સલમાન ખાનથી લઈને દીપિકા પાદુકોણ સુધી, જાણો પોતાની સુરક્ષા માટે બોડીગાર્ડને કેટલો પગાર આપે છે આ ફિલ્મી સિતારા..

મિત્રો આપણે જાણીએ છીએ કે, ફિલ્મી સ્ટારને પોતાના રક્ષણ માટે હંમેશા બોડીગાર્ડ્સની જરૂર હોય છે. કોઈ પણ મોટી હસ્તીઓ હોય તો એ પોતાના રક્ષણ માટે બોડીગાર્ડ્સ રાખતા હોય છે. તો ચાલો તેના વિશે જાણીએ. જલાલ દીપિકા પાદુકોણનો બોડીગાર્ડ છે. દીપિકા માટે જલાલ તેના માટે કેટલો ખાસ છે તેનો અંદાજ એ પરથી લગાવી શકાય છે કે કોઈ સંબંધી દીપિકા-રણવીરના લગ્નમાં પહોંચી શક્યા ન હતા, તેમ છતાં જલાલ આ લગ્નના તમામ કાર્યોમાં હાજર હતો.

સલમાન ખાનથી લઈને દીપિકા પાદુકોણ સુધીની લગભગ તમામ મોટી અભિનેત્રી-અભિનેતાઓ બધા બોડીગાર્ડ સાથે રાખે છે. આ સ્ટાર્સ તેમના ચાહકોને ત્યારે જ મળે છે જ્યારે તેમની સાથે બોડીગાર્ડ હોય. જેમ આ બોડીગાર્ડ્સ આ બોલીવુડ સેલેબ્સની સંપૂર્ણ કાળજી લે છે, તેવી જ રીતે સેલિબ્રિટીઝને બોડીગાર્ડ હોવા એ કોઈ નાની વાત નથી, પરંતુ તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં તેમનો પગાર પણ ભારે પડે છે. સલમાન ખાન, દીપિકા પાદુકોણ, અક્ષય કુમાર, શાહરૂખ ખાન, આમીર ખાન, તેમના બોડીગાર્ડ્સને કેટલા પગારની ચુકવણી કરે છે તેના વિશે આજે અમે તમને આ લેખમાં જણાવશું.

સલમાન ખાન : સલમાન ખાનના બોડીગાર્ડ શેરાને બધા જ જાણે છે. વર્ષોથી સલમાન ખાન સાથે કામ કરી રહ્યો છે. સલમાને શેરા પર એક ફિલ્મ પણ બનાવી છે. શેરા સલમાન માટે બોડીગાર્ડ નથી પરંતુ તેના પરિવારનો સભ્ય છે. જેમ શેરા સલમાન ખાનની સંપૂર્ણ સંભાળ રાખે છે અને તે જ રીતે સલમાન શેરાની જરૂરિયાતનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. સલમાન બોડીગાર્ડ શેરાને વાર્ષિક 2 કરોડ રૂપિયા આપે છે. આ સિવાય શેરા એક સિક્યુરીટી ફર્મ પણ ચલાવે  છે.

દીપિકા પાદુકોણ : જલાલ દીપિકા પાદુકોણનો બોડીગાર્ડ છે. દીપિકા તેના બોડીગાર્ડને ભાઈની જેમ રાખે છે. દીપિકાના કહેવા મુજબ તે તેઓની દરેક સમયની સુરક્ષા કરે છે અને એક ભાઈ જ આ કરી શકે છે. દીપિકાના બોડીગાર્ડનું નામ જલાલ છે. દીપિકા પણ તેને ઘરનો સભ્ય માને છે. દીપિકા દરેક રક્ષાબંધન પર જલાલને રાખડી બાંધે છે. મીડિયા રીપોર્ટસ અનુસાર દીપિકા તેના બોડીગાર્ડ જલાલને વાર્ષિક ફી 1 કરોડ રૂપિયા આપે છે.

અનુષ્કા શર્મા : અનુષ્કા શર્માનો બોડીગાર્ડ પ્રકાશસિંહ છે. જે દરેક જગ્યાએ તેની સાથે હાજર હોય છે. પછી ભલે તે સાર્વજનિક સ્થળ હોય કે શુટિંગનો સેટ, અનુષ્કાની આજુ બાજુ પ્રકાશને જોઈ શકાય છે. અનુષ્કા પ્રકાશને પોતાને સુરક્ષિત રાખવા માટે વાર્ષિક 1.2 કરોડ રૂપિયા આપે છે.

શાહરૂખ ખાન : શાહરૂખ ખાનનો બોડીગાર્ડ રવિ સિંહ છે, જે છેલ્લા 9 વર્ષથી કિંગ ખાનની સુરક્ષા કરી રહ્યો છે. શાહરૂખ રવિ સિંહને તેના પરિવારનો સભ્ય માને છે. રવિ બોલીવુડના બોડીગાર્ડ્સમાં સોથી વધુ કામ કરતો બોડીગાર્ડ છે. એવું કહેવામાં આવે છે કે કિંગ ખાન રવિ સિંહને વાર્ષિક 2.6 કરોડ પગાર આપે છે.

કેટરીના કૈફ : કેટરીના કૈફ તેની અંગત સુરક્ષાની માટે તેના બોડીગાર્ડ દીપક સિંહ પર સૌથી વધુ આધાર રાખે છે. દીપક અગાઉ શાહરૂખ ખાનનો બોડીગાર્ડ પણ રહી ચુક્યો છે. દીપક સિંહની સ્વેગ સ્ટાઈલ જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. જ્યારે દીપક સિંહ ચશ્માં પહેરીને કેટરીના કૈફ સાથે નીકળે તો એક અલગ જ સ્વેગ દેખાય છે. દીપકને કેટરીના વાર્ષિક 1 કરોડ રૂપિયા આપે છે.

અક્ષય કુમાર : અક્ષય કુમાર એ પોતાની સુરક્ષાની જવાબદારી તેના બોડીગાર્ડ શ્રેયસ પર છે. પોતાની સુરક્ષા માટે અક્ષય કુમાર શ્રેયસ થાળેને વાર્ષિક 1.6 કરોડ આપવામાં આવે છે.

આમીર ખાન : આમીર ખાનનો બોડીગાર્ડ યુવરાજ ઘોરપડે તેનું ધ્યાન રાખે છે. તેની સુરક્ષા માટે આમિર ખાન તેના બોડીગાર્ડને વાર્ષિક 2 કરોડ રૂપિયા આપે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment