મિત્રો આપણે બધા જાણીએ છીએ કે હાલ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવનો માહોલ છે. જે વર્લ્ડ વોરની સમસ્યા ઉભી કરી શકે છે. આ બંને દેશો વચ્ચે જો યુદ્ધ થાય તો લગભગ આખી દુનિયાને મુશ્કેલી ઉભી થઇ છે. કેમ કે અમેરિકા અને ઈરાન વચ્ચેના ટકરાવથી લગભગ દરેક દેશોની ઊંઘ ઉડી ગઈ છે. પરંતુ તમને જણાવી દઈએ કે દુનિયાના દરેક દેશની સાથે ભારત માટે પણ આ એક મુશ્કેલી વાળી સમસ્યા છે. કેમ કે ભારતની પણ ઊંઘ હરામ થઇ ગઈ છે.
આ બંને દેશો વચ્ચેના તણાવમાં ભારત માટે મુશ્કેલી વધી જશે. કેમ કે આ બંને દેશો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબંધો ખુબ જ સારા છે. જો આ દેશો વચ્ચે લડાઈ થશે તો સૌથી પહેલા તો ક્રુડ અને ઓઈલના ભાવના વધારો થશે. જેના કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો આવી જશે. હાલમાં જ 80 રૂપિયા પેટ્રોલ ભાવ છે. પરંતુ આ યુદ્ધ થાય તો તેમાં પણ વધારો આવી શકે.
આ બંને દેશો વચ્ચેનો ટકરાવ ભારત માટે એક મૂંઝવણભરી સ્થિતિ બની ગયો છે. કેમ કે ઈરાન સાથે પણ ભારતના સંબંધો સારા છે અને અમેરિકા સાથે પણ ભારતના સંબંધો ખુબ જ સારા છે. ભારત પર એક પ્રકારનું ધર્મસંકટ છે એવું કહી શકાય.
હાલ લગભગ ભારતના એક કરોડ લોકો રોજગાર માટે ખાડીના દેશોમાં રહે છે. જેની સુરક્ષા કરવી તે ભારતની ફરજ બની જાય છે અને તેની સુરક્ષા માટેની ચિંતા પણ ભારત દેશે કરવી પડે. જ્યારે 1991 માં ગલ્ફવોર થયો ત્યારે કુવૈત સહીત અન્ય દેશોમાંથી પણ ભારતીય મૂળ લોકોને ભારત પાછા લાવવા પડ્યા હતા. જે કામ ખુબ જ મુશ્કેલી વાળું રહ્યું હતું.
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધનો માહોલ બની રહ્યો છે, તો તેના કારણે શેર બજારમાં પણ મંદીનો માહોલ સર્જાય રહ્યો છે. પરંતુ હાલ સોનામાં તેજી જોવા મળે છે. કેમ કે હાલ એક તોલા સોનાનો ભાવ 41000 રૂપિયાને આંબી ગયો છે. આજકાલ સોનું માર્કેટમાં ખુબ જ તેજીથી આગળ વધી રહ્યું છે.
વેપારની દ્રષ્ટ્રીએ પણ ભારત માટે સંકટ જણાઈ રહ્યું છે, કેમ કે હાલ ઈરાનમાં ચાબહાર પોર્ટ બનાવવામાં આવી રહ્યું છે, જેને ભારતના સહયોગથી બનાવવામાં આવે છે. તો બીજી બાજુ બાસમતી ચોખા અને ચા ઈરાનમાં નિકાસ થઇ રહ્યો છે. તેના પર પણ આ તણાવની અસર થઇ રહી છે. માટે આ બંને વચ્ચે જો યુદ્ધ થાય તો ભારતે ખુબ જ મુશ્કેલીનો કરવો પડે.