એક મહિલા પોતાના ઘરના જ બાથરૂમમાં 6 દિવસ સુધી બંધ થઇ ગઈ, પછી થયું આવું.

મિત્રો બાળક જ્યારે નાનું હોય છે ત્યારે તેને લગભગ વડીલો એવું ડરાવતા હોય છે કે, તોફાન કરીશ તો રૂમમાં બંધ કરી દઈશ. અથવા તો એવું પણ કહેતા હોય છે કે બાથરૂમમાં બંધ કરી દઈશ. પરંતુ ત્યાર બાળકને ડર લાગી જતો હોય છે. પરંતુ તેવા સમયે આપણે જો બાળકને બે થી ત્રણ મિનીટ માટે પણ રૂમમાં કે બાથરૂમાં બંધ કરીએ તો તેની ચિંતા થવા લાગે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ છ દિવસ સુધી બાથરૂમમાં બંધ હોય તો તેની શું હાલત થાય ? તો આજે અમે તમને એક મહિલા વિશે જણાવશું જે છ દિવસ સુધી પોતાના જ ઘરના બાથરૂમમાં બંધ રહી. પરંતુ તે શા માટે બાથરૂમમાં બંધ રહી તે વાત ખુબ જ રોચક છે. માટે આ લેખને અંત સુધી વાંચો.

મિત્રો એક મહિલ પોતાના જ ઘરના બાથરૂમમાં લોક થઇ ગઈ. પરંતુ આશ્વર્યની વાત તો એ હતી કે તે મહિલા છ દિવસ સુધી એ જ બાથરૂમમાં બંધ રહી અને ત્યાર બાદ તેના પર રેસ્ક્યુ કરવામાં આવ્યું અને મહિલાને બહાર કાઢવામાં આવી. આ ઘટના ફ્રાંસના ડીનાન નામની જગ્યા પર બની છે. જે મહિલા બાથરૂમમાં બંધ થઇ ગઈ હતી તેના નામનો અહીં ખુલાસો કરવામાં નથી આવ્યો. પરંતુ તે મહિલાનું ઉમર 83 વર્ષ છે. આ મહિલા તેના ઘરમાં એકલી જ રહે છે. પરંતુ એવું જાણવા મળ્યું કે છ દિવસ બાથરૂમમાં બંધ રહ્યા બાદ તેનું રેસ્ક્યુ પોલીસ દ્વારા કરવામાં આવ્યું ત્યારે આ મહિલા ખુબ જ કમજોર બની ગઈ હતી. આ બનાવની જાણ આ મહિલાની ભત્રીજી દ્વારા પોલીસને કરવામાં આવી હતી. ઘણા દિવસથી આ મહિલાની ભત્રીજી સંપર્ક કરી રહી હતી. પરંતુ સંપર્ક ન થવાને કારણે તેની ભત્રીજીએ પોલીસને જાણ કરી હતી અને ત્યાર બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

પોલીસ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે, 6 દિવસથી બંધ મહિલાને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવી છે. પરંતુ એવું જણાવવામાં નથી આવ્યું કે, આ મહિલા છ દિવસ સુધી જીવિત કંઈ રીતે રહી. આ બાબતનો ખુલાસો પોલીસ દ્વારા કરવામાં નથી આવ્યો. પરંતુ ત્યાંના સ્થાનિય મીડિયા અનુસાર, આ મહિલાનું બાથરૂમ ખુબ જ ગંદી હાલતમાં હતું. પોલીસે મહિલાની ભાળ મેળવ્યા બાદ ફાયરમેનને ઘટના સ્થળ પર બોલાવ્યા હતા. અને ત્યાર બાદ આ મહિલાને પણ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી. આ મહિલાની તબિયતની હાલત હાલ સુધાર પર છે. મિત્રો આ આખી ઘટનાની જાણ અને તેનું રેસ્ક્યુ 10 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું. પરંતુ પોલીસ દ્વારા આ ઘટનાની જાણ સોશિયલ મીડિયામાં 16 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવી હતી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google