વર્તમાન સમયમાં બેંક દરેક ચીજ માટે અમુક નિશ્ચિત વ્યાજદર પર ગ્રાહકને લોન આપે છે. વ્યક્તિ પોતાની જરૂરિયાત અનુસાર, બિઝનેસ લોન, એજ્યુકેશન લોન, હોમ લોન, કાર લોન અથવા તો લગ્ન માટે લોન લીધી છે. પરંતુ મોટાભાગના લોકોને એમ જ લાગે છે કે, લોન લેનારનું અચાનક મૃત્યુ થાય, તો તેની લોન માફ કરવામાં આવે છે. પરંતુ આ વાત ખોટી છે. આ લોનને વસુલવા માટે બેંકે ચોક્કસ પ્રકારના નિયમ બનાવ્યા છે. તો ચાલો જાણીએ કે, લોન લેનારનું અચનાક મૃત્યુ થવા પર બેંક પોતાની બાકીની રકમ કેવી રીતે વસુલ કરે છે, તથા લેણદારની મૃત્યુ બાદ લોનની જવાબદારી કોની હોય છે ? તે સહિત લોનને ચુકવવા માટેના નિયમ વિશે જાણો વિશેષ માહિતી.
સૌથી પહેલાં વાત કરીએ હોમલોનની : હોમલોન એક એવી લોન છે, જેને લેવા પર ફક્ત કોઈ વ્યક્તિ પોતાનું ઘર બનાવે અને દુર્ઘટનામાં લોન લેનારનું અચાનક મૃત્યુ થઈ જાય છે. તેવા સંજોગોમાં લોન ચૂકવવી મુશ્કિલ થાય છે. તેવી સ્થિતિમાં મૃતકના ઉત્તરાધિકારી, જેને મૃતકની સંપત્તિ પર અધિકાર મળે છે, તે જ રીત બાકી રહેલી લોનની ચૂકવણી પણ ઉત્તરાઅધિકારીની જ જવાબદારી હોય છે. લોન ચુક્યા વિના તેઓને સંપત્તિમાં ભાગ મળી શક્તો નથી. જો તે લોનની રકમ ચૂકવવા માટે અસમર્થ છે, તો બેંક મૃતકની સંપત્તિને પોતાના હસ્તક લઈ લે છે. તેનાથી બચવા માટે મોટાભાગની બેંક અને ફાઇનાન્સ કંપનીઓ લોન આપતા સમયે જ ગ્રાહકોને ટર્મ ઇન્શ્યોરેન્સ પણ કરાવી લે છે, જેથી હોમ લોનને સુરક્ષિત કરી શકાય.
બિઝનેસ લોન : આજકાલ નાના ઉદ્યોગોથી લઈને મોટા બિઝનેસ માટે સરળતાથી લોન મળે છે. બિઝનેસ લોન લેતા સમયે જ બેંક સુનિશ્ચિત કરે છે કે, જો લોન લેનારનું મૃત્યુ થાય તો ત્યાર બાદ બિઝનેસ લોનને કોણ ચુકવશે ? બેંક બિઝનેસ લોનની પહેલાં જ ઇન્શ્યોરેન્સ કવર લઈ લે છે, અને પ્રિમિયમ બિઝનેસ લોન લેનારા વ્યક્તિ પાસેથી પહેલાં જ વસૂલ કરી લે છે. તથા લેણદારનું મૃત્યુ થયા બાદ બેંક ડાયરેક્ટ ઇન્શ્યોરેન્સ કંપની પાસેથી જ બચેલી રકમ વસૂલ કરી લે છે. આ ઉપરાંત બેંક બિઝનેસ લોનની કુલ અમાઉન્ટ બરાબર કોઈ સંપત્તિ જેમ કે, સોનું, જમીન, ઘર કે પ્લોટ, શેર, ફિક્સ્ડ ડિપોઝિટ ગેરેંટી તરીકે ગિરવે રાખવામાં આવે છે.
ક્રેડિટ કાર્ડ : મોટાભાગના લોકો આજકાલ શોપિંગ અથવા અન્ય રીતે પેમેન્ટ માટે ક્રેડિટ કાર્ડ યૂઝ કરે છે. જો કોઈ કારણવશ ક્રેડિટ કાર્ડ હોલ્ડરનું અચાનક મૃત્યુ થઈ જાય, તો મૃતકના ઉત્તરાધિકારીની સંપત્તિમાંથી ચુકવવી પડે છે.પર્સનલ લોન : પર્સનલ લોનમાં પણ બેંક લોન લેનારના વારિસ(ઉત્તરાધિકારી) પાસેથી જ માંગે છે. પરંતુ પર્સનલ લોન ઇન્શ્યોરેન્સ લોન હોય છે અને ઇએમઆઇની રકમ સાથે ઇન્શ્યોરેન્સ પ્રિમિયમ ગ્રાહક દ્વારા ભરવામાં આવે છે. તેથી બેંક લેણદારની મોત બાદ લોનની રકમ ઇન્શ્યોરેન્સ કંપની પાસેથી સીધી(ડાયરેક્ટ) રકમ વસૂલ કરે છે.