વોરન બફેટની જેમ કામને બનાવો શોખ. આ મહિલાના ઉદાહરણ દ્વારા સમજો કઈ રીતે થાય બિઝનેસ.

મિત્રો, દરેક વ્યક્તિ work કરતી હોય છે, બિઝનેસ કરતી હોય છે, પરંતુ તેમ છતાં ઘણા લોકો પોતાને જોઈતી સફળતા મળતી નથી. તો તેનો જવાબ એમ થઈ શકે કે લોકો પોતાના કામને શોખ નથી બનાવતા. એક મોજ સાથે, એક મસ્તી સાથે તેમજ શોખ સાથે જે કામ થવું જોઈએ તે નથી થતું. પરિણામે સફળતાના ઉચ્ચ શિખર પર નથી પહોંચતા. આ માટે દુનિયામાં એવા ઘણા લોકો બિઝનેસ અંગે પોતાનો અનુભવ વ્યકત કરે છે, જો તેમાંથી થોડી પણ પ્રેરણા લેવામાં આવે તો સફળતાનો રસ્તો ખુબ આસાન થઈ શકે છે. 

આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છે, જે પોતાની જાત મહેનતે આજે USA ની સૌથી મોટી ફર્નિચર કંપની બનાવનાર માલિક છે. જો તમ એ સફળતાના રાજ વિશે જાણવા માંગો છો, તો આ લેખને એકવાર જરૂરથી વાંચો. કેમ કે આ લેખ દ્વારા તમને સફળતા અવશ્ય મળશે.

આ વાત છે 1983 ની, જ્યારે warren buffet એ USA ની ફર્નિચર કંપની Nebraska furniture mart સાથે પાર્ટનરશીપ શરૂ કરી. અહીં વિચાર આવે કે warren buffet જેવા એક સક્સેસફૂલ વ્યક્તિ કે જેઓ બેંક of અમેરિકા, એપલ, કોકા-કોલા જેવી કંપનીમાં પોતાનું ઇન્વેસ્ટ કરતી હોય તેને વળી એક ફર્નિચર કંપની સાથે પાર્ટનરશીપ કરવાની શું જરૂર પડે. તો અમે તમને જણાવી દઈએ કે warren buffet દર વર્ષે થોડા વિદ્યાર્થીને nebraska furniture mart એ જોવા માટે લાવે છે કે જો તમારો દ્રઢ નિશ્ચય હોય, મજબુત આત્મબળ હોય તો તમે દુનિયામાં ગમે તે હાસિલ કરી શકો છો. nebraska furniture mart માં માલિક rose blumkin warren buffet ના ગમતા લોકોમાંથી એક છે. તેઓ 1983 ના એન્યુઅલ રીપોર્ટમાં આ ગ્રેટ સ્ત્રી rose ની કહાની સંભળાવે છે. આ કહાનીની શરૂઆત કંઈક આ રીતે થાય છે. WW1 ની શરૂઆતમાં તેમના પતિ રશિયાથી બહાર નીકળી ચુક્યા હતા. જ્યારે ત્રણ વર્ષથી તેની પત્ની rose નો વારો હતો રશિયાથી બહાર નીકળવાનો. આ વિશે તે જણાવે છે કે અમારી પાસે એટલા જ પૈસા હતા કે એક વ્યક્તિ જ રશિયાથી બહાર નીકળી શકે. આથી અમે એક એક કરીને રશિયાથી બહાર નીકળ્યા. rose એ બોર્ડર પર સ્થિત આર્મીના લોકોને કહ્યું કે,  ‘હું બોર્ડર પારથી આર્મીના લોકો માટે થોડા leather લેવા જાવ છુ. હું પાછા આવતા સમયે slivovitz ની બોટલ લેતી આવશે.’ 

rose સાઈબીરીયાથી યાત્રા કરતા તે જાપાન પહોંચી, અને ત્યાંથી એક નાની હોડીમાં 7000 કિમી દુર દરિયાઈ માર્ગે અમેરિકા પહોંચી ગઈ. અહીં USA માં તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેની પાસે ન પૈસા હતા, ન એજ્યુકેશન કે ન તેને ઇંગ્લિશ આવડતું. તેમણે પોતાનું ઇંગ્લિશ 5 વર્ષની પોતાની દીકરી સાથે શીખ્યું. તેની દીકરી તેને સ્કુલમાં જે પણ શીખવાડ્યું હોય તે બધું જ rose ને કહેતી. ત્યાર પછી બંને પતિ અને પત્નીએ મળીને omaha માં એક કપડાની દુકાન શરૂ કરી. કપડાની દુકાન સાથે rose સાથે સિલાઈ કામ પણ કરતી હતી. 

આ ઉપરાંત rose એ આમ 50-50 ડોલર ભેગા કરીને પોતાના 7 ભાઈ બહેનોને અમેરિકા બોલાવી લીધા. ધીમે ધીમે તેઓનું કામ ચાલી જ રહ્યું હતું, પણ તે દરમિયાન જ USA માં કપડાનું કામ ધીમું પડી ગયું. પરિણામે તેની અસર rose ના કપડાના કામ પર પડી. આ સિવાય rose કહે છે કે, હું હંમેશાથી ફર્નિચરની શોપ શરૂ કરવા માંગતી હતી. અમે તે સમયે 500 ડોલર ભેગા કરી લીધા હતા. હાલ rose ને મીસીસ B તરીકે ઓળખે છે. warren buffet એ rose નું 80% જેટલો બિઝનેસ ખરીદી લીધો. જ્યારે warren buffet ને કોઈ પૂછે છે કે, તમે ફર્નિચરનો બિઝનેસ શા માટે ખરીદ્યો ત્યારે તેઓ જણાવે છે કે, કોઈ પણ કંપનીની મુલ્યતા કરતા પહેલા હું એક સવાલ પૂછું છું કે, શું હું આ કંપની સાથે મુકાબલો કરવાનું પસંદ કરીશ. આ ઉપરાંત તેઓ જણાવે છે કે, હું ભાલુઓ સાથે લડી લઈશ પણ મીસીસ B અને તેના પુત્રો સાથે પંગા નહિ લઉં. આ સિવાય rose જણાવે છે કે, જ્યારે તમે ગરીબ હો છો, ત્યારે કોઈ તમારી મદદ નથી કરતુ તેમજ કોઈ ઉધાર પણ નથી આપતું. શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓ આવી. પોતાની સફળતા માટે પહેલા મે મારા ઘરનો સામાન પણ વહેંચી દીધો હતો. 

આમ જેમ જેમ તેની સમજ અને અનુભવ વધતો ગયો તેમ તેમ સારો અને સસ્તો સામાન વેચવાનું શરૂ કરી દીધું. તેના કારણે ઘણા મોટા ફર્નિચર વેચતા લોકોને ઘણી તકલીફ પડી. તેથી rose પર કેસ કરવામાં આવ્યો. rose જણાવે છે કે મે કોઈ વકીલ રાખ્યો ન હતો, હું બધો સામાન છે તેની રસીદ લઈને જજ પાસે પહોંચી ગઈ. હું મારો બધો ખર્ચો બચાવી ને 10% પ્રોફિટ પર સામાન વહેચું છું. આ સાંભળીને જજ પણ હેરાન થઈ ગયા અને કેસ પણ બંધ કરી દેવામાં આવ્યો. આ સિવાય જજ ખુદ 1400 ડોલરમાં તેની પાસેથી ફર્નિચરનો સામાન ખરીદી લીધો. આમ કેસ બંધ થઈ ગયો પણ rose અહીં રોકાઈ નહિ પણ તેણે આ કેસને જ એડવટાઇજ કરી. આમ તે ખુબ જ હોશિયાર હતી. ધીમે ધીમે બિઝનેસમાં તેનો અનુભવ વધી રહ્યો હતો. rose કહે છે કે કોઈ પણ વ્યક્તિ જન્મથી હિંમત કે વિશ્વાસ લઈને નથી આવતું, પરંતુ અનુભવથી તેનામાં આત્મ વિશ્વાસ, હિંમત આવે છે. આ જ કારણ છે કે, જે nebraska furniture આજે USA માં સૌથી મોટો બીઝનેસ કરે છે. આ mart ની પાર્કિંગ જ 25 acre ની છે. એટલે કે 20 જેટલા ફૂટબોલ મેદાન જેટલી તેની પાર્કિગ છે. શું આ બધી મીસીસ B એ એક જ દિવસમા ઉભું કર્યું હશે. આજે મીસીસ B 102 વર્ષની ઉંમરે પણ અઠવાડિયાના 7 દિવસ અને 70 કલાક કામ કરે છે. 

મિત્રો તો શું તમે એમ માનો છો કે બિઝનેસ કરવો એ કોઈ કામ છે ? તો તેનો જવાબ છે નાં, પણ જો તમે કોઈ પણ કામને પોતાનો શોખ બનાવો છો તો તે કામ પછી કામ નથી રહેતું પણ શોખ બની જાય છે, પરિણામે સૌથી સારું અને સરળ રીતે કરવાનો અનુભવ આવે છે. 

Leave a Comment