પત્ની રાખતી હોય છે પતિ પાસે આવી ઈચ્છા….. જાણો આ ખાસ વાત જે તમને કોઈ નથી જણાવતું.

બધા જ પુરુષો મોટાભાગે સ્ત્રીઓને ડીમાન્ડીંગ કહેતા હોય છે. પરંતુ જો એક મહિલાની દ્રષ્ટીએ જોવામાં આવે તો સ્ત્રીઓનું ડીમાન્ડીંગ હોવું ખોટું પણ નથી. કેમ કે મહિલાઓ મોટાભાગની વસ્તુઓમાં અને પહેરવેશમાં ખુબ જ શોખ ધરાવતી હોય છે, તેને નવી નવી વસ્તુઓનો ખુબ જ શોખ હોય છે. જેના કારણે લોકો દ્વારા મહિલાઓને મોસ્ટ ડીમાન્ડીંગની પ્રભુત્વ આપ્યું છે. આમ જોઈએ તો દરેક મહિલા પોતાની રીતે અલગ હોય છે અને તેની પોતાની ઉમ્મીદ પણ હોય છે. પરંતુ અમુક સામાન્ય બાબતો લગભગ સામાન્ય રીતે બધી જ મહિલામાં જોવા મળતી હોય છે. જે મોટાભાગે લગ્ન બાદ વધારે જોવા મળે છે.

પરંતુ એ વાત તો સાચી છે કે લગ્ન બાદ પતિ તેની પત્ની પાસેથી ઉમ્મીદ રાખતો હોય છે અને પત્ની તેના પતિ પાસેથી અમુક ઉમ્મીદ રાખતો હોય છે. પરંતુ તેમાં પત્ની તેના પતિ પાસેથી વધારે જ કંઈક ઉમ્મીદ રાખતી હોય છે. તેમાંથી અમુક બાબતો ખાસ એવી છે જેની ઈચ્છા પત્ની પતિ પાસેથી ખુબ જ ઈચ્છતી હોય છે. જે બાબતને દરેક પુરુષે અચૂક જાણવી જોઈએ. જેને જાણ્યા બાદ તે તેની પત્નીને ખુબ જ ખુશ રાખી શકે છે. કારણ કે આજના સમયમાં ઘણા લોકો પોતાની પત્નીની આ વાતોને સમજે છે, તો ઘણા નથી સમજી શકતા. તો આજે અમે તમને જણાવશું કે આખરે દરેક પત્ની પોતાના પતિ પાસેથી શું ઈચ્છતી હોય છે.

કોઈ પણ સંબંધ હોય પ્રેમ અને સ્નેહ તેનો પાયો છે. તેથી સૌથી પહેલી અને ખુબ જ મહત્વની બાબત એ છે કે દરેક મહિલા પોતાના સંબંધમાં પ્રેમ અને દુલારને શોધતી હોય છે. પતિ દ્વારા પ્રેમથી બોલાયેલા બે શબ્દો પણ તેને ગાળી દેતા હોય છે. નવા નવા લગ્ન થયા હોય કે લગ્નને બે વર્ષ થઇ ગયા હોય, પરંતુ પત્ની પોતાના પતિ પાસેથી સ્નેહ અને દુલારની ચાહ રાખતી હોય છે. જ્યારે એક સ્ત્રી પતિના આલિંગનમાં આવે ત્યારે તે એક નાનું બાળક બની જાય છે. પત્ની હંમેશા એવું જ જાણવા માંગતી હોય છે કે તેના પતિ દ્વારા તેને હજુ પણ એટલો જ પ્રેમ મળે છે કે નહિ. તેથી એક આદર્શ પતિએ પોતાની પત્ની સાથે એક ઉપયોગી સમય પસાર કરવો જોઈએ. તેની નાની નાની ડીમાંડ તેમજ ઈચ્છાઓ પર ધ્યાન આપવું જોઈએ અને બને ત્યાં સુધી પૂરી પણ કરવી જોઈએ. પુરુષોએ શબ્દો અને કર્મોથી દયાળુ હોવાના પ્રયત્નો કરવા જોઈએ.

ત્યાર બાદ છે પ્રશંસા. એવું કહેવાય છે કે પોતાના વખાણો સાંભળવા તો બ્રહ્માંડની દરેક નારીઓને પસંદ હોય છે. જો કદાચ તેના ખોટા વખાણ કરવામાં આવે તો પણ તે ખુશ થઇ જતી હોય છે. પરંતુ લગભગ પુરુષો સંબંધની શરૂઆતમાં પોતાની પત્નીના ખુબ વખાણ કરતા હોય છે કે તે ખુબ જ સુંદર છે, પ્રેમાળ છે, ખુબ જ ધ્યાન રાખે છે વગેરે વગેરે. પરંતુ ધીમે ધીમે આ વખાણ ઘટતા જતા હોય છે. પરંતુ સામાન્ય રીતે જોઈએ તો તેમાં પુરુષોનો પણ કોઈ દોષ નથી હોતો. કારણ કે પુરુષો પહેલા જ તેની પત્નીને કહી ચુક્યા હોય છે. પરંતુ છતાં પણ જો બેચાર વાર પ્રશંસા કરવામાં આવે તો તે તમને ખુબ જ સુખનો અનુભવ કરાવે છે અને પોતે પણ સુખ અનુભવે છે.

પરંતુ પુરુષોએ એ સમજી લેવું જોઈએ કે એવું નહિ ચાલે. કારણ કે એક નાની એવી પ્રશંસા પણ તમારી પત્નીમાં ઉર્જાનો સંચાર કરે છે અને તેને ખુશીનો અનુભવ કરાવે છે. તેથી તમારે તેને નિયમિત રૂપે વખાણ કરતા રહેવું અને તેનું મહત્વ જણાવવું જોઈએ કે કંઈ રીતે તેની એક સ્માઈલ તેના પતિનો દિવસ સુખદ બનાવી નાખે વગેરે.

બીજું પત્ની એવું ઇચ્છતી હોય છે કે પતિ તેનો આદિ બનીને રહે. એટલે કે જો પત્ની ક્યાંય બહાર ગઈ હોય અથવા તો પોતાના પિયર ગઈ હોય તો તેને જતાવવું જોઈએ કે તમે તેની ગેરહાજરીમાં તેને કેટલી યાદ કરે છે, શું જમ્યું, પહોંચી ગઈ અને જલ્દી પાછી આવી જા વગેરે જેવી બાબતો વિશે પૂછતાં રહેવું જોઈએ. કારણ કે દરેક પત્ની એવું જ ઇચ્છતી હોય છે કે તે જ્યારે પોતાના પતિથી દુર જાય તો તેનો પતિ તેને આ રીતે ટ્રીટ કરે અને તેના સમાચાર મેળવતો રહે.

પત્ની એવું ઇચ્છતી હોય છે કે તેનો પતિ તેની સાથે થોડો ક્વોલીટી ટાઈમ પસાર કરે. તમને જણાવી દઈએ કે મહિલાઓ ક્યારેય એવું નથી ઇચ્છતી કે તેનો પતિ હંમેશા મોબાઈલમાં સમય પસાર કરે, અથવા ઓફિસથી આવ્યા બાદ લેપટોપ લઈને પાછું ઓફીસ વર્ક કરવા લાગે. તે હંમેશા એવું ઇચ્છતી હોય છે કે તેનો પતિ તેની સાથે થોડો ક્વોલીટી ટાઈમ પણ વિતાવે, દિવસભરની મીઠી અને કડવી વાતો કરે, પ્રેમથી સાથે બેસીને જમે, પત્ની માટે થોડી પ્રાઈવેટ ક્ષણો આપે અને તેને પણ મહત્વ આપે.

પત્ની હંમેશા પોતાના પતિમાં એક સારા મિત્રને શોધતી હોય છે. કારણ કે કોઈ પણ મહિલા પોતાના માતા પિતા, પરિવાર, મિત્રો બધાને છોડીને પોતાના પતિનો સાથ ઉંમરભર  નિભાવવા આવી હોય છે. એવા સમયે પતિ જ એકમાત્ર એવો વ્યક્તિ હોય છે જેના પર તે સૌથી વધારે ભરોસો કરતી હોય છે. તેથી દરેક પતિ પોતાની પત્નીનો એક સારો મિત્ર પણ બનવું જોઈએ. જેથી તે તેના દિલની બધી જ વાતો તેની સાથે શેર કરી શકે.

ત્યાર બાદ દરેક પત્નીઓ એવું પણ ઇચ્છતી હોય છે કે તેનો પતિ તેના સપનાઓ પુરા કરવા માટે પ્રયાસો કરે. દરેક મહિલા પોતાના પતિ અને બાળકો માટે પોતાના ભવિષ્યને પણ દાવ પર લગાવી દેતી હોય છે. તેવી પરિસ્થિતિમાં પતિએ તેને સમજાવવી  જોઈએ કે તેના સપના તે પુરા કરવાનો પ્રયત્ન કરશે. તેથી તે જીવનમાં કંઈક મેળવવા માટેની નિરાશા નહિ રાખે.

મહિલા હંમેશા દુઃખી હોય ત્યારે રડવા માટે પોતાના પતિના ખભાનો સહારો શોધતી હોય છે. મહિલા ગમે એટલી પરિપક્વ હોય તેમ છતાં પણ તે નિરાશાના સમયે પોતાના પતિના ખભા પર માથું રાખીને રડવા માંગતી હોય છે. તે પોતાના પતિ પાસેથી સહાનુભૂતિની ઉમ્મીદ રાખે છે. તેવા સમયે તેને સહાનુભુતિ આપવી જોઈએ અને એવો આહેસાસ કરાવવો જોઈએ કે તમે તેના માટે જ છો.

ત્યાર બાદ મહિલાઓ હંમેશા એવું ઇચ્છતી હોય છે કે તેનો પતિ તેની પરિસ્થિતિને સમજે, તેથી પતિ પત્નીએ પોતાના સંબંધોમાં એક બીજાને સમજવા જોઈએ અને નાની મોટી તકરારો તો દરેક સંબંધોમાં આવતી હોય છે. પરંતુ તે ભૂલોને સમજવી અને માફી માંગવી તે જ સંબંધોને સાચવી રાખવાનો મૂળ મંત્ર છે.

આ ઉપરાંત પત્ની હંમેશા એવું ઇચ્છતી હોય છે કે તેનો પતિ તેના પ્રત્યે પ્રમાણિક રહે અને પ્રમાણિક રહેવું તે ખરેખર સંબંધ નિભાવવાની નિશાની છે. તેથી પતિએ હંમેશા પત્નીને અહેસાસ કરાવવો જોઈએ કે તેના જીવનમાં તેની પત્નીની જગ્યા કોઈ નથી લઇ શકતું અને તેને તેની પત્ની સિવાય દુનિયાની કોઈ પણ મહિલામાં રસ નથી દાખવતો.

પત્નીની માત્ર આ બાબતને ધ્યાનમાં રાખીએ પતિ જીવન પસાર કરે તો બંને વચ્ચે ક્યારેય પણ ઝગડો કે વિવાદ નહિ થાય અને પ્રેમપૂર્વક લગ્નજીવન વીતે છે. તો મિત્રો કોમેન્ટ કરો અને જણાવો શું ખરેખર પત્નીઓ એટલી બધી ડીમાન્ડીંગ હોય છે ? 

Leave a Comment