એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ  સુશાંતસિંહ રાજપૂતના સુસાઈડ વિશે સાંભળ્યું ત્યારે આવું બોલી…

મિત્રો, આજકાલ જોઈએ તો બોલીવુડ ઘણું શોકના માહોલમાં છે. કારણ કે છેલ્લા 2-3 મહિનામાં ઘણા સ્ટાર, એક્ટર આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા છે. પરંતુ જ્યારે કોઈ નાની ઉંમરે એક એક્ટર દુનિયા છોડીને ચાલ્યો જાય ત્યારે નવાઈ લાગે છે. એક એવો સ્ટાર કે જેણે હીટ ફિલ્મો આપી છે અને બોલીવુડમાં પોતાની જાત મહેનતે આગળ આવ્યો છે. એક નાના પડદાનો એક્ટર જ્યારે મોટા પદડા પર પોતાનું સ્થાન જમાંવેને ત્યારે તેને ઘણા ઉતાર-ચડાવ જોવા પડે છે.

મિત્રો અમે વાત કરી રહ્યા છીએ સુશાંત સિંહ રાજપૂતની. જે એક નાના પડદામાં ‘પવિત્ર રિશ્તા’થી ઘર ઘરમાં જાણીતો બન્યો હતો અને જે બોલીવુડમાં હીટ ફિલ્મો આપી પોતાનું નામ અમર કરી ગયો છે.

ફિલ્મ દુનિયા અને સુશાંત સિંહ રાજપૂતને ચાહવા વાળા લોકો માટે એ દિવસ ખુબ જ ભયાનક સપના સમાન સાબિત થયો છે. જ્યારે બપોરેના સમયે એવી ખબર આવી કે સુશાંત સિંહ રાજપૂત નથી રહ્યો, ત્યારથી જાણે બધા લોકો શોકમાં હતા. સુશાંત સિંહે પોતાના ઘરે જ ગળાફાંસો ખાધો, એવા સમાચાર સાંભળીને જ બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેવી જ રીતે તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે પણ આ સમાચાર સાંભળી આશ્ચર્ય પામી ગઈ હતી.

જ્યારે આવી રીતે અચાનક આવેલી સુશાંતસિંહ રાજપૂતના સુસાઈડના ન્યુઝના રીએક્શન માટે કોઈ ટીવી ચેનલે તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેનો સંપર્ક કર્યો અને તેને જ્યારે એમ કહેવામાં આવ્યું કે સુશાંત સિંહ રાજપૂતે સુસાઈડ કરી લીધી છે. તો તે સમયે માત્ર તે એટલું જ કહી શકી કે, ‘ક્યાં?’ અને આમ કહી તેણે ફોન મૂકી દીધો. આમ અચાનક આવેલા ન્યુઝ પર વિશ્વાસ કરવો કોઈ પણ માણસ માટે સંભવ નથી.

આ સિવાય તમને જણાવી દઈએ કે, ટીવી સીરીયલ ‘પવિત્ર રિશ્તા’ માં સુશાંતે અને અંકિતા એ સાથે કામ કર્યું છે. અને બંને તેમાં લીડ રોલ કરી રહ્યા હતા. અહીંથી જ બંને વચ્ચે સંબંધ આગળ વધ્યો હતો અને બને એકબીજાને ડેટ કરી રહ્યા હતા. પરંતુ જ્યારે સુશાંત સિંહએ પોતાનું ફિલ્મ કરિયર શરૂ કર્યું ત્યારથી બંને એકબીજાથી દુર થઈ ગયા હતા. આમ બંનેના અલગ થવાના સમાચાર બહાર આવ્યા હતા.

આ ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે, આ સીરીયલથી બંનેની જોડી ખુબ જામી હતી અને ટીવી સીરીયલોમાં તેમની જોડી ખુબ જ શાનદાર અને હીટ રહી છે. સીરીયલમાં બંનેની કેમેસ્ટ્રી ખુબ જ ઉલ્લેખનીય રહી હતી. દર્શકોને તેમની જોડી ખુબ ગમતી હતી. આ સિવાય એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે સુશાંત સિંહએ સુસાઈડ કર્યું ત્યારે આગલા દિવસે તેના ઘરે તેના થોડા મિત્રો પણ હાજર હતા. આમ રાતે સુશાંત સિંહ સુવા માટે રૂમ ગયો. સવારે તેના ન ઉઠવાથી બધા હેરાન હતા. તેનો દરવાજો ખખડવામાં આવ્યો પરંતુ તેણે બારણું ન ખોલ્યું. આમ ઘણા સમય સુધી દરવાજો ન ખોલતા બધાને  શંકા થઈ.

ત્યાર બાદ તેનો દરવાજો તોડવામાં આવ્યો અને જ્યારે અંદર રૂમમાં ગયા તો પંખા પર તેનું લાશ લટકતી હતી. આટલું બની ગયા પછી ન્યુઝ આવ્યા કે સુશાંત સિંહે આત્મહત્યા કરી લીધી છે.

આવી રીતે પોતાના એક્સ બોયફ્રેન્ડના સુસાઈડના સમાચાર સાંભળીને તેની એક્સ ગર્લફ્રેન્ડ એટલું જ બોલી શકી કે ‘what ?’ મિત્રો, સુશાંતસિંહના કોઈ પણ ફ્રેન્ડસ માટે હાલ આ ન્યુઝ સ્વીકારવા જ મુશ્કેલ છે કે બોલીવુડનો એક ઉભરતો સિતારો હવે ચમકી નહિ શકે.

Leave a Comment