મિત્રો હાલમાં લગભગ બધી જગ્યાઓ પર સોશિયલ મીડિયામાં રાનુ મંડલ ફેમસ થઇ ગઈ છે. તેના એક ગીતના કારણે આજે આખા દેશમાં તેની નામના બની ગઈ છે. તેની કહાની સીધી જમીનથી લઈને આસમાનને આંબી ગઈ હતી. પરંતુ તેને હિમેશ રેશમિયા દ્વારા એક ગીતની ઓફર પણ કરવામાં આવી અને તેનું એક બોલીવુડમાં ગીત પણ આવી ગયું છે. જે ખુબ જ ફેમસ બની ગયું હતું. પરંતુ રાનુ મંડલને લઈને હાલમાં લતા મંગેશકર વચ્ચે એક વિવાદ થયો છે. જેના કારણે લતા મંગેશકરજીની મીડિયામાં ટ્રોલ થયા હતા.
લતા મંગેશકરજી એ રાનુ મંડલને લઈને એક કોમેન્ટ કરી હતી જેના બારામાં હિમેશ રેશમિયાએ લતાજીને જવાબ આપ્યો હતો. જેના વિશે આજે અમે તમને જણાવશું. તો ચાલોં જાણીએ શું છે આખી ઘટના. મિત્રો લીજેન્ડરી સિંગર લતા મંગેશકરનું એક ગીત…. “એક પ્યાર કા નગમા હે….” આ ગીતને ગાયા બાદ સેન્સેશન બનેલી રાનુ મંડલ સેલિબ્રિટી બની ચુકી છે. તેમણે હિમેશ રેશમિયાની મદદથી મ્યુઝીક ઇન્ડસ્ટ્રીમાં એક ડેબ્યુ પણ કરી લીધું છે. તેનું પહેલું ગીત છે, “તેરી મેરી કહાની” જે રીલીઝ પણ થઇ ગયું છે. પરંતુ છેલ્લા દિવસોમાં રાનુ મંડલની અવાજને લઈને લતા મંગેશકર દ્વારા એક બયાન આપવામાં આવ્યું હતું. જેના ઉપર તેના ફેંસ દ્વારા આપત્તિ દર્શાવવામાં આવી હતી. લતા મંગેશકરના બયાનથી લોકો ખુબ જ નારાજ હતા. ત્યારે હિમેશ રેશમિયાએ લતાજીના બયાનનો જવાબ આપ્યો હતો જે અમે તમને જણાવશું.
સૌથી પહેલા જાણીએ કે શું કહ્યું હતું લતા મંગેશકરે. લતાજી એ કહ્યું હતું કે, “કોઈની કોપી કરીને તમે લાંબા સમય સુધી ટકી ન શકો. આ સફળતા વધારે સમય સુધી ચાલતી નથી. મારા, કિશોર દા, રફી સાહેબના ગીત, મુકેશ ભૈયા, આશાના ગીતો ગાવાથી થોડા સમય માટે લોકોનું ધ્યાન ખેંચી શકો છો. પરંતુ તે વધારે સમય સુધી નથી ચાલતું.
પરંતુ સોંગ તેરી મેરી કહાનીના લોન્ચ ઇવેન્ટમાં હિમેશ રેશમિયાને લતા મંગેશકરના કોમેન્ટ પર સવાલ પૂછવામાં આવ્યો. જેનો જવાબ આપતા હિમેશે જણાવ્યું હતું કે, “લતાજીના કોમેન્ટને સાચા સંદર્ભમાં લેવો જોઈએ. રાનુ લતાજી થી ઇન્સપાયર્ડ છે, પરંતુ કોઈ પણ તેની જેમ લીજેંડ ન બની શકે.”“લતા મંગેશકર બેસ્ટ છે, લતાજીના બોલવાનો મતલબ હતો કે કોઈથી પ્રેરિત થઇ શકો છો. તે સારી વાત છે. પરંતુ એવું જરૂરી નથી કે તમે કોઈની સીધી કોપી કરો. પરંતુ રાનુ એ તેવું નથી કર્યું.”
“કોઈ સિંગરના નામથી પ્રેરિત થવું અને તેની કોપી કરવામાં ઘણો ફર્ક હોય છે. આજ અરીજીત સિંહ એક મહાન સિંગર છે. જો કોઈ એકદમ તેની જેમ ગાવા લાગે તો વધારે કામ નહિ કરે. એટલે કે એક પ્રેરણા મળવી ખુબ જ મહત્વપૂર્ણ છે.”
હિમેશ આગળ જાણવા કહે છે કે, “આપણે બધા જ લોકો કોઈને કોઈ વ્યક્તિથી પ્રેરિત હોઈએ છીએ. જ્યારે હું હાઈ પીચ સિંગિંગ કરું છું ત્યારે લોકો કહે છે કે હું નાકમાંથી ગાવ છું. પરંતુ ક્યાંકને ક્યાંક ઇન્ટરનેશનલ સિંગિંગ હંમેશા નાકથી જ થતી. જે આજકાલ એક કોમન વાત છે. રાનુ મંડલ જન્મથી જ ટેલેન્ટેડ હતી.”તમને જણાવી દઈએ કે રાનુ મંડલ પર કોમેન્ટ કર્યા બાદ લતા મંગેશકર સોશિયલ મીડીયમાં ખુબ જ ટ્રોલ થઇ હતી. લોકોનું કહેવું હતું કે રાનુ મંડલ વિશે કોમેન્ટ કરતા પહેલા લતાજી એ પોતાની ગરિમાનું ધ્યાન રાખવું જોઈએ.
મિત્રો સોંગ તેરી મેરી કહાનીના લોન્ચિંગ ઇવેન્ટમાં જ્યારે રાનુ મંડલ હિમેશને શુક્રિયા કહી રહ્યા હતા ત્યારે હિમેશ રેશમિયા ભાવુક થઇ ગયા હતા. તે દરમિયાન હિમેશની પત્નીએ તેના આંસુ લૂછ્યા હતા. પરંતુ લતાજીના કરિયર પર તેની એક કોમેન્ટે દાગ લગાવી દીધો છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google