મિત્રો, હાલ તમે જાણો છો કે આખી દુનિયા કોરોના વાયરસની દવા શોધી રહ્યું છે. જેમાં હજુ સુધી કોઈ પણ દેશના વૈજ્ઞાનિકોને સફળતા નથી મળી. પરંતુ અમે તમને જણાવી દઈએ કે, બાબા રામદેવે એવો દાવો કર્યો છે કે કોરોનાની તેમણે આયુર્વેદિક દવા તૈયાર કરી લીધી છે. જેમાં તેમને 100% જેટલી સફળતા મળી છે. તો શું તમે પણ અંગે જાણવા માંગો છો તો આ લેખને જરૂરથી વાંચો.
બાબા રામદેવ સાથે થયેલી એક કોન્ફરન્સમાં તેમણે એવું જણાવ્યું છે કે, અમે કોરોનાની દવા શોધી લીધી છે. જેની રાહ આખી દુનિયા જોઈ રહી હતી. આ દવાનું નામ ‘દિવ્ય કોરોનીલ ટેબલેટ’ છે. જ્યારે બાબા રામદેવે એવો દાવો કર્યો છે કે, આ ટેબલેટથી 7 દિવસમાં 100% મરીજ સાજા થયા છે. જ્યારે એવું પણ જાણવા મળે છે કે સોમવારે ordernil app લોન્ચ કરવામાં આવશે. જેને કારણે તમને 3 દિવસમાં જ ઘરબેઠા આ ટેબલેટ મળી જશે. આ દવાની એક કીટ તૈયાર કરવામાં આવી છે. જેમાં 3 દવાઓ છે. જેમાં કોરોનીલ મુખ્ય દવા છે.
આજે આપણે ભારતની વાત કરીએ તો દેશમાં 4,40,215 કોરોના કેસ સામે આવી ચુક્યા છે અને તેમાંથી 14011 લોકોના મોત થયા છે અને 2 લાખ 48 હજાર કરતા વધુ લોકો સાજા થયા છે. જ્યારે 24 કલાકમાં 14933 કેસ સામે આવ્યા છે, જ્યારે 312 લોકોના મોત નીપજ્યા છે. એવું જાણવા મળે છે કે, બાબા રામદેવે કોરોનાની દવા શોધી લીધી છે. આ એક આયુર્વેદિક દવા છે, જેના દ્રારા લોકોનો આયુર્વેદિક ઈલાજ કરવામાં આવશે. બાબા રામદેવે કોરોનીલ સાથે બીજી 2 દવા પણ લોન્ચ કરી છે. તેમાં કોરોનીલ સિવાય શ્વાસારી વટી અને અણુ તેલ સામેલ છે. આમ 3 દવાઓની આ એક કીટ છે. આ સિવાય બાબા રામદેવે એમ પણ કહ્યું છે કે, આ ત્રણેય દવાનો ઉપયોગ એક સાથે કરવાનો છે. જેનાથી કોરોનાનું સંક્રમણ ઓછું થશે અને મહામારીથી બચી શકાશે.
આ ઉપરાંત જો તમારા શરીરમાં ઓક્સિજનની કમી હશે, તો શ્વાસારી તેમાં ઘણો ફાયદો કરે છે. આ દવા એક સાથે શરદી, ઉધરસ, તાવ ત્રણેયને ખત્મ કરે છે. આ દવામાં મુલેઠી, આદુ, મધ, તુલસી જેવી 16 જડી-બુટીઓ દ્વારા બનાવવામાં આવી છે. જ્યારે અણુ તેલ એ નાકમાં નાખવાનું હોય છે. જે કોરોનાથી બચાવે છે. હવે કોરોનીલની વાત કરીએ તો તેમાં ગીલોય, તુલસીએને અશ્વગંધા હોય છે. જે શરીરની ઇમ્યુનિટી વધારે છે. કહેવાય છે કે, ગીલોયમાં ટીનોસ્પોરાઈડ હોય છે. જ્યારે અશ્વગંધામાં એન્ટી બેકટરીય તત્વ છે. તેમજ શ્વાસારીકના રસથી આ દવા બનાવવામાં આવી છે. જ્યારે આ દવા ક્રોનિક જેવી બીમારીથી પણ બચાવે છે.
જાણવા મળતી માહિતી અનુસાર પતંજલિ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ અને નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ (નીમ્સ) યુનિવર્સિટી જયપુરે મળીએ આ દવા તૈયાર કરી છે. એટલે કે તેનો પ્રાયોગિક ધોરણે પણ પ્રયોગ કરવામાં આવ્યો છે. આ દવાના પ્રયોગ માટે બે ટ્રાયલ કરવામાં આવ્યું છે. 100 લોકો પર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી, જેમાં 95 લોકોએ ભાગ લીધો. 3 દિવસમાં 69 લોકો સાજા થયા જ્યારે બીજા 7 દિવસમાં 100% લોકો સાજા થયા છે. પોતાના પ્રેસ કોન્ફરન્સમાં બાબા રામદેવે એવો પણ દાવો કર્યો કે, આ દવા બનાવવા સંપૂર્ણ રીતે દેશી દવાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં મુલેઠી અને કાઢા સહીત ઘણી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમ આગળ વાત કરી તેમ આ દવા સોમવારે લોન્ચ કરવામાં આવશે. જે હવે પછીના 7 દિવસમાં તમારા ઘર સુધી પહોંચી જશે. આ દવાની કિંમત 400 રૂપિયા છે. આ સિવાય શ્વાસારિકની કિંમત 120 રૂપિયા છે. જ્યારે અણુ તેલની કિંમત 25 રૂપિયા છે. આમ એક મહિનાની દવા તમને 545 રૂપિયા પડશે.
આ સિવાય બાબા રામદેવના સહયોગી આચાર્ય બાલકૃષ્ણ એ જણાવ્યું છે કે, પતંજલિ અને જયપુરના રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાનના ચિકિત્સકોએ સંયુક્ત રીતે પરીક્ષણ કર્યું અને ટ્રાયલ પણ કર્યું. તેમજ હજુ પણ તેનું અનુસંધાન શરૂ છે. આ સિવાય બાબા રામદેવે એમ પણ કહ્યું કે, બની શકે છે કે, હજુ લોકોને વિશ્વાસ નહિ આવે. કે આ કેમ બની શકે ? પરંતુ રામદેવે કહ્યું કે, અમે કોરોનિલને પતંજલિ યોગપીઠ આખા વિશ્વ માટે આ દવા લોન્ચ કરી રહ્યા છીએ. જ્યારે આ દવાની શોધ એ આયુર્વેદ જગત માટે ખુબ ગર્વની વાત છે.