રજનીકાંતથી કંઈ કમ નથી તેનો જમાઈ | 16 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા આજે છે આટલી સંપત્તિના માલિક…

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતના 70 વર્ષના થઈ ચુક્યા છે. 12 ડિસેમ્બર 1950 માં બેંગ્લોરમાં તેમનો જન્મ થયો હતો. તેમજ તેને પહેલો બ્રેક 1975 માં 25 વર્ષની ઉંમરમાં મળ્યો હતો. આ તમિલ મુવી ‘અપૂર્વ રાગાગલ’ હતી, જેમાં કમલ હસન લીડ રોલમાં હતા. ડાયરેક્ટર કે. બાલચંદરની આ ફિલ્મમાં રજનીકાંતે માત્ર 15 મિનીટનો રોલ કર્યો હતો. જેને કોઈએ પણ નોટિસ પણ ન કર્યો હતો. તે સમયે કોઈએ પણ એવું વિચાર્યું ન હતું કે આ સિમ્પલ માણસ એક દિવસ સુપરસ્ટાર બની જશે. જો કે રજનીકાંત વિશે લોકો ઘણું બધું જાણે છે. પણ તેની ફેમિલી વિશે લોકોને બહુ ઓછી ખબર હશે. આ લેખમાં અમે તમને રજનીકાંતના મોટા જમાઈ ધનુષ વિશે જણાવીશું.

રજનીકાંતના મોટા જમાઈ છે ધનુષ : રજનીકાંતની બે દીકરીઓ છે. મોટીનું નામ એશ્વર્યા અને નાની દીકરીનું નામ સૌંદર્ય છે. રજનીકાંતની મોટી દીકરી એશ્વર્યાના લગ્ન સાઉથના એક્ટર ધનુષ સાથે થયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર 28 જુલાઈ 1983 માં થેની, તમિલનાડુમાં ધનુષનો જન્મ થયો હતો. તે લગભગ 72 કરોડની સંપત્તિના માલિક છે.એક્ટિંગ નથી પણ આ ફિલ્ડમાં જવા ઈચ્છતા હતા ધનુષ : ધનુષ એ ક્યારેય પણ એક્ટર બનવાનું વિચાર્યું ન હતું. તે શેફ બનવા માંગતા હતા. તેણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે શેફ બનવા માટે તેણે હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કરવાનું વિચાર્યું હતું. પણ તેના ભાઈએ તેને એક્ટિંગ ફિલ્ડમાં કેરિયર બનાવવાનું કહ્યું હતું. ભાઈની વાત માનીને તે ફિલ્મોમાં આવ્યા.

ધનુષનું અસલી નામ વેંકટેશ પ્રભુ કસ્તુરી રાજ : રજનીકાંતના જમાઈ ધનુષનું આ નામ કેવી રીતે પડ્યું તેની પાછળ એક કહાની છે. 16 વર્ષની આયુષમાં તેણે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેણે પોતાનું નામ બદલવાનું વિચાર્યું. 1995 માં આવેલી ફિલ્મ ‘કુરુદીપુન્નલ’ માં ધનુષ નામનું એક મિશન હોય છે. તેનાથી પ્રભાવિત થઈને વેંકટેશ પ્રભુ એ પોતાનું નામ ધનુષ રાખી લીધું.બે બાળકોના પિતા છે ધનુષ : 10 ધોરણ પાસ ધનુષ 23 વર્ષની ઉંમરે પોતાનાથી બે વર્ષ મોટી રજનીકાંતની મોટી દીકરી એશ્વર્યા સાથે લગ્ન કરી લીધા. બંને પહેલી વખત 2003 માં Kadhal Kondaen ફિલ્મમાં શુટિંગ દરમિયાન મળ્યા હતા. 2004 માં બંનેએ લગ્ન કરી લીધા. ધનુષ ભગવાન શિવના ભક્ત છે. તેણે બંને બાળકોના નામ યત્ર અને લિંગા રાખ્યું છે.

કોલાવેરી-ડી ગીતથી થયા હતા મશહૂર : ધનુષને સૌથી મોટી સફળતા કોલાવેરી-ડી,,,’ ગીતથી મળી હતી. બહુ ઓછા લોકો જાણે છે કે, ધનુષ આ ગીતના બોલ માત્ર 5 મિનીટમાં લખ્યા હતા. ગીતનું રફ વર્ઝન 35 મિનીટમાં શૂટ થયું હતું.કારના શોખીન છે ધનુષ : ધનુષને લક્ઝરી કારનો શોખ છે. તેની પાસે Audi A8, Bentley Continental Flying Spur, Jaguar XE, Rolls-Royce Ghost Series II જેવી લક્ઝરી કારો છે.

એક ફિલ્મના એટલા પૈસા લે છે ધનુષ : ધનુષ પાસે પમ્મલ, ચેન્નાઈમાં આલીશાન બંગલા છે. આ બંગલાની કિંમત લગભગ 18 કરોડ રૂપિયા છે. આ ઘર તેણે 2013 માં ખરીદ્યું હતું. આ સિવાય તેની પાસે એક ગેસ્ટ હાઉસ છે. ધનુષ એક ફિલ્મ માટે 7 થી 10 કરોડ રૂપિયાનું ચાર્જ લે છે. આ સિવાય તે અન્ય એન્ડોર્સમેન્ટથી પણ કમાઈ કરે છે. તે પેટા થી પણ જોડાયેલ છે.આ ફિલ્મો કામ કરી ચૂક્યા છે ધનુષ : ધનુષ એ ‘તીરુડા તીરુડા (2003)’, ‘ડ્રીમ્સ (2004)’, ‘પુધુપેત્તાઈ (2006)’, ‘પોલ્લાધવન (2007)’, ‘પદીક્કાદવન (2009)’, ‘સીડન (2011)’, ‘એથીર નીચલ (2013)’, ‘રાંઝણા (2013)’, ‘મારી (2015)’, ‘વીઆઈપી-2 (2017)’, જેવી પ્રમુખ ફિલ્મોમાં કામ કર્યું છે.

આવી જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment