આ વાત તમને વિચાર કરવા મજબુર કરી દેશે | દરેક પરણિત પુરુષ અને સ્ત્રીએ ખાસ વાંચવી જોઈએ

મિત્રો આપણા સમાજમાં લગભગ સામાન્ય એવું જ જોવા મળતું હોય છે કે લગ્ન બાદ સ્ત્રી પોતાનું નવું ઘર સચવાતી હોય છે. ત્યાં જઈને તે પોતાના કરિયરને છોડીને નવા ઘરમાં બધાને સુખી રાખી શકે માટે દરેક પ્રયત્ન કરતી હોય છે. મોટાભાગે ભારતમાં ઘણી પત્નીઓ હાઉસવાઈફ તરીકે કામ કરતી હોય છે. પત્નીને પણ પોતાનું કરિયર બનાવવું પસંદ હોય છે. પરંતુ તે પરિવારને મહત્વ આપવા જાય ત્યારે પોતાના કરિયરને ભૂલવું પડે છે. પોતાના પરિવાર માટે કરિયરનું બલિદાન માત્ર એક પત્ની જ આપે છે. બાકી સામાન્ય રીતે જોઈએ તો પુરુષો આ બાબતે ક્યારેય સહમત ન થાય.

તો આજે અમે તમને એક એવી વાત જણાવશું જે ખુબ જ વિચારવા જેવી બાબત છે. કેમ કે દરેક ઘરમાં પતિ અને પત્ની વચ્ચે થોડી રકઝક થતી હોય છે. પરંતુ આજે અમે જે રકઝક તમને જણાવશું તે વાંચીને તમને પણ વિચાર કરવા માટે મજબુર બની જશો. પરંતુ એક પરણિત પુરુષ અને સ્ત્રીએ ખાસ વાંચવી જોઈએ આ વાત ને. તો ચાલો જાણીએ શું છે પતિ અને પત્ની વચ્ચેની રકઝક.. પત્નીએ તેના પત્નીને કહ્યું, “હવે હું ખુબ જ થાકી ગઈ છું, મારે નોકરી કરવી છે, મેં નક્કી કરી લીધું છે.” આ વાક્ય પત્નીએ તેના પતિને ખુબ જ કડક શબ્દોમાં કહ્યું. પરંતુ ત્યારે પતિ સામેથી પર્શન પૂછે છે, “એવું તો શું બન્યું કે, તારે નોકરી કરવી છે ? આ ઘરમાં તને શું ખામી છે કે તને નોકરી કરવાનું મન થાય છે ?”

ત્યારે પત્નીએ પોતાનું ગળું થોડું ચોખ્ખું કર્યું અને આગળ બોલી, મને પણ ખબર છે કે તમારે રજા જોઈએ તો કામ ઓફિસમાં કરો અને ઘરમાં નહિ, મારે તો કોઈ પણ પગાર ન આવે છતાં પણ બધાનો ગુસ્સો સહન કરવાનો, બધા બોસની જેમ રહે, આટલા બોસ કરતા ઓફિસનો એક બોસ હોય એ સારું, એટલે હું નોકરી કરું એ જ સારું. મારી રીતે આઝાદ રહું. જો નોકરી કરું તો રજા પણ મળે, ઘરમાં મારું પણ માન વધે, મારી ધૂળ ખાતી ડીગ્રીઓ પણ કામ આવે, અને મેં એવું પણ સાંભળ્યું છે કે જીવનમાં મહત્વકાંક્ષી લોકો રોટલી કમાય છે બનવતા નથી. આખો દિવસ એક પછી એક કામમાં જ વ્યસ્ત રહું છું અને પોતાના વિકાસ માટે મારી પાસે સમય જ નથી રહેતો. છતાં મને બધા ગઈ ગુજરી માને છે.  આજના સમયમાં કામ વાળી બાઈ પણ રોપ જમાવતી હોય છે, મન ફાવે ત્યારે રજાઓ લેતી હોય છે, મન ફાવે તેમ કામ કરે અને પૈસા પણ પુરા વસુલે. પરંતુ હું શું છું ? આ બધા માંથી મને ક્યારે રજા મળશે, ન કોઈ વખાણ કે કોઈ કદર, માત્ર મારી પાસેથી બધા અપેક્ષાઓ જ રાખ્યા કરે છે. જેનો કોઈ અંત નથી હોતો. આખરે તો હું એક મામુલી હાઉસ વાઈફ જ છું ને ?

ત્યારે તેનો પતિ જવાબ આપે છે. ના, તું મામુલી નથી. પરંતુ તું આપણા ઘરનો સૌથી મોટો બોસ છે. પરંતુ તારામાં માત્ર નાની એક ખામી છે. બધા લોકોને તો રીક્વેસ્ટ કરે છે, કોઈને ઓર્ડર નથી કરતી, કોઈને ખીજાતી નથી પરંતુ તું ખુદ નારાજ થઇ જાય છે, જેના પર ગુસ્સો કરવો જોઈએ એને તું મનાવવાની કોશિશ કરે છે. આજે બહારની દુનિયામાં જીવવું સહેલું છે પણ બધાને સાચવવા અને ખુદને ભૂલી જવા, ખુદ પર ઓછું અને બીજા લોકોની સંભાળ રાખવી એ ખુબ જ કઠીન કામ છે. જે તું હાલ કરી રહી છે.

પતિ કહે છે કે, મારે એક વાત તને કરવાની હતી. આમ જોઈએ તો તું હાઉસવાઈફ ન કહેવાય, પરંતુ તું તો હાઉસ મેનેજર છે. કેમ કે જો તું આખા ઘરનું મેનેજમેન્ટ ન કરે તો અમે બધા જ વિખાય જઈએ. અમે બધા જ તારા કારણે બગડી ગયા છીએ, કોઈ પણ વસ્તુને ઘરમાં અમે ગમે ત્યાં મૂકી દઈએ, તું બધું જ સરખું કરતી હોય છે. બધી વસ્તુને તેની જગ્યા પર પહોંચાડે છે. અમારી આવી ટેવના કારણે તારે ક્યારેય્ક તો ખીજાવું જોઈએ ને ! આટલું કહ્યા બાદ ફરી પાછો પતિ તેને કહે છે કે, ચલો હવેથી હું તારી હેલ્પ અવશ્ય કરીશ, આજે તારા વાસણ બધા જ હું ધોઈ નાખું. આટલું કીધા બાદ પતિ વાસણ પાસે જાય ત્યાં તો પત્ની તરત જ મીઠા ગુસ્સામાં આવીને નારાજ બની ગઈ અને કહ્યું, તો હવે તમે વાસણને એવું ધોવા લાગશો ? હું તમને મારા પતિ તરીકે ઈચ્છું છું, મારા ગુલામ તરીકે નહિ.

ત્યાર બાદ પતિ ફરી કહે છે કે, સારું વાસણ નહિ ધોવ, પરંતુ આજે તું સાંજે જમવાનું ન બનાવતી.આજે સાંજે બહારથી જમવાનું ઓર્ડર કરી આપશું. ત્યારે પત્ની ફરી પૂછે છે કે, શું ઓર્ડર કરશો ? પતિ જવાબ આપે છે, પિઝ્ઝા. જેવું પિઝ્ઝાનું નામ પડ્યું કે તરત જ પત્ની બોલી, એવા કોઈ ફાલતુ ખર્ચ નથી કરવા અને બહારનું નથી જમવું. આપણા ઘરનું શુદ્ધ જમવાનું જ જમો. બહારનું ખાવાનો આગ્રહ ઓછો રાખો.

પત્નીનો જવાબ સાંભળી પતિ બોલ્યો, તો હવે તું શું ઈચ્છે છે ? ઘણી વાર હું તારી મદદ કરવા માંગુ તો પણ ના કહી દે છે. ત્યાર બાદ મને ફરિયાદ પણ કર્યા કરે છે ? પરંતુ ત્યારે પત્ની જે જવાબ આપે છે એ જાણીને કોઈ પણ વ્યક્તિને તેના પર પ્રેમ આવી જાય.

પત્ની કહે છે, “હું માણસ છે મને પણ ક્યારેક ગુસ્સો ન આવે ? થાક મને પણ ન લાગે ? હો પણ ક્યારેક બીમાર ન હોવ ? મારે વધારે તો કંઈ નથી જોતું, પણ મને જો ગુસ્સો આવી જાય અને ગુસ્સો કરું તો મારી જેમ તમે બધા પણ સહન કરી લેજો. કેમ કે મારો હક માત્ર હું માત્ર તમારી ઉપર જ કરી શકું. બીજે ક્યાંક પણ મારો હક નથી.”

પતિની સામે જોઇને પત્ની એક જ શ્વાસમાં બોલી ગઈ. ત્યારે પતિએ તેને કોઈ જવાબ ન આપ્યો અને તરત જ પત્નીને ગળે લગાવી દીધી. ખુબ જ પ્રેમ સાથે તે પત્નીને ભેટી ગયો. ત્યારે બંને એક એક બીજા સામે જોઈને ખુબ જ પ્રેમાળ સ્મિત સાથે આલિંગન કર્યું.

તો મિત્રો આ વાત પરથી માત્ર એટલું જ સાબિત થાય છે કે આપણા ઘરમાં સ્ત્રી એટલે કે માતા, બહેન, પત્ની ન હોય તો આપણું જીવન ખુબ જ મુશ્કેલી ભર્યું વીતે. આપણું ઘર એટલા માટે ચાલે કેમ કે આપણ ઘરને ચલાવનારની મહેનત છે. જો આપણા સ્ત્રી પાત્ર ન હોય તો આપણી જિંદગી નરક બની જાય. માટે આપણે હંમેશા માટે અને પત્નીનો આભાર જ માનવો જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment