મિત્રો, તમે પોતાની લાઈફમાં ક્યારેક તો પોતાનો હાથ કોઈ જ્યોતિષીને દેખાડ્યો જ હશે. કહેવાય છે કે હાથની રેખા પરથી તમે તમારું ભવિષ્ય જાણી શકો છો. પરંતુ રેખાઓની સાથે તમે તમારા અંગૂઠાના કદને આધારે પણ પોતાનું ભવિષ્ય જાણી શકો છો. આ સિવાય તેના આધારે તમે કેટલા હોશિયાર અને સફળ છો એ પણ જાણી શકો છો. માટે આ લેખને અંત સુધી વાંચો…
અમે તમને વધુ જણાવીએ તો જ્યોતિષ શાસ્ત્રમાં હસ્તરેખા શાસ્ત્રનું ખુબ જ મહત્વ આપ્યું છે. હાથની રેખાઓ અને આકાર તમારા ભવિષ્ય વિશે ઘણું બધું કહી જાય છે. હાથ અને આંગળીઓની લાઇનો સાથે, તે તમારા ભાવિ તેમજ વર્તન વિશે પણ ઘણી માહિતી આપે છે.જ્યારે આજે અમે તમને આ હસ્તરેખામાં આવતા તમારા હાથ અને આંગળીઓના કદ કંઈ રીતે તમારું ભવિષ્ય બતાવે છે એ જણાવશું, તેમજ અંગૂઠાના કદ વિશે કેટલીક વિશિષ્ટ માહિતી આપીશું. અંગૂઠાના આકાર-પ્રકારને આધારે તેમજ અંગૂઠાના ફરવાને આધારે પણ ઘણી પ્રકારની પરિસ્થિતિઓથી તમારા વિશેની અનેક માહિતી જાણી શકાય છે. લોકો વિશે જ્યોતિષ શાસ્ત્રમાં હસ્તરેખા શાસ્ત્ર, જન્મકુંડળીથી માહિતી મેળવી શકાય છે, આ ઉપરાંત શરીરના બંધારણથી પણ તમારા ભવિષ્ય વિશે જાણી શકાય છે.
આ વિશે આગળ વાત કરીએ તો જેમ હાથનાં ચિહ્નો અને નખ તમારા વિશે ઘણી પ્રકારની માહિતી આપે છે, તે જ રીતે અંગૂઠો પણ તમારા વિશે ઘણું બધું કહી જાય છે. આમ અંગૂઠાથી તમારા વર્તન, સંજોગો અને આર્થિક પરિસ્થિતિ વિશે માહિતી આપી શકાય છે. ચાલો અંગૂઠાના કદથી તમારા વર્તન વિશે જાણીએ.
લાંબો અંગૂઠો : જે લોકોને હાથની તર્જનીથી બીજા છેડા સુધીનો અંગૂઠો હોય છે તે લોકો હૃદયના ખુબ જ સારા હોય છે. આ લોકો બુદ્ધિશાળી પણ એટલા જ હોય છે, આ લોકો લાગણીશીલ પણ હોય છે. આ લોકો હંમેશાં અન્યની મદદ માટે આગળ રહે છે. આ લોકો શોખી મૂડના હોય છે અને આ સિવાય તેઓ તેમના પૈસા ખુલ્લા હાથે ઉડાડે છે.
નાના અંગૂઠા : નાનો અંગૂઠો હોવો એ બહુ સારી વસ્તુ નથી. જે લોકોનો અંગૂઠો નાનો છે તેમના જીવનમાં આર્થિક સમસ્યાઓ ખુબ હોય છે. પૈસાની તંગી આ લોકોના જીવનમાં રહે છે. જે લોકોનો અંગૂઠો નાનો છે, તેઓ દેવામાં જ પોતાનું જીવન જીવે છે અને ક્યાંકને ક્યાંક તેમના પૈસા ડૂબી જાય છે. એટલું જ નહીં, આ લોકોમાં પણ પારિવારિક જીવન વધારે નથી રહેતું.
પહોળો અંગૂઠો : જે લોકોનો અંગૂઠો પહોળો હોય છે તે લોકો વધુ સમૃદ્ધ હોય છે. પરંતુ તે ખુબ જ ખર્ચાળ હોય છે. જેના કારણે તેઓ ઘણીવાર ખોટી જગ્યાએ પૈસા વેડફી નાખે છે. આ સિવાય તેઓ ઝડપથી વ્યસની પણ બની જાય છે.
ઓછો ખૂલતો અંગૂઠો : જે લોકોનો અંગૂઠો ઓછો ખુલે છે તેઓ કોઈપણ ક્ષેત્રે સફળ નથી થતાં. તે જે પણ કામ કરે છે તેમાં હંમેશાં અવરોધ આવે છે. સફળ થવા માટે આ લોકો ખુબ જ મહેનત કરે છે. પૈસા આ લોકોના જીવનમાં ક્યારેય ટકતા નથી.
નીચે પાતળો અને ઉપર જાડો અને ગોળ : જે લોકોનો અંગૂઠો તળિયેથી પાતળો હોય છે અને ટોચ પર ગોળાકાર હોય છે, તે લોકો અન્ય પર વિશ્વાસ કરવામાં ક્યારેય ઉતાવળ કરતા નથી. તે દરેકને શંકાની નજરે જુએ છે.અંગૂઠો પાતળો અને લાંબો : જે લોકોનો અંગૂઠો પાતળો અને લાંબો હોય છે તે ખુબ શાંત અને નરમ સ્વભાવના હોય છે. આ લોકો તેમના પરિવારને અને પોતાને ખુબ સારી રીતે સંભાળે છે. તેમનું વર્તન ખુબ જ કાર્યક્ષમ હોય છે. પરંતુ તે જ સમયે તેઓ ખુબ જ ભાવનાશીલ પણ બની જાય છે. જેના કારણે તેઓને જીવનમાં ઘણું નુકસાન પણ થાય છે.
લાંબો પાતળો અંગૂઠો : જે લોકોનો અંગૂઠો સરળતાથી જ આગળ વધે છે, તે ખુબ જ સ્થિર અને સમજદાર બને છે. આ લોકોમાં ક્યારેય પૈસાની કમી હોતી નથી. વળી, આ લોકોને સમાજમાં પણ ખુબ માન મળે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google