સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પર બોલી કંગના રનૌત, બબીતા ફોગટે કરણ જોહરને ઉતારી પાડ્યો.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુથી બોલીવુડ સ્ટાર્સથી લઈને તેના ફેન્સ સુધી બધા લોકો ઊંડા સદમામાં છે. તમને જણાવી દઈએ કે સુશાંત સિંહના અંતિમ સંસ્કાર મુંબઈના વિલે પાર્લે સ્થિત સ્મશાન ઘાટમાં થઈ ચુક્યા છે. સુશાંત સિંહના મૃત્યુ બાદ બોલીવુડ અને મીડિયામાં નેપોટીઝમ એટલે કે બોલીવુડના સગાવાદનો મુદ્દો ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. તે દરમિયાન એક્ટ્રેસ કંગના રનૌતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લઈને ખુબ જ મોટું બયાન આપ્યું હતું. તેને લઈને ઘણી વાસ્તવિકતા સામે આવી હતી. જેણે બોલીવુડનો પડદો ખોલી નાખ્યો છે.

તો કંગના રનૌતના સપોર્ટમાં આપણા દેશના દિગ્ગજ રેસલર બબીતા ફોગટ બોલ્યા હતા. કંગના રનૌતને સપોર્ટ કરતા બબીતા ફોગટે ટ્વિટ કરીને લખ્યું હતું કે, ‘કંગના રનૌત બહેનની વાત મને કાફી હદ સુધી સાચી લાગે છે. જે લોકો નાના શહેરોમાંથી આવે છે તે લોકોની સાથે બોલીવુડમાં આ રીતે ભેદભાવ થાય છે, તે ન થવો જોઈએ. ફિલ્મ ઇન્ડસ્ટ્રી કોઈના પિતાની નથી. ભાઈ, ભત્રીજા વાદ બોલીવુડની સૌથી મોટી બીમારી છે, અને તેને મેં ખુબ જ નજીકથી જોઈ પણ છે.’

બબીતાએ તેના બીજા ટ્વિટમાં લખ્યું કે, ‘હવે સમય આવી ગયો છે કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પસંદગીના પરિવારોની ગિરફ્તમાંથી બહાર કરવામાં આવે. બધા દેશ વાસીઓએ એક થઈને ભાઈ ભત્રીજા વાદ કરવા વાળની ફિલ્મો જોવાનું બંધ કરી દેવું જોઈ. કેમ કે બાકી નક્કી નહિ કેટલા નાના શહેરો વાળા કલાકારોએ જીવ આપીને કિંમત ચૂકવવી પડે.’

પરંતુ તમને જણાવી દઈએ કે બબીતા ફોગટ ત્યાં સુધી જ ન અટકી, તેને કરણ જોહર વિશે આગળ લખ્યું કે, ‘કરણ જોહર કોણ છે ? શું ગંદકી ફેલાવી રાખીને તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. તેના પિતાની છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી, તેને જડબાતોડ જવાબ શા માટે નથી આપતા. એક અમારી સિંહણ જેવી બહેન કંગના રનૌત છે જે તેનો જવાબ આપી શકે છે. આ ગેંગની બધી જ ફિલ્મોને બોયકોટ કરો.’

મિત્રો તમને જાણ પરંતુ તેમ છતાં જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને લઈને કંગના રનૌતેએક વિડીયો શેર કર્યો અહ્તો. જેમાં કંગનાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોને નિશાન બનાવતા કહ્યું કે કે આ કોઈ સુસાઇડ નહિ, પરંતુ એક પ્લાન કરવામાં આવેલ મર્ડર હતું.

Leave a Comment