ધોનીની સફળતા મળી તેની પાછળ જવાબદાર છે આ 3 મહત્વની બાબત. જાણો એ કઈ ૩ બાબત?

ધોની, આ નામ સાંભળીને આપણે સૌ ભારતીય ગર્વ અનુભવીએ છીએ. કારણ કે ધોનીની લીડરશીપ, તેનો શાંત સ્વભાવ, તેના નિર્ણયો, તેની મેદાન પરની બોલિંગ, બેટિંગ અને કેપ્ટનશીપે હંમેશા લોકોનું ધ્યાન પોતાના તરફ ખેચ્યું છે. તેનું કારણ માત્ર તેનો ધીર-ગંભીર અને શાંત સ્વભાવ અને તેની નિર્ણય શક્તિના કારણે છે. આજે પણ તે કરોડો લોકોનો દિલોમાં રાજ કરે છે. તો ચાલો જાણીએ ધોનીના સરળ સ્વભાવ વિષે અને આપણે પણ કેવી રીતે સ્વભાવને સરળ બનાવી શકીએ તેના વિશે પણ જાણીએ.

તમને યાદ હશે કે T-20 ની મેચમાં જ્યારે પોતાની લાસ્ટ ઓવરનો લાસ્ટ બોલ ફટકારી રહ્યો હશે, ત્યારે તેના પર કેટલું પ્રેશર હશે, કે કરોડો લોકોનો વિશ્વાસ મારે જીતવાનો છે. આ સ્થિતિની આપણે માત્ર કલ્પના જ કરી શકીએ છીએ. કારણ એ સમય જ્યારે સેંકડો લોકો આપણી પાસે ઉમ્મીદ લઈને બેઠા હોય, અને જો થોડી પણ ચૂક થાય તો જિંદગીભરની મહેનત ફેઈલ થઈ જાય. આ સ્થિતિમાં આપણે એટલું જરૂરથી શીખી શકીએ છીએ કે કંઈ રીતે કઠીન પરિસ્થિતિમાં પોતાને શાંત, તેજ અને હોશિયાર બનાવી શકાય છે.

ધોની એક નીડર, ની:શંક અને નિશ્ચિત રીતે પોતાના સ્થાને અડિગ ઉભા રહે છે. ત્યારે તેના વિશે હર્ષા ભોગલે કહે છે કે, ‘જો તમે ધોનીના આ શાંત અને મજબુત મનોબળને પોતાની લાઈફમાં ઉતારી લો છો, તો તમે આખી દુનિયા જીતી શકો છો. તમે પોતે જ વિચારો કે જો તમે ધોનીની જેમ જ વિચારવાનું, તેની જેમ બોલવાનું અને તેમ કરવાનું નક્કી કરો છો, તો તમે પોતાની દુનિયાને અનેક રંગોથી રંગી શકો છો.’ ધોની વિશેની 3 ખુબ આશ્ચર્યચકિત કરતી બાબતો : આ અંગે હર્ષા ભોગલે ખુબ ગંભીરતાથી પોતાની વાત કહે છે કે, જેમાં તે ધોનીની આ ત્રણ વાતોને ખુબ સમજવા જેવી છે.

> 2011 નો વર્લ્ડ કપ જીત્યા પછી ધોનીએ સચિનને આગળ કરી દીધો હતો અને પોતે બાકીના ક્રિકેટરોની વચ્ચે ચાલ્યા ગયા. ત્યારે એ સમજાતું ન હતું કે કેપ્ટન કોણ છે.

> તેવી જ રીતે 2007 માં T-20 વર્લ્ડ કપ જીત્યા પછી ધોની પોતાની ટી-શર્ટ ઉતારી અને ભીડમાં કોઈને આપીને ચાલ્યા ગયા. આમ જીતના સમયે જે કેપ્ટન પોતાની ટીમને આગળ કરી એ જ જીતની નિશાની છે. તેમજ ધોનીનું આમ કરવું તે તેના આત્મવિશ્વાસની નિશાની છે.

> જ્યારે ધોનીની ત્રીજી વાત એ છે કે, ધોનીનું ફેવરીટ ગીત ‘મેં પલ દો પલ કા શાયર હું.’ આ ગીતની જેમ જ ધોની પોતાની લાઈફને માને છે. તેમનું માનવું છે કે, જીવનમાં ક્યારેક દુઃખ છે તો ક્યારેક સુખ, તેવી જ રીતે મેદાનમાં પણ ક્યારેક જીત તો ક્યારેક હાર. પરંતુ તેનાથી ડરવાને બદલે એ પણ પરિસ્થિતિ છે તેનો અડગ રહીને સામનો કરો.

આમ ધોનીની આ વાતોથી આપણે સમજી શકીએ છીએ કે, આ દુનિયામાં બધું જ નાશવંત છે. એક દિવસ આપણે પણ ધૂળમાં જ સમાઈ જવાનું છે, તો પછી હર્ષ કેવોને દુઃખ કેવું. ધોની આ ત્રણ વાતો સિવાય બીજા અન્ય ત્રણ સિક્રેટ છે જે અમે તમને જણાવશું. તો ચાલો જાણીએ તેના વિશે.> બધી બાબતોમાં રસ લો અને દરેક કામ કરવા માટે ઉત્સુક બનો : જ્યારે પણ તમે ગભરાહટ અનુભવો છો ત્યારે તમારું હૃદયની ધડકન ખુબ જ તેજ થવા લાગે. તમારા શરીરમાં લોહી જાણે ખુબ સ્પીડમાં દોડવા લાગે છે. પરંતુ તેવા સમયે શાંત બનો. જેમ કે તમે કોઈ ઇન્ટરવ્યૂ માટે જવાના છો અને તમારું હૃદય જોરજોરથી ધડકી રહ્યું હોય છે. તે સમયે તમે એવું વિચારો કે, તમારા શરીરનું વધુમાં વધુ લોહી મગજમાં જઈ રહ્યું છે. જે તમને ઈન્ટરવ્યૂમાં અનેક કઠીન સવાલોના જવાબ આપશે. આવી રીતે કોઈ પણ સમસ્યાનું સમાધાન તમે કરી શકો છો.

> પોતાની જાતને હંમેશા ભૂલી જવાની ટેવ રાખો : કોઈ પણ સમસ્યા માટે તમે એવું વિચારો કે, આ સમસ્યાનો અંત કેવો આવી શકે છે. માની લો કે બે માણસ વચ્ચે કોઈ બાબતને લઈને ઝગડો થઈ રહ્યો છે, ત્યારે તે બંનેના ઝગડાનો અંત કેટલી ખરાબ રીતે આવી શકે છે. આવા સમયે તમે થોડી વાર માટે થંભી જાવ અને 2 મિનીટ પછી વિચારો કે આ ઝગડાથી શું મળશે ? તો તમે તરત જ સમજી જશો કે ઝગડાથી કશું પ્રાપ્ત નથી થતું.> જે સાચું છે તેને કરવાની હિંમત રાખો : આપણી સૌથી મોટી સમસ્યા એ હોય છે કે, કોઈ પણ કામ આપણે કરવું જોઈએ કે ન કરવું જોઈએ ? પરંતુ જો તમારે શાંત બનવું છે તો જે પણ સાચું છે તેને કરવાની હિંમત રાખો. આ અંગે ધોનીનું એવું માનવું છે કે, જો તમને કોઈ પણ કઠીનથી કઠીન મુશ્કેલીનો સામનો કરવાની પ્રેક્ટીસ નહિ હોય તો તમે ક્યારેય તે મુસીબતમાંથી નથી નીકળી શકવાના. માટે જો તમને કઠીન પરિસ્થિતિનો સામનો કરવાનો અનુભવ હશે તો જ તમે તે સમસ્યામાંથી બહાર નીકળી શકશો.  હવે તમે કોઈ એવી સ્થિતિને યાદ કરો કે જેમાં તમે પોતાને અલગ રાખીને વિચારી શકો કે હું આનાથી વધુ સારો કરી શક્યો હોત… આમ વિચારવાથી ધીમેધીમે તમે પરિસ્થિતિને હેન્ડલ કરતા શીખી જશો.

Leave a Comment