સંબંધ બનાવતા પહેલા ખાસ રાખો આ બાબતનું ધ્યાન… લગ્નજીવન સફળ અને સુખમય બની જશે….
મિત્રો મહાભારતમાં એકથી એક પાત્ર પોતાની આગવી વિશેષતાઓ ધરાવતા હતા અને મહાભારતમાં લગભગ પાત્રોએ પોતાની નીતિઓ જણાવી છે. જેના આધારે આપણે એક સુખી જીવન વિતાવી શકીએ છીએ. મહાભારતના અગિયારમાં અધ્યાયમાં દ્રૌપદીએ પોતાની ખાસ નીતિઓ જણાવી છે. જે આપણા જીવનમાં ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. દ્રૌપદીએ પોતાની નીતિમાં ખુબ જ વિશેષ વાતો જણાવી છે અને આજે અમે તે જ વિશેષ વાતો આ લેખ દ્વારા જણાવવા જઈ રહ્યા છીએ. મહાભારતના અગિયારમાં અધ્યાયમાં જણાવ્યું છે કે અંગત સંબંધ બનાવતા પહેલા અમુક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. જીવનમાં સ્ત્રી હોય કે પુરુષ બંને પોતાના જીવનમાં અંગત સંબંધ બનાવવા ઈચ્છતા હોય છે. અંગત સબંધ બનાવવાના ફાયદા અને નુકશાન બંને હોય છે. પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે જેને અંગત સંબંધ બનાવવા સંબંધિત અમુક ખાસ જાણકારી નથી હોતી. જેના પરિણામે તેઓ અંગત સંબંધ બનાવવામાં ભૂલો કરી બેસતા હોય છે.
આજે અમે જણાવશું કે ખાસ કરીને પુરુષોએ પોતાના જીવનસાથી સાથે અંગત સંબંધ બનાવતા પહેલા કંઈ ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
સૌથી પહેલી બાબત છે સફાઈ. મિત્રો પુરુષોએ અંગત સંબંધ બનાવતા પહેલા પોતાના શરીરની સફાઈ ખાસ રાખવી જોઈએ. ઘણા પુરુષોને એવી આદત હોય છે કે તેઓ બહારથી તો ખુબ જ સફાઈ રાખતા હોય છે જેમ કે હાથ મોં વગેરે ખુબ સાફ રાખે છે. પરંતુ જે જગ્યા દેખાતી નથી તે જગ્યાને વ્યવસ્થિત સાફ નથી રાખતા. જે સ્ત્રીઓને બિલકુલ પસંદ નથી આવતું. માટે પુરુષોએ અંગત સંબંધ બનાવતા પહેલા પોતાના શરીરને સંપૂર્ણ રીતે સાફ રાખવું જોઈએ અને જે પુરુષો દાઢી રાખવાના શોખીન છે તેમણે પોતાની દાઢી સારી રીતે ટ્રીમ કરી લેવી જોઈએ.
સ્ત્રીઓને એવા જ પુરુષો વધારે પસંદ આવે છે જે પોતાની સાફસફાઈ રાખતા હોય. માટે પુરુષોએ પોતાના જીવનસાથી સાથે અંગત સંબંધ બનાવતા પહેલા સ્નાન કરી લેવું જોઈએ અને એક લાઈટ પરફ્યુમ લગાવી લેવો જોઈએ. આમ કરવાથી સ્ત્રીઓ અંગત સંબંધ બનાવતી વખતે એક ફ્રેશનેસ ફિલ કરી શકે છે.
મિત્રો તમે જોયું હશે કે લગભગ પુરુષો અરીસામાં જોતા હોય છે કે પોતે કેવા દેખાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે લગભગ મહિલાઓને પુરુષોના દેખાવ કરતા તેનો સ્વભાવ વધારે પસંદ આવતો હોય છે. તેથી જ્યારે પણ કોઈ પુરુષ પોતાના જીવનસાથી પાસે જાય તો તેની સાથે પ્રેમ અને સમ્માનથી વાત કરવી જોઈએ અને ખાસ કરીને અંગત સંબંધો બનાવતા પહેલા. તેથી સ્ત્રીને એવું લાગે છે કે તેનો પતિ તેનું ખુબ જ સમ્માન કરે છે અને પત્ની પોતાના પતિની દરેક ઈચ્છા પૂરી કરે છે. જેથી અગંત જીવન ખુબ જ સુખી રહે છે.
તો મિત્રો જે રીતે લગ્ન જીવનમાં સમજદારી અને જવાબદારી સારી રીતે નિભાવવી જરૂરી છે તે જ રીતે લગ્ન જીવનને ટકાવી રાખવા માટે અંગત જીવન સુખી હોવું પણ ખુબ જ જરૂરી છે. માટે દરેક પુરુષે પોતાના અંગત જીવનને સુખી બનાવવા માટે અંગત સંબંધ બનાવતા પહેલા આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google