મિત્રો નિર્ભયા કેસથી લગભગ દેશનો દરેક નાગરિક વાકેફ હશે. કેમ કે લગભગ આખા દેશની જનતા આ કેસને લઈને આક્રોશમાં હતી. પરંતુ હાલમાં જ આ કેસની છેલ્લી સુનાવણી થઇ ગઈ છે. આ કેસમાં ગુનેગાર સામે ડેથ વોરંટ જરી કરવામાં આવ્યું. તો મિત્રો આ ખબર સાંભળીને લગભગ દેશની જનતા ખુશ થઇ છે. પરંતુ ગુનેગારોને ફાંસીની સજા આપવા પર નિર્ભયાની માતાએ જે કહ્યું તે ખુબ જ દંગ રાખી દે તેવું હતું. તો ચાલો જાણીએ આ લેખમાં કે નિર્ભયાની માતાએ શું કહ્યું.
આખો દેશ આ કેસની સુનાવણી માટે ખુશ છે. આ મુદ્દે નિર્ભયાની માતા, જેનું નામ છે આશા દેવી. તો આશા દેવીએ જણાવ્યું હતું કે, ગુનેગારો પોતાના બચાવ માટે 22 જાન્યુઆરી સુધી બની શકે એ પ્રયાસ કરી લેશે. પરંતુ મારો સંઘર્ષ સાત વર્ષથી હતો, જે 21 જાન્યુઆરી સુધી હશે. પરંતુ મારી એક ખાસ ઈચ્છા છે, જે કાનૂની તોર પર કદાચ શક્ય ન બને, પરંતુ હું મારો પ્રયાસ જરૂર કરીશ. કેમ કે મારે મારી દીકરીના ગુનેગારો નજર સમક્ષ ફાંસી પર લટકેલા જોવા છે.તેના માટે હું કોર્ટમાં અને જેલ તંત્રમાં પણ અપીલ કરીશ. પરંતુ નિર્ભયાના ઘરની બહાર, દિલ્લીના દ્વારકા સેક્ટરમાં મંગળવારના દિવસે ખુબ જ અલગ નજરો ઉભો થયો હતો. કેમ કે નિર્ભયાના પરિવારના સભ્યો જ્યારે રાત્રે 9.30 કલાકે ઘરે પરત ફર્યા ત્યારે લોકો નિર્ભયાના ઘરની બાહર 3 કલાકથી રાહ જોતા હતા. પરંતુ પરિવારજનો જેવા ઘરે પહોંચ્યા લોકોએ તેમનું સ્વાગત તાળીઓ વગાડીને કર્યું હતું. ત્યાર બાદ ત્યાં કેન્ડલ માર્ચનું પણ આયોજન થયું હતું. નિર્ભયાના ફ્લેટની બહાર ચાર રસ્તા છે, જેનું નામ ‘નિર્ભયા ચોક’ રાખવામાં આવે તેવી લોકો દ્વારા સરકારને માંગ કરી હતી. આશા દેવીના ઘરની બહાર લગભગ રાત્રે 12 વાગ્યા સુધી લોકોની ભીડ જામેલી હતી.
ત્યાર બાદ નિર્ભયાના પરિવારજનોએ બધા જ લોકોનો ખુબ ખુબ આભાર માન્યો અને પોતાના ઘર તરફ જવા કહ્યું હતું. ત્યાર બાદ ત્યાંથી ભીડ ઓછી થઇ હતી. આશા દેવીએ એ પણ જણાવ્યું કે તેના ઘરની બહાર લોકોએ બેનર લગાવીને તેમાં એવું પણ લખી નાખ્યું કે, નિર્ભયાના ચારેય હેવાન ગુનેગારોને જ્યાં સુધી ફાંસી ન મળે ત્યાં સુધી રોજ 8 વાગ્યે રાત્રે કેન્ડલ માર્ચ કરવામાં આવશે. આશા દેવી જણાવે છે કે, લોકોનો આવો પ્રેમ જોઇને મારી આંખો ભીની થઇ ગઈ. લોકોના મેસેજ સવારથી જ આવવા લાગ્યા હતા અને કોલ્સ પણ આવવા લાગ્યા. જે લોકોએ ન્યાયની લડાઈમાં મારો સાથ અને સહકાર આપ્યો તેમના માટે મારી પાસે કોઈ શબ્દ નથી. ગુનેગારોને સજા આપ્યા બાદ જ મારી ખરી લડાઈ શરૂ થશે. આશા દેવી પોતાના વિશે જણાવતા કહે છે કે, હું એક સામાન્ય ગૃહિણી જ હતી, મારી દુનિયા માત્ર મારા પતિ, પુત્ર અને પુત્રી સુધી જ હતી. મેં ક્યારેય કોર્ટ કે કચેરી જોઈ ન હતી, પરંતુ મેં મારી દીકરીના ઘા જોયા બાદ મારું હૃદય કંપી ઉઠ્યું. મારી દીકરીના આખા શરીર પર હેવાનોના દાંતના નિશાન પડી ગયા હતા. મારી દીકરી જીવન અને મરણ વચ્ચે ઝઝૂમતી હતી, જે દ્રશ્ય જોઇને દુઃખી હોવા છતાં હું મજબુત બની ગઈ. મેં મારી દીકરીને ગુમાવી છે, પરંતુ હવે આવું કોઈ દીકરી સાથે ન થાય તેના માટે મેં નિર્ભયા જ્યોતિ ટ્રસ્ટ ઉભું કર્યું. ઘણી દીકરીની મેં મદદ પણ કરી અને તે મને ‘માં’ કહીને બોલાવે છે. આજ પછીની મારી લડાઈ આખા દેશની દીકરીઓની સુરક્ષા માટે હશે.