આ રાશિના જાતકો હોય છે બીરબલની બુદ્ધિ કરતા પણ વધારે ચતુર… કોઈ પણ મુશ્કેલીમાં શોધી લે છે પોતાનો રસ્તો…
મિત્રો લગભગ બધા લોકોએ અકબર બીરબલની વાર્તાઓ તો સાંભળી જ હશે. પરંતુ તેમના જીવન અને બીરબલની ચતુરાઈ પર ઘણા કાર્ટુન અને પુસ્તકોમાં બનાવાયેલી છે. અકબરના દરબારમાં જ્યારે પણ કોઈ સમસ્યા આવતી ત્યારે તે સમસ્યાનો ઉકેલ લાવવા માટે અકબર બીરબલની બુદ્ધિનો જ સહારો લેતો. બીરબલ ખુબ જ ચતુર અને બુદ્ધિશાળી હતો. તે દરેક સમસ્યાને પોતાના અંદાજથી દુર કરતો હતો. કહેવાય છે કે બીરબલ જેવો મગજ ઘણા ઓછા લોકોમાં જોવા મળે છે.
પરંતુ એવું પણ નથી કે આજના સમયમાં બીરબલ જેવી બુદ્ધિ કોઈ પણ વ્યક્તિમાં નથી. મિત્રો આજના સમયમાં પણ અમુક લોકોમાં બીરબલ જેવી ચતુરાઈ હોય છે. એ વાત અલગ છે કે તેમનો સમસ્યાઓ ઉકેલવાનો અંદાજ થોડો અલગ હોય છે. આજે અમે એવી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેનું મગજ સમસ્યાઓનું નિવારણ લાવવા માટે બીરબલની જેમ તેજ ચાલે છે. શાસ્ત્રો અનુસાર તેમના ગ્રહો અને નક્ષત્રોના પ્રભાવના કારણે તેઓ અન્ય લોકોની તુલનાએ વધારે ચતુર સાબિત થતા હોય છે. તો ચાલો જાણીએ તે રાશિઓ કંઈ કંઈ છે.
સૌથી પહેલા છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો મહેનત કરતા વધારે બુદ્ધિથી કામ લેવાનું પસંદ કરતા હોય છે. આ રાશિના જાતકોનું માનવું હોય છે કે જો કોઈ કામ મગજ ચલાવીને ઝડપથી અને ઓછી મહેનતે થતું હોય તો તેમાં વધારે મહેનત કરવાની જરૂર નથી. આ જ કારણ છે કે મેષ રાશિના લોકો કોઈ પણ કામ માટે શોર્ટ કટ શોધતા હોય છે અને તેમની આ બાબત તેમના મગજને વધારે તેજ બનાવે છે. આ રાશિના જાતકોના જીવનમાં જો કોઈ સમસ્યા આવી પણ જાય તો તેઓ તેનો એવો ઉકેલ શોધે છે કે તેમની આસપાસ રહેતા લોકો પણ તે જાણીને દંગ રહી જતા હોય છે.
બીજી રાશિ જે બીરબલ જેટલી ચતુર હોય છે તે છે કર્ક. કર્ક રાશિના જાતકો ખુબ જ સારા લર્નર હોય છે એટલે કે તેઓ કોઈ પણ વસ્તુને ઝડપથી શીખવામાં માહિર હોય છે. આ રાશિના જાતકોનો મગજ હંમેશા નવી નવી વસ્તુઓને જાણવા અને સમજવામાં વ્યસ્ત રહેતો હોય છે. તેથી જ આ લોકોના જીવનમાં જો કોઈ સમસ્યા આવે તો તેનો ઉકેલ ઝડપથી શોધી લેતા હોય છે. કર્ક રાશિના જાતકો પોતાની જિંદગીમાં ખુબ જ સમજી વિચારીને આગળ વધતા હોય છે. આ રાશિના જાતકો આવનારી સમસ્યાઓ માટે તૈયાર રહેતા હોય છે. જેથી તે હંમેશા પોતાના મગજને વધારેને વધારે સક્ષમ બનાવવામાં લાગ્યા રહે છે.
ત્યાર બાદ છે મીન રાશિ. તમને જણાવી દઈએ કે મીન રાશિના જાતકો ચતુરતાની બાબતમાં સૌથી આગળ હોય છે. તેમનો મગજ સૌથી વધારે એક્ટીવ રહેતો હોય છે. તેઓ મુશ્કેલીઓ આવતા પહેલા જ તેનો ભાસ કરી લેતા હોય છે. જેના કારણે જ્યારે પણ તેમના પર કોઈ મુશ્કેલીઓ આવે તો તેમને ખબર જ હોય છે કે તે મુશ્કેલીનો સામનો કંઈ રીતે કરવાનો છે. આ રાશિના જાતક સામે તેમના દુશ્મનો વધારે સમય સુધી ટકી નથી શકતા. તેમના દુશ્મનોનો ગમે તેટલા તાકાતવાર હોય તો પણ મીન રાશિના જાતકો તેને પોતાની બુદ્ધિમતા અને ચતુરાઈથી હરાવી દેતા હોય છે. આવા લોકો સાથે દુશ્મની કરવી ભારે પડી શકે છે.
તો મિત્રો આ ત્રણ રાશિના જાતકો હોય છે બીરબલ કરતા પણ ચતુર. તમારી રાશિ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google