મિત્રો, દરેક લોકો કોઈને કોઈ વસ્તુથી ડરતા હોય છે અને આ ડર ક્યારેક અંધારનો હોય છે, તો ક્યારેક અજાણી જગ્યાનો, તો ક્યારેક ભૂત-પ્રેતનો, તો ક્યારેક કોઈ ખાસ આંકડાનો હોય છે. તમે જોયું હશે કે ઘણા લોકો 13 નંબરના આંકડાથી ખુબ જ ડરતા હોય છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે લોકો શા માટે 13 નંબરના આંકડાથી ડરે છે. તો આજે જ જાણી લો આ રહસ્ય વિશે.
દરેકની જિંદગીમાં એવી ઘણી વસ્તુઓ બને છે, જેનાથી લોકો બચવા માંગતા હોય છે. પરંતુ ઘણી વખત આપણે બધા એક જ વસ્તુનો સામનો કરીએ છીએ. એ જ રીતે, 13 નંબરને મોટાભાગના લોકો અશુભ માને છે. લોકો 13 નંબરને ટાળવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. છેવટે 13 નંબર શું છે ? જેને લોકો ખતરનાક માને છે. તો આજે અમે તમને આ લેખમાં તેના વિશે જણાવશું. જાણવા મળતી માહિતી અનુસાર, 13 નંબરને અશુભ કહેવામાં આવે છે. કારણ કે ઈસુ ખ્રિસ્ત સાથે એક સમયે રાત્રિ ભોજન કરી રહેલા એક વ્યક્તિ દ્વારા વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો અને આ વ્યક્તિ 13 નંબરની ખુરશી પર બેઠો હતો. ત્યારબાદથી લોકોએ આ મુદ્દાને કમનસીબ માનવાનું શરૂ કરી દીધું.
આ જ કારણ છે કે આજે પણ લોકો આ સંખ્યાને અશુભ માનતા હોય છે અને તેનાથી ભાગતા હોય છે. જો કે મનોવૈજ્ઞાનિકોને 13 નંબરનો આ ભય ટ્રાઇસ્કેડિફે ફોબિયા અથવા તેર અંકોના ફોબિયાને આપ્યો છે. ખરેખર લોકોમાં 13 આંકડાનો ભય એવો છે કે તેઓ આ નંબરનો ઉપયોગ પણ કરતા નથી.
13 નંબર એ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવન સાથે પણ નિકટનો સંબંધ ધરાવતો હતો. તમને જણાવી દઈએ કે અટલ બિહારી વાજપેયીએ જ્યારે વડાપ્રધાન તરીકે સરકાર બનાવી ત્યારે પહેલીવાર તે 13 દિવસ સુધી જ ટકી શક્ય હતા. ત્યાર પછી, જ્યારે અટલજીએ ફરીથી વડાપ્રધાન પદ માટે શપથ લીધા. તે પછી પણ તેઓએ 13 મી તારીખ જ પસંદ કરી હતી અને તે સરકાર ફક્ત 13 મહિના સુધી સરકાર ચલાવી શક્યા હતા.13 મી લોકસભાના વડાપ્રધાન તરીકે શપથ લીધા ત્યારે પણ 13 પક્ષોના ટેકાથી તેઓ 13 તારીખે જ શપથ લીધા હતા અને ફરી એક વખત 13 તારીખે એ હારી ગયા હતા. પરંતુ કેટલાક લોકો તેને સંયોગ નથી માનતા. 13 નંબરનો ભય ઘણા પશ્ચિમી દેશોમાં પણ જોઇ શકાય છે. 13 નંબરને લઈને ત્યાંના લોકોમાં હજી પણ ભય રહેલો છે.
તમને ભારતમાં પણ ઘણા એવા લોકો મળશે જે 13 નંબરથી ડરતા હોય છે. ચંદીગઢને ભારતના સુઆયોજિત શહેર તરીકે ઓળખવામાં આવે છે. ચંડીગઢ શહેર પંડિત જવાહરલાલ નહેરુના સ્વપ્ન શહેર માટે પણ જાણીતું છે. પરંતુ તમને જણાવી દઈએ કે ચંડીગઢમાં સેક્ટર 13, બનાવવામાં જ નથી આવ્યું. આ શહેરના નકશાને બનાવનાર આર્કિટેક્ટે સેક્ટર 13 બનાવ્યો જ નથી. ખરેખર, તે 13 નંબરને અશુભ માનતો હતો. કારણ કે વિદેશથી ચંદીગઢ શહેર બનાવનાર આર્કિટેક્ટને બોલાવવામાં આવ્યો હતો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google