અજમાવો આ નાનો અને મફત ઉપાય, ઘરના એક એક ખૂણેથી ભાગી જશે તમામ વંદા…. મિનીટોમાં જ મળશે પરિણામ અને બીજી વાર દેખાશે પણ નહિ….

મિત્રો તમે કદાચ અક્સર જોયું હશે કે, આપણા રસોઈઘરમાં મોટાભાગના લોકોના ઘરે વંદાઓનો ત્રાસ વધુ હોય છે. આ વંદા એ બીમારીનું ઘર કહેવામાં આવે છે અને જો તે કોઈ વસ્તુઓમાં મોઢું મારી લે તો તે ફેંકી દેવી પડે છે. આથી જ ઘરમાંથી વંદાઓ કાઢવા માટે તમે અનેક ઉપાયો કરતા હશો. જો તમે એમ ઈચ્છો કે તમારા રસોડા માંથી વંદાઓ જલ્દી જાય અને કાયમ માટે ગાયબ થઈ જાય, તો આ લેખમાં આપેલ ઉપાય તમને ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકશે.

વંદા મારવા માટે ટીવીમાં ઘણા પ્રકારની જાહેરાતો દેખાડવામાં આવતી હોય છે. જે દાવો કરે છે કે, વંદાને મારશે, પરંતુ તે કેમિકલ્સની અસર થોડા સમય સુધી થાય છે અને પછી મોટી સંખ્યામાં આપણને વંદા જોવા મળે છે. ઘણી વખત કેમિકલનો દુષ્પ્રભાવ જોવા મળે છે. કેમિકલની અસર ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર પડે છે.

રસોડામાં અથવા લાકડાના સામાનમાં જોવા મળતા વંદાથી દરેક વ્યક્તિઓ પરેશાન છે. તેઓ એટલી મોટી સંખ્યામાં હોય છે કે, સરળતાથી તેને મારી શકાતા નથી. જો કે, તેને મારવા માટે ટીવી પર કેટલીક જાહેરાતો બતાવવામાં આવે છે. જે દાવો કરે છે કે, વંદાઓ મરી જશે. પરંતુ તે કેમિકલ્સની અસર થોડા સમય સુધી થાય છે અને પછી મોટી સંખ્યામાં આપણને વંદા જોવા મળે છે. આ કેમિકલની ઉલટી અસર જોવા મળે છે. જે વધુ મુશ્કેલી ઉભી કરે છે.

ઘણી વખત કેમિકલનો દુષ્પ્રભાવ જોવા મળે છે. કેમિકલની અસર ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર પડે છે. આજે અમે તમને અમુક એવા ઘરેલું ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ, જેનો ઉપયોગ કરીને તમે વંદાને થોડી જ મિનિટોમાં મારી શકશો. તો ચાલો જાણીએ આ અકસીર ઘરેલું.

તમાલપત્ર : મિત્રો તમે તમાલપત્રની મદદથી તમારા ઘરમાં રહેલ વંદાને ગાયબ કરી શકો છો. મસાલામાં ઉપયોગમાં લેવાતા તમાલપત્ર આમ તો ખાવાનો સ્વાદ વધારવા માટે કામ આવે છે. પરંતુ તેનો ઉપયોગ વંદાને ભગાડવા માટે પણ કરી શકાય છે. જે જગ્યાએ વધારે વંદા જોવા મળતા હોય તે જગ્યાએ તમાલપત્રનો પાવડર બનાવીને નાખવો. તેની તીખી સુગંધથી સંતાયેલા વંદા પણ બહાર નીકળીને ભાગી જશે કાયમ માટે.

બોરિક પાવડર : બોરિક પાવડરને આપણે અનાજના જંતુઓ ભગાડવા માટે ઉપયોગમાં લઈએ છીએ. પરંતુ આ વખતે તમે તેનો ઉપયોગ વંદા ભગાડવા માટે પણ કરી શકો છો. લોટમાં થોડો બોરિક પાવડર મિક્સ કરીને તેને બાંધી લેવો અને પછી તેની નાની નાની ગોટીઓ બનાવીને એ જગ્યાએ રાખી દેવી, જ્યાં વંદા વધારે જોવા મળતા હોય. આમ કરવાથી વંદા ભાગી જશે અને જો તમે આ પ્રક્રિયા 15-20 દિવસ સુધી કરશો તો, વંદા હંમેશા માટે તમારા ઘરમાંથી ભાગી જશે.

બેકિંગ સોડા અને ખાંડ : રસોડામાં સરળતાથી મળતો બેકિંગ સોડા અને ખાંડ ઓગાળીને તેને રસોડાની એ જગ્યાએ નાખવું જ્યાં વંદા આવતા હોય. ખાંડની સુગંધથી આકર્ષિત થઈને વંદા તે મિશ્રણ પાસે આવશે અને સોડા વંદા માટે ઝેરનું કામ કરે છે. જેનાથી વંદા ત્યાં જ ચોંટીને મરી જશે.

લવિંગનો ઉપયોગ કરવો : ઘરમાં સરળતાથી મળતા લવિંગ માણસો માટે ખુબ જ ઉપયોગની વસ્તુ છે. પરંતુ તે વંદા ભગાડવા માટે રામબાણ છે. લવિંગની તીખી સુગંધ વંદાને આસપાસ આવવા દેતી નથી. માટે જ રસોડાના દરેક ખૂણામાં એક એક લવિંગ રાખી દેવું અને તેને દર મહિને બદલતા રહેવું. તમારા રસોડામાં જેટલા પણ વંદા છે બધા જ મરી જશે.

આમ ઉપર જણાવેલા ઉપાયોની મદદથી આપણે રસોડામાંથી વંદાને હંમેશા માટે ભગાડી શકીએ છીએ. તમે પણ વંદાથી પરેશાન હોય, તો આ ઉપાયોની મદદ જરૂરથી લેવી જોઈએ. મળી જશે કાયમી છુટકારો.

(નોંધ : ઉપર જણવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment