કોરોના ખુબ જ ઝડપ લઈ રહ્યો છે, દેશમાં સંક્રમણ ખુબ ઝડપી ફેલાય રહ્યું છે. તેના પર નિરીક્ષણ અને સ્થિતિને જોતા અનુમાન લગાવવામાં આવ્યું છે. માટે આજે અમે તમને આ લેખમાં જણાવશું કે જુલાય મહિના સુધીમાં કોરોના વાયરસનું સંક્રમણ ભારતમાં કેવું હશે અને કંઈ હદ સુધી પહોંચી ગયું હશે તેના વિશે જણાવશું. તો ચાલો જાણીએ એક અનુમાન વિશે, માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.
હાલ દેશમાં કોરોના સંક્રમણ ખુબ જ વધી રહ્યું છે, તેને અનુલક્ષીને પ્રકાશિત વિભિન્ન મોર્ડનો પર એક અધ્યયન કરવામાં આવ્યું છે. તે અધ્યયનમાં જોવામાં આવ્યું કે, કંઈ રીતે દુનિયાના બીજા દેશોમાં કેસોની સંખ્યા વધતી જાય છે, અને કેસો કેમ કરીએ તો ઘટી રહ્યા છે. તો એ અંદાઝના આધારે જોવામાં આવ્યું તો જાણવા મળ્યું કે, ભારતમાં જુલાઈ મહિનામાં લગભગ 3% જેટલો મૃત્યુદર અને 4 થી 6 સુધીના કેસો હોય શકે. એટલે કે સરેરાશ 12 થી 18 હાજર સુધીના લોકોના મૃત્યુ થાય તેવી શક્યતા રહે.
પ્રભાકરણે ભારતમાં ઓછો મૃત્યુદર અને તેના શક્ય કારણોના આધાર પર જણાવ્યું કે, વાસ્તવિક મૃત્યુદર પણ અંદાઝ આવી જશે, પરંતુ એ મહામારીનો અંત આવશે ત્યારે. ખરેખર તો એક મર્યાદિત ડેટા મળ્યો છે. તો તે અનુસાર મૃત્યુદર અન્ય દેશોની કરતા ઓછો છે. તેની પાછળ મહત્વનું કારણ એ પણ હોય શકે કે, અમેરિકા અને ઇટલી કરતા ભારત દેશમાં યુવાનોની સંખ્યા વધારે છે.ઉંમર વધારે હોય તો પણ આ બીમારીની લપેટમાં જલ્દી આવી જાવાય છે. માટે ઉંમર પણ એક મહત્વનું કારણ છે એવું જણાય રહ્યું છે. પ્રભાકરણે કહ્યું કે, આ રોગને લઈને ઘણા કારણો જણાવવામાં આવી રહ્યા છે. પરંતુ તેનું કોઈ જ સ્પષ્ટ પ્રમાણ સામે નથી આવતું.
હૈદરાબાદમાં આવેલ દક્ષિણ એશિયામાં મૃત્યુદર ઓછો ઈન્ડિયન ઈસ્ટીટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના ડિરેક્ટર પ્રોફેસર જીવીએસ મૂર્તિ દ્વારા જણાવવામાં આવ્યું કે, દક્ષિણ એશિયામાં મૃત્યુનો આંકડો ઓછો જોવા મળે છે. જેમાં શ્રીલંકાની વાત કરવામાં આવે તો ત્યાં 1 લાખ પે 0.4% જોવા મળે છે. તેમજ ભારત, સિંગાપોર, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મલેશિયા એક લાખ લોકોએ મૃત્યુ આંક ઓછો છે. પરંતુ આ દેશોમાં આવું શા માટે છે તે કહેવું ખુબ જ અઘરું છે. પરંતુ હાલ સ્થિતિને ગંભીરતાસાથે લેવી જરૂરી છે.