નિયમિત આ બીજ સેવન વજન, ડાયાબિટીસ કંટ્રોલ કરી હૃદય, સોજા, સાંધાના દુખાવાની સમસ્યા કરી દેશે દુર, વાળ માટે છે અનોખું સુપરફૂડ…

મિત્રો અનેક ફળોના બીજમાં કોળુંના બીજ પણ અનેક પોષક તત્વોથી ભરપુર માનવામાં આવે છે. તેના સેવનથી તમને સારી નિંદરથી લઈને વાળના સ્વાસ્થ્ય માટે પણ ઘણા લાભ મળે છે. આજે આ લેખમાં આપણે કોળુંના બીજના ફાયદાઓ વિશે વાત કરીશું.

કોળુંના બીજ જેને પેપીટસ પણ કહેવામાં આવે છે. તે પોષક તત્વોનો પાવર હાઉસ માનવામાં આવે છે. નટ્સની જેમ કોળુંના બીજ ઓમેગા-3 ફેટી એસિડ સહીત પ્રોટીન અને અસંતૃપ્ત વસાનો એક મોટો સ્ત્રોત છે. તેના ફાયદાઓ ખુબ જ ગજબના છે. તેને નિયમિત પોતાના ડાયટમાં સામેલ કરવાથી સ્વાસ્થ્યના અનેક લાભો મળે છે. કોળુંના બીજમાં આયરન, કેલ્શિયમ, બી2, ફોલેટ અને બીટા કેરોટીન સહિત ઘણા પોષક તત્વોની સારી માત્રા રહેલી છે. જે શરીરમાં વિટામીન એ માં પરિવર્તિત થઈ જાય છે. કોળુંના બીજમાં જરૂરી ફેટી એસિડનું ઉચ્ચ સ્તર હોય છે જે બ્લડમાં સ્વસ્થ રક્ત વાહિકાઓ અને કોલેસ્ટ્રોલ બનાવી રાખે છે.

આ બીજ જસ્તા, મેગ્નેશિયમ, મેગ્નીજ, તાંબુ, એન્ટી ઓક્સીડેન્ટ અને ફાઈટોસ્ટેરોલ જેવા મુલ્યવાન પોષક તત્વોના પણ સ્ત્રોત છે. આ બીજ મહિલાઓ અને પુરુષો બંને માટે પોષણ સ્નેક્સના રૂપમાં લઈ શકે છે. તે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. આ બીજનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ થાય છે. તો ચાલો જાણીએ કોળુંના બીજના ફાયદા.

ડાયાબિટીસ : કોળુંના બીજ ઓક્સીડેટીવ તણાવ ઓછું કરીને બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ બીજ પણ સુપાચ્ય પ્રોટીનમાં સમૃદ્ધ છે. જે બ્લડ શુગરના સ્તરને સ્થિર કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીને આ બીજનું સેવન લાભકારી નીવડી શકે છે.

વજન : દરેક લોકો પોતાનું વજન ઓછું કરવા માંગે છે. કોળુંના બીજ પોષક તત્વોથી ભરપુર માનવામાં આવે છે. જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. તેમાં ફાઈબર પણ ભરપુર માત્રામાં રહેલ છે, જે તમને તૃપ્ત રાખે છે અને તમને અનહેલ્દી ખાવાથી રોકે છે.

વાળનો ગ્રોથ : કોળુંના બીજમાં કયુંક્રબીટાસીન હોય છે, જે એક અનોખું એમિનો એસિડ છે જે વાળના વિકાસમાં મદદ કરે છે. તે વિટામીન સી થી ભરપુર હોય છે, જે વાળના ગ્રોથમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તમે માથામાં આ બીજનું તેલ પણ નાખી શકો છો. તેમજ દરરોજ એક મુઠ્ઠી આ બીજનું સેવન પણ ફાયદાકારક છે.

એન્ટી ઓક્સીડેન્ટ : કોળુંના બીજમાં વિટામીન ઈ અને કેરોટીનનોયડ જેવા એન્ટી ઓક્સીડેન્ટ રહેલ છે. જે સોજાને ઓછા કરવામાં મદદ કરે છે અને કોશિકાઓને હાનીકારક મુક્ત કણોથી બચાવે છે. શરીરને વિભિન્ન બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે.

હૃદયના સ્વાસ્થ્ય : કોળુંના બીજમાં સ્વસ્થ વસા, ફાઈબર અને એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. જે તમારા હૃદય સ્વાસ્થ્ય માટે સારા છે. આ બીજમાં મોનોઅનસેચુરેટેડ ફેટી એસિડ પણ હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારે છે. તે રક્તચાપના સ્તરને નિયંત્રિત કરે છે.

નિંદર : આ બીજમાં સેરોટોનીન હોય છે જે એક ન્યુરોકેમિકલ છે જેને એક પ્રાકૃતિક નિંદર પ્રેરિત કરવા માટે ઓળખાય છે. આ ટ્રીપ્ટોફેનમાં પણ સમૃદ્ધ છે. એક એમિનો એસિડ જે શરીરમાં સેરોટોનીનમાં પરિવર્તિત થાય છે. જે નિંદર સારી આપે છે.

સોજા : આ બીજમાં એન્ટી ઇન્ફલેમેટરી ગુણ રહેલ છે, જે ગઠીયાના દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે. સાંધાના દુખાવાના ઈલાજમાં આ બીજ એક સરળ ઘરેલું ઈલાજ છે. શિયાળામાં આ બીજનું સેવન સારું માનવામાં આવે છે.

શુક્રાણુની ગુણવત્તા : ઓછા ઝિંક લેવલ શુક્રાણુની ગુણવત્તામાં કમી અને પુરુષોમાં નિઃસંતાનના જોખમને ઓછું કરે છે. જો કે આ બીજમાં ઝિંક ભરપુર માત્રામાં રહેલ છે, આથી તેના સેવનથી શુક્રાણુની ગુણવત્તામાં સુધાર કરી શકાય છે.

કોળુંના બીજનું સેવન કરવાની રીત : 1 ) તમે સુકવેલા શેકેલા કોળુંના બીજનું સેવન નાસ્તામાં કરી શકો છો.
2 ) તેના બીજને પીસીને સલાડ તેમજ કઢીમાં નાખીને ઉપયોગ કરી શકો છો.
3 ) તમે તેને કપકેકને કાચા, શેકેલા આ બીજને ગાર્નીશ કરી શકો છો.
4 ) ટ્રેલ મિક્સમાં આ બીજને મિક્સ કરો.
5 ) તેમજ સ્મુદીમાં તેને પીસીને ઉમેરી શકો છો.

આમ તમે કોળુંના બીજને અનેક રોગોના ઈલાજ માટે તેમજ ઈમ્યુન સિસ્ટમ મજબુત કરવા માટે પણ તેનો ઉપયોગ કરી શકો છો. આ એક ટેસ્ટી બીજ હોવાને કારણે તમે તેને એમ જ ખાઈ શકો છો. તેનાથી અન્ય વસ્તુઓનો સ્વાદ પણ વધે છે. આ રીતે કોળુંના બીજ તમને ઉપયોગી થઈ શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment