્ટોરન્ટ પણ છે અને હજુ આગળ મલ્ટી રેસ્ટોરન્ટ બનાવવાનું સપનું છે.

મિત્રો ખાસ વાત એ છે કે તેઓની રોજની આવક 2500 થી 3000 સુધીની છે જો મહિનાની ગણો તો તે 75,000 થી 90,000 ની થાય અને હજુ એક મહત્વની વાત એ છે કે જ્યારે તે આ વ્યવસાય શરૂ કરવા જઇ રહી હતી. Image Source
ત્યારે તેમના સસરાએ તેને આર્થિક મદદ કરવાનું કહ્યું પરંતુ, ઉર્વશીએ આ સહાય સ્વીકાર ન કરી અને તેણે પોતાના દમ પર જ આ વ્યવસાયનો પાયો નાખ્યો હતો.

તો મિત્રો આ મહિલા ઉદાહરણ છે એવા લોકો માટે જે પોતાની નાની નાની આર્થિક સમસ્યાઓને લઈને  હારીને બેસી જતા હોય છે અને અમે ભણેલા ગણેલા નથી તેનો અફસોસ કરતા હોય છે. પરંતુ મિત્રો જો એક વિચાર આવે અને તે વિચાર માટે મહેનત હોયને તો તમે પૈસા તો ગમે ત્યાંથી મેળવી શકો છો જેનું જીવંત ઉદાહરણ છે ઉર્વશી યાદવ.Image Source
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Comment