મારુતિ સુઝુકીને પછાડીને Hyundai ની આ કાર બની ભારતની સૌથી વધુ વહેંચાતી કાર..

મિત્રો, શું તમે કાર વિશે જાણકારી રાખવાનું પસંદ કરો છો ? આમ જોઈએ તો દરેક વ્યક્તિને કાર લેવી પસંદ હોય છે. આજની નવી પેઢી લગભગ કારની શોખીન હોય છે. કેમ કે દરેક લોકોને આલીશાન અને સુવિધા સભર જીવન પસંદ હોય છે. તો આજે અમે તમને એક કાર વિશે જણાવશું. જેણે ભારતમાં મારુતિ સુઝુકીને ટક્કર આપી છે અને સૌથી વધુ વહેંચાતી કાર બની છે. તો ચાલો જાણીએ કંઈ કંપનીની છે એ કાર અને ક્યાં દેશની છે એ કંપની. જાણવા માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

છેલ્લા બે મહિનાથી સમગ્ર દેશમાં લોકડાઉનના કારણે દરેક વસ્તુના વહેંચાણના પ્રમાણમાં ઘટાડો થયો છે. જેના કારણે દેશમાં બનતી ભારતીય કાર બજારમાં ખુબ ગિરાવટ આવી છે. તેના કારણે એમ કહી શકાય કે, કાર ખરીદી પર નહિ બરાબર ખરીદી થઈ છે. પરંતુ આવા સમયે એવું પણ સામે આવ્યું  છે કે, આ લોકડાઉનમાં ઘણી કાર એવી પણ છે જેની ખરીદી આવા સમયમાં પણ થઈ છે. આ કારને લેવા માટે ગ્રાહકો બિલકુલ પણ અચકાતા નથી.

તો મિત્રો, આજે અમે તમને એવી ટોપ-5 કાર વિશે જણાવશું, જેનું વહેંચાણ આ લોકડાઉનમાં પણ થયું છે. મારુતિ સુઝુકી કાર છેલ્લા ઘણા સમયથી ટોપ સેલિંગમાં ખુબ જ આગળ રહી છે. પરંતુ આ લોકડાઉનમાં મારુતિ સુઝુકીનું નામ જાણે ગાયબ થઈ ગયું છે. જો કે એ વાત અલગ છે કે, આ મે મહિનામાં મારુતિ સુઝુકીની 3 કારો ટોપ સેલિંગમાં રહી છે. તો આજે અમે તમને આ ટોપ-5 કાર વિશે વાત કરીશું.

મે મહિનામાં જો સૌથી વધુ કોઈ કારનું વહેંચાણ થયું હોય તો એ છે Hyundai creta. આ પહેલા માર્ચ મહિનામાં મારુતિ સુઝુકીની કાર ટોચ પર હતી. પરંતુ મે મહિનામાં તે પાછળ રહી છે. જ્યારે creta વિશે વાત કરીએ તો Hyundai એ લોકડાઉનના થોડા દિવસ પહેલા જ પોતાનું નવું મોડેલ બજારમાં લોન્ચ કર્યું હતું. જ્યારે તેની આરંભિક કિંમત 10 લાખ રૂપિયા છે. મે મહિનામાં creta નું વહેંચાણ 3212 યુનિટ થયું હતું.

જ્યારે બીજા નંબર પર મારુતિ સુઝુકીની MPV  કાર છે, જે ખુબ પોપ્યુલર મલ્ટી પરપઝ વ્હીકલ ટોપ-5 માં બીજું સ્થાન ધરાવે છે. જ્યારે મે 2020 માં 2353 યુનિટ આર્ટિગાનું વહેંચાણ થયું છે. મારુતિ આર્ટિગાની શરૂઆતી કિંમત 7.59 લાખ રૂપિયા છે. જ્યારે આર્ટિગા એ પેટ્રોલ અને સીએનજી એમ બંને વર્જનમાં ઉપલબ્ધ છે.

ત્રીજા નંબર પર રહેનાર કાર મારુતિની ડિઝાયર છે. જેનું વહેંચાણ સૌથી વધુ થયું છે. મારુતિ ડિઝાયરનું મે મહિનામાં 2215 યુનિટ વહેંચાણ થયું છે. જ્યારે લોકડાઉનના થોડા દિવસ પહેલા જ મારુતિ ડિઝાયરનું ફેસલીફ્ટ મોડેલ લોન્ચ કરવામાં આવ્યું હતું. પરંતુ તમને જણાવી દઈએ કે આ કારની ડિમાંડ પહેલેથી જોવા મળતી હતી. તેની એક્સ-શો રૂમ કિંમત 5.89 લાખ રૂપિયા છે.

મે મહિનામાં વહેંચાણની બાબતે મહિન્દ્રાની એસયુવી કારનું સ્થાન 4 નંબર પર રહ્યું છે. જ્યારે મે 2020 માં મહિન્દ્રા બોલેરોનું વહેંચાણ 1715 યુનિટ રહ્યું હતું. જ્યારે મહિન્દ્રા એ લોકડાઉન પહેલા જ તેનું ફેસલીફ્ટ મોડેલ લોન્ચ કર્યું હતું. તેની કિંમત 7. 98 લાખ છે.

હવે વાત કરીએ ટોપ-5 માં 5 નંબર પર કઈ કાર આવે છે. તો 5 નંબર પર કાર છે મારુતિ સુઝુકીની ઇકો. આ કાર સીએનજી અને પેટ્રોલ બંને વર્જનમાં આવે છે. મે 2020 માં તેનું વહેંચાણ 1617 યુનિટ રહ્યું હતું. તેની કિંમત 3. 80 લાખ છે.

આમ આ લોકડાઉનમાં પહેલા નંબર પર Hyundai ની creta કાર રહી છે જ્યારે બાકી 3 માં મારુતિ સુઝુકીની કારનો સમાવેશ થાય છે અને મહિન્દ્રા બોલેરોને પોતાનું સ્થાન 4 ક્રમે રાખ્યું હતું.

Leave a Comment