અહીં મહિલાઓ કોઈ પણ પુરુષ સાથે લગ્ન બાદ પણ જઈ શકે છે… નથી રોકી શકતું કોઈ પણ..

મિત્રો આજે આપણે જોઈએ છીએ કે સમાજમાં સ્ત્રીઓ માટે ઘણા નિયમો અને ઘણી બધી સુવિધા આપવામાં આવે છે. કેમ કે આજે સમય સાથે લોકોના વિચારો બદલતા દેખાય છે. પરંતુ તેમ છતાં પણ આજના સમયમાં અમુક જગ્યાએ સ્ત્રીઓને નિમ્ન જ માનવામાં આવે છે. આજે પણ સ્ત્રીઓ પોતાની મરજી અનુસાર જીવન પસાર નથી કરી શકતી. સ્ત્રીને સ્વીકારે છે બધા પરંતુ તેના પર હક સમજે છે.

પરંતુ આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવશું જ્યાં મહિલાઓ પોતાની ઈચ્છા અનુસાર પોતાનું જીવન જીવે છે. ત્યાં મહિલાઓ ઘર અને પરિવારની બધી જવાબદારીઓ પોતે જ નક્કી કરે છે. દરેક કારભાર પોતે જ સંભાળે છે. ત્યાંની સ્ત્રીઓ પોતે ઈચ્છે એ અનુસાર સાજશણગાર કરી શકે છે. પરંતુ મહત્વની વાત તો એ હતી કે, ત્યાની સ્ત્રીઓ પોતાના લગ્નજીવનથી ખુશ ન હોય, તો તે બીજા કોઈ પણ પુરુષ સાથે રહી શકે છે. ત્યાં સ્ત્રીઓ પરપુરુષ સાથે લગ્ન બાદ પણ જાય તો કોઈ પ્રશ્ન નથી થતા. તો એ જગ્યા જાણીને તમે પણ ચોંકી જશો. કેમ કે એ જગ્યા પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની બોર્ડર પર આવેલી છે. એ પ્રજાતિનું નામ છે કલાશા પ્રજાતિ. આ પ્રજાતિ પાકિસ્તાનમાં સૌથી વસ્તી વાળી છે. આ વસ્તી માત્ર પોણા  ચાર હજાર જેટલી જ સંખ્યામાં છે. પરંતુ કલાશા પ્રજાતિ પોતાના પહેરવેશ,અલગ અને વિચિત્ર જીવનશૈલી માટે ખુબ જ ચર્ચામાં રહે છે.

કલાશા જાતિ ખૈબર-પખ્તુનખ્વાના વિસ્તારમાં આવેલ ચિત્રાલ ઘાટીના બામ્બુરાતે, બીરીર અને રામબુર ઇલાકામાં રહે છે.  આ જાતિ જે વિસ્તારમાં રહે છે તેનું નામ પણ ખુબ જ અટપટું છે અને આં જાતિનું જીવન તેનાથી પણ વધારે અજુગતું લાગે તેવું છે. આ પ્રજાતિ હિંદુકુશ નામના પર્વતથી ઘેરાયેલ છે. આ પ્રજાતિમાં આજે પણ પોતાની સંસ્કૃતિને ખુબ જ મહત્વ આપવામાં આવે છે. આ પ્રજાતિ જ્યાં રહે છે ત્યાં ઘણા ઐતિહાસિક કિસ્સાઓ પણ જોડાયેલા છે. આ વિસ્તાર પર જ્યારે સિકંદરે વિજય મેળવ્યો ત્યાર બાદ  કૌકાશોષ ઇંદિકોષ કહેવામાં આવ્યો. અને યુનાની ભાષામાં તેને હિન્દુસ્તાની પર્વત કહેવામાં આવે છે. પરંતુ આ પ્રજાતિને સિંકદરના મહાન વંશજ પણ માનવામાં આવે છે. આ પ્રજાતિમાં કોઈ પણ તહેવાર કે ઉત્સવ હોય ત્યારે પુરુષો અને મહિલાઓ બંને મળીને સાથે આલ્કોહોલનું સેવન કરે છે. તેમના દરેક ઉત્સવ અને પ્રસંગોમાં સંગીત સૌથી પ્રમુખ સ્થાન પણ હોય છે. તેમના પ્રસંગમાં વાંસળી અને ઢોલ બંને મુખ્ય વાદક છે. જેના સંગીતને પહેલું પ્રાધાન્ય આપવામાં આવે છે.

2018 ની જ્યારે વસ્તીગણતરી ત્યાં થઇ ત્યારે, આ પ્રજાતિના લોકોની ગણતરી પાકિસ્તાનના લોકો સાથે કરવામાં આવી હતી. જેમાં આ જાતિની સંખ્યા 3800 જેટલી હતી. આજના સમયે પણ આ જાતિના લોકો માટી, લકડા અને કીચડથી બનેલા ઘરોમાં રહે છે. તેવો પોતાની જાતિના રક્ષણ માટે અને અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી બચવા માટે અસ્ત્ર અને શસ્ત્ર સાથે આધુનિક હથિયારો પણ રાખે છે.

ત્યાંના વિસ્તારોમાં મહિલાઓ ઘેટા અને બકરાને ચરાવવા માટે જતી હોય છે.તેમજ ટ્રેડીશનલ પર્સ અને માળાઓ બનાવવાનું કામ પણ ઘરે બેસીને કરે છે. મહિલાઓ જે સમાન ઘરે બનાવે છે તેને પુરુષો જાહેર બજારમાં વહેંચવા માટે જાય છે. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે આ જાતિની મહિલાઓ શણગાર કરવાની ખુબ જ શોખીન હોય છે. તેમને સાજશણગાર કરવો ખુબ જ પસંદ આવે છે. ત્યાંની મહિલાઓ ખાસ અને એક વિશેષ પ્રકારની ટોપી પણ પહેરે છે. આ જાતિની મહિલાઓ પોતાના મોજ અને શોખ સાથે કામ કરે છે અને જીવનને શ્રેષ્ઠ રીતે જીવવાનું પસંદ કરે છે. આ પ્રજાતિ એક વર્ષની અંદર ત્રણ તહેવારો મનાવે છે. જેના નામ છે કામોસ, જોષી અને ઊંચાવ. આ ત્રણ માંથી કામોસ એ સૌથી વધારે મુખ્ય તહેવાર કહેવામાં આવે છે. જે ડીસેમ્બર મહિનાની અંદર મનાવવામાં આવે છે. આ ઉત્સવમાં ત્યાંના લોકો મહિલા અને પુરુષ, છોકરો અને છોકરીને એક બીજાને મળે છે. એકબીજાને મળવા માટે ખાસ આં ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવમાં ઘણા સ્ત્રી અને પુરુષ સંબંધમાં પણ આવી જાય છે. પરંતુ લગ્ન બાદ પણ અહીં સ્ત્રીને તેના પતિ સાથે ફાવે નહિ, તો તે અન્ય પુરુષ સાથે પણ સંબંધ રાખી શકે છે. ત્યાં કોઈ પણ સ્ત્રી તેના પસંદના પુરુષ સાથે ગમે ત્યારે જઈ શકે છે.

આ જાતિમાં કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે તો તેના પછાળ કોઈ શોક નથી કરતું, અને ન તો આંસુ વહાવે. અહિયાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો લોકો તેની પછાળ તહેવાર મનાવે છે. તેની અંતિમ વિધિમાં લોકો નાચે અને ગાયન કરે છે. સાથે સાથે શરાબની મહેફિલ પણ કરે છે. પરંતુ તેની પાછળ આ લોકોની વિચાર દ્રષ્ટિ ખુબ જ સારી છે. જેમાં તેવો એવું જણાવે છે કે બધા જીવ ભગવાનની કૃપા અને ઇચ્છાથી જ આવે છે, અને તેની જ ઇચ્છાથી પરત જાય છે. માટે તેનો કોઈ હરખશોક નથી કરવામાં આવતો, તેના બદલામાં ત્યાં ખુશી મનાવવામાં આવે છે. આ જાતિના લોકો પોતાની હાથવણાટની આઈટમ બનાવીને વહેંચે છે અને તેનાથી પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યાં હાલ પાકિસ્તાન અને અફગાનિસ્તાનના તણાવનાં કારણે પ્રવાસીઓ પણ ખુબ જ ઓછા આવી રહ્યા છે. જેના કારણે આ જાતિ આર્થિક રીતે ખુબ જ મુશ્કેલી અનુભવી રહી છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment