ચહેરા પર લગાવો આ એક વસ્તુ…. મફતમાં જ મળી રહેશે તમારા ઘરમાંથી….
મિત્રો અત્યાર સુધી તમે બરફનો ઉપયોગ શરબત બનાવવા કે ઠંડુ પાણી કે કોઈ અન્ય રીતે વસ્તુને ઠંડી કરવા માટે ઉપયોગ કર્યો હશે. પરંતુ આજે અમે તમને જણાવશું કે એક બરફનો ટુકડો કંઈ રીતે તમારા ચહેરાને ખીલવીને સુંદર અને યુવાન બનાવી શકે છે. આજે દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંગતું હોય છે અને તેના માટે તે ઘણા કોસ્મેટીક્સનો ઉપયોગ કરતી હોય છે. જાણે આપણી સુંદરતા તો માત્ર કોસ્મેટીક્સ પર જ નિર્ભર હોય ! પરંતુ તે પ્રોડક્ટ્સ તમને અત્યારે તો કદાચ સુંદરતા અપાવી શકે છે, પરંતુ લાંબા સમયે તે તમારી ત્વચાને ખુબ જ નુકશાન પહોંચાડી શકે છે.
આજે અમે એક બરફના ટુકડાના એવા કમાલના સૌદર્ય વધારવાના ફાયદા જણાવશું કે જેને જાણીને તમે કદાચ કોસ્મેટીકનો ઉપયોગ છોડીને આજથી જ બરફ લગાવવાનું ચાલુ કરી દેશો. મિત્રો એક પણ રૂપિયાના ખર્ચ વગર માત્ર બરફના ટુકડાથી તમારા ચહેરાને તમે ગોરો, સુંદર અને નીખરેલો બનાવી શકો છો. તો જાણવા માટે આ લેખને અંત સુધી વાંચો.
જો મિત્રો તમે ખીલ અને મસાથી પરેશાન છો તો એક મખમલના મુલાયમ કાપડમાં બરફનો ટુકડો રાખી તેને ચહેરા પર હળવા હાથે ઘસવો. તેનાથી તમારા ખીલ અને મસ્સાની સમસ્યા ગાયબ થઇ જશે.
મિત્રો ઘણા લોકોને એવી સમસ્યા હોય છે કે તેના ચહેરાની ચરબી વધી ગઈ હોય છે. જેથી તેના ચહેરાનો આકાર બેડોળ લાગતો હોય છે. ચરબીના કારણે ચહેરાની નમણાશ ખોવાઈ જતી હોય છે. તો તે ચરબી ઘટાડવા માટે પણ બરફનો ટુકડો ફાયદાકારક છે. તેના માટે બરફના ટુકડાને પીગળીને પાણી થઇ જાય ત્યારે તે ઠંડા પાણીથી ચહેરાને ધોઈ લેવો. આ ઉપાય ત્રણથી ચાર અઠવાડિયા સુધી નિયમિત કરવામાં આવે, તો ચહેરાની ચરબી ઘટી જશે અને ચહેરો નમણો લાગશે.
જો તમારા ચહેરાના રોમછીદ્રો મોટા થઇ ગયા હોય જેના કારણે ચહેરાની સુંદરતા ઘટી ગઈ હોય તો તેમાં પણ બરફ ખુબ જ લાભદાયી છે. બરફના ટુકડાની મદદથી માત્ર 30 દિવસમાં જ આ સમસ્યાને ઠીક કરી શકાય છે. તેના માટે બરફના ટુકડાને કોટનના કપડામાં લપેટી લેવો અને તેના વડે ચહેરાની માલીશ કરવી જોઈએ. આ ઉપાય નિયમિત રીતે 30 દિવસ સુધી કરવાથી રોમછીદ્રો સંબંધિત સમસ્યાઓ ગાયબ થઇ જશે.
આંખો માટે પણ બરફ ખુબ જ ફાયદાકારક છે. દિવસભરના કામથી થાક લાગવાથી, મોડે સુધી જાગવાથી કે કોમ્પ્યુટર અથવા લેપટોપ પર કામ કરવાથી આંખોનો તણાવ વધી જતો હોય છે. પરંતુ બરફની માલીશ કરવાથી આંખનો તણાવ અને સોજો બંને દુર થઇ જાય છે અને સાથે સાથે ચહેરામાં નવી ચમક અને નવી તાજગી પણ આવે છે.
આ ઉપરાંત આંખ નીચે કાળા કુંડાળા પડી ગયા હોય તો તેના માટે સૌથી સુરક્ષિત અને અસરકારક ઉપાય બરફ છે. અહીં આ સમસ્યા માટે આપણે સામાન્ય બરફ નથી જમાવવાનો પરંતુ તેના માટે ગુલાબજળ અથવા તો કાકડીનો રસ લેવો અને તેને બરફની જેમ જમાવી લેવો. ત્યાર બાદ તેના વડે ચારણી માલીશ કરવી. આવું કરવાથી ત્વચા ગોરી બનશે, સન બર્ન તેમજ આંખ નીચેના કાળા કુંડાળા પણ દુર થશે અને ત્વચા એકદમ શાઈની બનશે.
ઘણા લોકોને ચહેરા પર ચિંતા અને તણાવના કારણે સમય પહેલા જ કરચલીઓ આવી જતી હોય છે. જેના કારણે વ્યક્તિ હોય એના કરતા ઘણી મોટી ઉંમરની લાગવા લાગે છે. તો મિત્રો આ પરિસ્થિતિમાં કરચલીઓ દુર કરી યંગ દેખાવા માટે બરફનો એક ટુકડો જ કાફી છે. બરફના ટુકડાની ચહેરા પર માલીશ કરવાથી કરચલીઓ દુર થશે અને ત્વચા ટાઈટ બનશે જેના કારણે તમારી ત્વચા યંગ દેખાશે.
તો આ રીતે એક બરફનો ટુકડો ચહેરાની લગભગ સમસ્યાઓને દુર કરીને ચહેરાને સુંદર બનાવે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google