આજકાલના જમાનામાં પતિ-પત્ની બંને વર્કિંગ હોય છે અને આ વાત મેટ્રો શહેર ઉપરાંત, હવે તો નાના નાના શહેરોમાં પણ સામાન્ય બની ગઈ છે. પરંતુ ક્યારેક પતિ-પત્ની બંને વર્કીંગ હોય ત્યારે તેમના સંબંધમાં અમુક સમસ્યાઓ એવી પણ આવતી હોય છે કે જેનું સમાધાન કરવું તે ક્યારેક ખુબ જ અઘરું બની જતું હોય છે. કેમ કે બંને ઘર ચલાવવા માટે પૈસા કમાઈ રહ્યા હોય છે. સમાન અધિકાર ધરાવતા હોય છે. ત્યારે બંને વચ્ચે સમસ્યા ઉભી થાય ત્યારે સમાધાન લાવવું થોડું મુશકેલ બની જાય છે.
આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં સામે આવ્યો હતો. જ્યાં પતિ-પત્ની બંને વર્કિંગ હતા, પરંતુ તેમની વચ્ચેના ઝગડા એટલા વધી ગયા કે સંબંધ તૂટવાની કગાર પર આવી ગયો હતો. પતિની એવી ફરિયાદ છે કે પત્ની ઓફીસ જાય છે, અને તેના કારણથી તે તેને ટીફીન પણ નથી બનાવી આપતી અને ઘરના અન્ય કામોમાં પણ તેનું મન નથી લાગતું. એટલું જ નહિ, પરંતુ તેના ઘરે જ્યારે સગા સંબંધી આવે છે ત્યારે ઘણી વખત તેમના માટે પણ હોટલમાંથી જમવાનું મંગાવવું પડે છે. કારણ કે ઓફિસેથી આવ્યા બાદ ઘણી વખત પત્ની જમવાનું બનાવી આપવાની ના પાડી દે છે.તો બીજી બાજુ પત્ની એવી ફરિયાદ કરે છે કે તે ઓફિસની સાથે સાથે ઘરનું પણ કામ કરે છે. પરંતુ ઘણી વખત વર્કલોડ વધારે હોવાના કારણે થાકી પણ જાય છે. જેના કારણે તે સાંજે બહારથી જમવાનું મંગાવવાનું કહે છે. ઘણી વખત એવું પણ બને છે કે કામ ન કરી શકવાના કારણે તેનો પતિ તેની સાથે ઝગડો પણ કરે છે અને તેની અસર તેની વ્યક્તિગત અને વ્યવસાયિક જીવન બંને પર થાય છે. તેથી બંનેએ કાઉન્સેલરની મદદ લીધી.
ત્યાર બાદ આ બંનેનો પ્રશ્ન કાઉન્સેલર સુધી પહોંચ્યો અને તેમણે પતિ અને પત્ની વચ્ચેના ઝગડાનું સમાધાન કંઈક આ રીતે કર્યું હતું. કાઉન્સેલરે પતિ અને પત્ની વચ્ચે કામના ભાગલા પાડીને તેમના ઝગડાને સુલ્જાવ્યો હતો. કાઉન્સેલર રીટાએ પત્નીને જમવાનું બનાવવા માટે મનાવી લીધી, પરંતુ તેમણે પતિ સામે એવી શરત રાખી કે રવિવારે તેની પત્ની જમવાનું નહિ બનાવી આપે. રવિવારે પતિએ પોતે જ જમવાનું બનાવવાનું રહેશે અને જો તે રવિવારે જમવાનું ન બનાવી શકે તો તેણે પત્નીને બહાર જમવા લઇ જવી પડશે. આ ઉપરાંત પતિને પણ એવું કહેવામાં આવ્યું કે તેણે પણ ઘરના કામમાં મદદ કરવાની રહેશે. પત્ની જો જમવાનું બનાવશે તો પતિની પણ જવાબદારી રહેશે કે તે કપડાં પ્રેસ કરે અને ધોઈ નાખે.કેન્દ્રની કાઉન્સેલર રીટાએ જણાવ્યું કે આ બદલાયેલા જમાના સાથે પતિ-પત્ની બંને વર્કિંગ હોય તે સામાન્ય વાત છે. પરંતુ પતિ હોય કે પત્ની બંને પોતાની વ્યસ્તતાના કારણે ઘરના કામોમાં ધ્યાન નથી આપી શકતા અને ત્યારે પતિ-પત્ની વચ્ચે ઝગડા થવા તે સામાન્ય બાબત બની જાય છે. પરંતુ ઘણી વખત ઝગડો એટલો વધી જતો હોય છે કે વાત તલાક સુધી પણ પહોંચી જતી હોય છે. તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં આવા કેસનું પ્રમાણ વધી ગયું છે અને પતિ-પત્ની વચ્ચેના ઝગડાનું કારણ પતિ-પત્નીનો ઈગો હોય છે. એવામાં એક કાઉન્સેલર તરીકે તેમનો એવો પ્રયત્ન હોય છે કે પતિ-પત્ની વચ્ચે કામના ભાગલા પાડીને સંબંધને તૂટવાથી બચાવવામાં આવે અને મોટા ભાગના કેસમાં પતિ-પત્ની આ બાબત માટે માની પણ જાય છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google