આ છ મહિનામાં જન્મેલ છોકરી હોય છે ખુબ જ ખુશ કિસ્મત…. તે છોકરાના જીવનમાં આવે છે તેના ભાગ્ય બદલી જાય છે.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

આ છ મહિનામાં જન્મેલ છોકરી હોય છે ખુબ જ ખુશ કિસ્મત…. તે છોકરાના જીવનમાં આવે છે તેના ભાગ્ય બદલી જાય છે.

છોકરીનું મન કેવું હોય એ જાણવું એક રહસ્ય જેવું હોય છે. કારણ કે છોકરીઓ પરિસ્થિતિને જોઇને પોતાને એ રીતે ઢાળી લેતી હોય છે. આવામાં તેનો સાચો સ્વભાવ જાણવો એ ખુબ જ કઠીન થઇ જાય છે. એ બધું સ્ત્રીનો સ્વભાવ, ઘરનો માહોલ, સ્થિતિ, વાતાવરણ ઉપર નિર્ભર કરે છે. પરંતુ કોઈ પણ સ્ત્રી તેનો મૂળ સ્વભાવ ક્યારેય પણ બદલાતી નથી. એટલા માટે આજે અમે જ્યોતિશાસ્ત્રના આધારે છ રાશિની છોકરીઓના જન્મના મહિનાઓ પરથી જણાવશું કે તે કેટલી ભાગ્યશાળી અને ખુશકિસ્મત હોય છે. જેના દ્વારા એ છ રાશિની છોકરીના સ્વાભવને તમે ઓળખી શકો.

img source

છોકરીઓનો સ્વભાવ તેમના જન્મના મહિના પરથી પણ જાણી શકાય છે. તો આજે અમે જણાવશું કે ક્યાં મહિનામાં જન્મેલ સ્ત્રીઓ કે છોકરીઓ હોય છે ખુશકિસ્મત.  તો ચાલો જાણીએ કે ક્યાં મહિનામાં જન્મેલ સ્ત્રી હોય છે ખુશ કિસ્મત.

img source

પહેલો મહિનો છે ચૈત્ર. આ મહિનામાં જન્મ થયો હોય તે છોકરી ખુબ જ સારી વક્તા હોવાની સાથે સાથે હોશિયાર અને ક્રોધી સ્વભાવની પણ હોય છે. તે કોઈ પણની વાતને સારી રીતે સમજી અને વિચારી શકતી હોય છે. પરંતુ તેનો ક્રોધ જ્યારે વધે ત્યારે સાતમાં આસમાને હોય છે. તે જેની જીવન સાથી બને છે તેને ખુબ જ સારી રીતે સમજતી હોય છે અને વિશ્વાસુ પણ ખુબ જ હોય છે.

img source

બીજો મહિનો છે વૈશાખ. આ મહિનામાં જે છોકરીનો જન્મ થયો હોય તે તેના પતિની ભક્ત હોય છે. આ મહિનામાં જન્મેલ છોકરીઓ ખુબ જ કોમળ સ્વભાવની હોય છે અને સુંદર હૃદય ભાવ વાળી હોય છે. તેની આંખોમાં પણ સરળતા જોવા મળે છે અને ધનવાન પણ હોય છે. તેનામાં ક્રોધ પણ ખુબ જ હોય છે. તે પોતાના ખર્ચા પણ ખુબ જ ઓછા કરે છે. એટલા માટે આ મહિનામાં જન્મેલ છોકરી ખુબ જ ઉત્તમ હોય છે.

img source

જેઠ મહિનામાં જન્મેલ છોકરીઓ ખુબ જ બુદ્ધિમાન હોય છે. તે તેની બુદ્ધિથી ધનવાન પણ હોય છે અને તે દરેક વાતને સમજી વિચારીને કરવા વાળી હોય છે. આ મહિનામાં જે છોકરીનો જન્મ થયો હોય તેને તીર્થસ્થાનો પર જવું ખુબ જ પસંદ હોય છે. તેને ધર્મકર્મના કાર્યો વધારે પસંદ હોય છે. તે તેના કાર્યોમાં કુશળતા પણ રાખે છે. તે તેના પતિને પણ ખુબ જ ચાહતી હોય અને તેનો પતિ પણ તેને ખુબ જ ચાહતો હોય છે.

img source

વે આવે છે અષાઢ મહિનામાં જન્મેલ છોકરીઓ. આ છોકરીઓ સંતાનવાન હોય છે. તેના સંતાન હોશિયાર હોય છે અને આ લોકો પાસે વધારે ધન નથી હોતું પરંતુ તેને જીવનમાં સુખ ભોગવવામાં કોઈ કમી નથી રહેતી. તે તેના જીવનમાં બધી જ પ્રકારના સુખ ભોગવે છે. તેનું જીવન ખુબ જ સરળ હોય છે તે તેના પતિના ખુબ ચહિતા હોય છે.

img source

શ્રાવણ મહિનામાં જે છોકરીનો જન્મ થયો હોય તે ખુબ જ પવિત્ર હોય છે. તે ખાવાપીવામાં પણ ખુબ જ સુખી હોય છે. તે હૃદયથી ખુબ જ કોમળ હોય છે. તે સુંદર અને ધેર્યમુક્ત પણ હોય છે. આ છોકરીઓ ધાર્મિક કર્યોમાં ખુબ જ ગૂંચવાયેલી રહેતી હોય છે અને તે દરેક સુખને પામનારી હોય છે.

img source

ભાદરવા મહિનામાં જે છોકરીનો જન્મ થયો હોય તે ખુબ જ કોમળ સ્વભાવની હોય છે ધનના સુખને પામનારી હોય છે. તે તેના લગ્ન જીવનમાં ખુબ ખુશ રહે છે અને તેને સંતાન સુખ પણ ખુબ સારું મળે છે. તે જે ઘરમાં પરણીને જાય ત્યાં પણ તેનું વર્ચસ્વ ખુબ જ સારું રહેશે અને ઘરને ખુબ સરસ રીતે સંભાળશે. આ મહિનામાં જન્મેલ છોકરી દરેક કાર્યમાં નિપૂર્ણ હોય છે અને હંમેશા પ્રસન્ન જ રહે છે. સુશીલ અને મીઠીવાણી વાળી હોય છે.

આ મહિનામાં જન્મેલ છોકરી હોય છે ખુબ જ ખુશકિસ્મત. તમારો જન્મનો મહિનો કોમેન્ટ કરી જણાવો 

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment