પેસોટી ખસી જવાના કારણો અને તેને ઘર પર ઠીક કરવાના અસરકાર ઉપાયો.. ખસેલી પૅસોટી ઓળખવાની રીત

ઘણીવાર બાળપણમાં રમતા સમયે અથવા તો કોઈ ભારે સામાન ઉપાડવા સમયે પેટમાં દુઃખાવો થઈ જતો અને નાભી ખસી જતી. ટૂંકમાં નાભી ખસી જવાને સામાન્ય રીતે આપણે ત્યાં પેચોટી ખસી ગઈ એવું કહેવામાં આવે છે. જેના કારણે શરીરને ઘણી મુશ્કેલી થાય છે.

આ એક એવી પરેશાની છે જેના કારણે પેટમાં દુઃખાવો થાય છે. ઘણી વખત તો રોગીને પોતાને નથી સમજાતું કે અચાનક પેટમાં દુઃખાવો કેમ થઈ રહ્યો છે અને ડોક્ટર્સ પણ રોગીનું ચેકઅપ કરે તો પણ તેનો ઈલાજ નથી થતો. જો કે આ પરેશાની કોઈ પણને થઈ શકે છે, પણ સામાન્ય રીતે નાભી ખસવાની પરેશાની મોટાભાગે મહિલાઓમાં સૌથી વધુ જોવા મળે છે. ચાલો તો જાણી લઈએ ક્યાં કારણે નાભી ખસે છે ?નાભી ખસવાના કારણ : રમતા રમતા, પણ તમારી અચાનક નાભી ખસી જાય છે. અસાવધાની સાથે આડા અવળા વાંકા વળવાથી, બંને હાથથી અથવા એક હાથે વજન વાળી વસ્તુ ઉચકવાથી, ઝડપથી દાદરો ચડવાથી, અથવા સડક પર ચાલતા હો ત્યારે ખાડામાં પગ પડવાથી અથવા અન્ય કારણથી એક પગ પર વધુ વજન પડવાથી અથવા ઝટકો લાગવાથી પણ નાભી ખસી શકે છે. ઘણી વખત કંઈક અખાદ્ય ખોરાક ખાવાથી પણ આ સમસ્યા થઈ શકે છે.

શું થાય છે જ્યારે નાભી ખસી જાય છે ? : પેટમાં નાભી ખસવાથી પેટમાં ખુબ તીવ્ર દુઃખાવો અને દસ્તની સમસ્યા થઈ જાય છે. નાભી ખસવાથી રોગીને અપચો અથવા કબજિયાતની સમસ્યા થઈ શકે છે. દુઃખાવાના કારણે પેટમાં ખુબ જ જોરથી મરોડ આવે છે.આવી ભૂલ ન કરો : ઘરમાં વડીલો નાભી ખસવા વિશે ખુબ ઊંડું જ્ઞાન હોય છે. આથી તેઓ પોતાના અનુભવથી નાભી યોગ્ય જગ્યાએ લાવવામાં પારંગત હોય છે. નાભી જો યોગ્ય જગ્યા પર ન આવે અને તેના બદલે બીજા કોઈ સ્થાને ચાલી ગઈ તો સમસ્યા વિકટ થઈ શકે છે. ઉપરની બાજુ ખસવાથી શ્વાસની તકલીફ થઈ શકે છે અને લીવર બાજુ જવાથી તે ખરાબ થઈ શકે છે. જો નાભી પેટના બરાબર મધ્ય ભાગમાં આવી જાય તો વજન વધી શકે છે. આથી આજુબાજુ કોઈ અનુભવીની મદદથી ફરી નાભી પોતાના સ્થાને લાવી શકાય છે.

આ રીતે જાણો નાભી ખસી ગઈ છે કે નહિ ? : પેટના દુઃખાવા દરમિયાન નાભી ખસી ગઈ છે તેને કેમ જાણી શકાય ? સૌથી સરળ રીતે છે સુઈને નાભિને દબાવીને તપાસ કરો. રોગીને સુવા દો, તેની નાભિને હાથની ચારેય આંગળીઓ દ્વારા દબાવો. જો નાભી બરાબર નીચે કોઈ ધડકન મહેસુસ થાય તેની મતલબ છે કે નાભી પોતાના સ્થાને જ છે. પણ આ ધડકન નીચે ન હોય અને આજુબાજુ મહેસુસ થાય તો સમજી લો કે નાભી પોતાની જગ્યાએ નથી. તો ચાલો જાણીએ હવે તેના ઘરેલું ઉપાય.

ગોળ અને વરિયાળી : 10 ગ્રામ વરીયાળીને પીસીને તેમાં 50 ગ્રામ ગોળ મિક્સ કરીને સવારે ખાલી પેટે ખાવ. 2-3 દિવસ તેનું સેવન કરવાથી નાભી પોતાના સ્થાને આવી જશે.

સરસવનું તેલ : 3 થી 4 દિવસ સતત સવારે ખાલી પેટ સરસવના તેલના થોડા ટીપા નાભિમાં નાખો. તેનાથી નાભી ધીમે ધીમે પોતાની જગ્યાએ આવવા લાગશે.

સુકાયેલા આંબળા અને લીંબુ : સુકવેલા આંબળાને પીસીને તેમાં લીંબુનો રસ મિક્સ કરીને નાભિની ચારે બાજુ બાંધીને રોગીને 2 કલાક જમીન પર સુવા દો. દિવસમાં 2 વખત આ પ્રયોગ કરવાથી નાભી પોતાની જગ્યાએ આવી જશે.

મીઠું અને ગોળ : મીઠું અને ગોળને એક સાથે મિક્સ કરીને ખાવાથી પણ નાભી પોતાના સ્થાને આવી જાય છે.

મગની ખીચડી :  નાભી ખસી ગઈ છે તો માત્ર મગની ખીચડી ખાવી જોઈએ. કારણ કે નાભી ખસવા પર વધુ ભારે વસ્તુ ખાવી ન જોઈએ. તેનાથી પેટ પર ઓછો વજન આવે છે.આ વસ્તુઓથી સાવધાની રાખવી : જ્યાં સુધી નાભી પોતાના સ્થાને આવી ન જાય ત્યાં સુધી થોડી બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. નાભી ખસવા દરમિયાન કોઈ પણ પ્રકારની કસરત ન કરો. ભારે વજન ન ઉપાડો, વધુ પડતું કામ ન કરો, થોડું નવશેકું પાણી પીવું. હળવું ખાવું. મસાલેદાર વસ્તુઓ ન ખાવી. ઢીલા કપડા પહેરો. તેમજ મળ કે મૂત્રને રોકશો નહિ.

તમારી પાસે કોઈ ઉપાય હોય તો કોમેન્ટ કરી અવશ્ય જણાવો, આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

1 thought on “પેસોટી ખસી જવાના કારણો અને તેને ઘર પર ઠીક કરવાના અસરકાર ઉપાયો.. ખસેલી પૅસોટી ઓળખવાની રીત”

  1. એકદમ સરળ ઉપાય નાભી ખસી જાય ત્યારે આપણે નાભી પર ચારેય આંગળી ઓ મુકીને દબાવવી અને અનુભવ કરવું કે નાભી કઈ સાઈડ ખસેલી છે. દાત…. જો જમણી બાજુ હોય તો જમણા પગનાં અંગુઠા ને રસી વડે બાઘવુ અને બે પાંચ મિનિટ પછી છોડી દેવુ નાભી પોતાની જગ્યાએ આવી જાય છે.

    Reply

Leave a Comment