હાલ કોરોના હોવાથી આખી દુનિયામાં અફડાતફડી મચી ગઈ છે. તો તેને લઈને હાલ લોકોમાં પણ ખુબ જ ભય છે. પરંતુ આવી કપરી સ્થિતિમાં લગભગ ઘણી બધી એવી ભયંકર ઘટનાઓ અસમે આવી હતી જે ખુબ જ ભયંકર અને દિલ દહેલાવી નાખે. તો આ સમયમાં ભરૂચમાં એક ખુબ જ ભયંકર ઘટના બની છે. તો આજે એ ઘટના વિશે જણાવશું માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.
મિત્રો ગુજરાતના ભરૂચ જિલ્લામાં આવેલ દહેજ મરીન નામના એક ક્ષેત્રમાં કેમિકલ કંપનીમાં ખુબ જ ભયંકર અને ભીષણ આગ લાગી હતી. જો કે થોડા સમય બાદ ભીષણ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. પરંતુ એ સ્થિતિ ખુબ જ ગંભીર હતી. કેમ કે આગ લાગી તે દરમિયાન 9 લોકોના મૃત્યુ થઈ ગયા છે. તેમજ ભયંકર આગમાં 50 લોકોથી પણ વધારે સળગી ગયા હતા.
તે ઘટનામાં પોલીસ નિરીક્ષક વી. એલ. ગાગિયાએ ગુરુવારના રોજ જણાવ્યું હતું કે, દહેજ GIDC માં આવેલ યશસ્વી રસાયણ પ્રાઈવેટ લિમીટેડમાં રિએક્ટરમાં થયો હતો અને તેને કારણે બુધવારે ખુબ જ ભયંકર આગ લાગી હતી. તે આગની લપેટમાં આવેલ લોકોમાંથી નવ લોકોના મૃત્યુ થયા છે. તેમજ અન્ય 50 લોકો જે સળગી ગયા તેઓને ત્યાંની અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ ઘટનામાં જે લોકોના મૃત્યુ થયા તેમની ઓળખ હજુ સુધી નથી મળી. અગ્નિશામક વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ખુબ જ મહેનત પછી આજે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. પરંતુ હજુ સુધી દમકલ કર્મચારીઓ ધુમાડાના કુલિંગ કરવામાં લાગેલી છે.