પહેલી વાર ઇન્ડિયન આર્મી માટે સિલેક્ટ થઇ છોકરીઓ, ખુબજ ગર્વની વાત

મિત્રો ભારતીય સૈન્યમાં સામાન્ય રીતે પહેલાથી જ છોકરાઓની જ ભરતી કરવામાં આવતી રહી છે. અત્યાર સુધી એવું હતું કે કોઈ પણ છોકરી 12 ધોરણ પાસ કર્યા પછી ભારતીય સેનામાં એક સિપાહી તરીકે દેશની સેવા કરી શકતી ન હતી. પરંતુ તે તેનું ગ્રેજ્યુએશન પૂર્ણ કરીને ઘણી પરીક્ષાઓ આપીને એક પ્રક્રિયા દ્વારા તે આર્મીમાં એન્જીનીયર ઓફિસર કે કોઈ અન્ય ઓફિસર તરીકે કાર્ય કરી શકતી હતી.

પરંતુ દેશમાં પહેલી વાર ઇન્ડિયન આર્મીમાં સૈન્યમાં પણ મહિલાઓની ભરતી કરવાની શરૂઆત કરવામાં આવી છે. ગુરુવારે લખનઉના એસીએમ સ્ટેડીયમમાં મહિલા કેન્ડીડેટ્સનું ફીઝીકલ રીક્રુટમેન્ટ કરવામાં આવ્યું હતું. ત્યાં પરીક્ષામાં દોડ અને કુદની પરીક્ષા લેવામાં આવી. જેમાં પસંદ થયેલ મહિલાઓનું કહેવું છે કે હવે તેમને પણ છોકરાઓની જેમ દેશની સેવા કરવાની તક મળશે.

આશુતોષ મહેતા, કર્નલ ઇન્ડિયન આર્મીએ જણાવ્યું કે, “સેનામાં પહેલી વાર એક સિપાહી તરીકે મહિલાની ભરતી થઇ રહી છે. જેમાં ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશના કેન્ડીડેટ્સે ભાગ લીધો છે. હવે તેના માટે લખનઉમાં રીક્રુટમેન્ટ કરવામાં આવશે. ઉમેદવારોએ ઇન્ડિયન આર્મીની વેબસાઈટ પર ઓનલાઈન આવેદન કરેલું હતું. જેમાં લેખિત પરીક્ષા બાદ ઉમેદવારોનું શોર્ટલીસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં બંને રાજ્યોના ઉમેદવારોની સંખ્યા 4458 છે.”

ત્યાં પહોંચેલ મહિલા પરીક્ષાર્થીનું કહેવું છે કે, “આ મહિલાઓ માટે ખુબ સારી તક છે. આપણે જાણીએ છીએ કે પહેલી વાર આર્મીના સિપાહી તરીકે મહિલાઓની ભરતી કરવામાં આવી રહી છે. અમે અહીં અમને પોતાને જોઈ શકીએ છીએ કે અમે કેટલા શ્રેષ્ઠ છીએ અને કેટલું શ્રેષ્ઠ આપી શકીએ છીએ. અહીં અમને ઘણું બધું સારું જોવા મળશે.”

તો અન્ય એક પરીક્ષાર્થીનું કહેવું છે કે, “એટલા બધા પ્રતીદ્વંદી હતા એમાં અમે આગળ આવ્યા અને અમને તક મળશે. હવે ખુબ સારું અનુભવી રહ્યા છીએ. અમને દેશની સેવા કરવાનું જુનુંન છે એટલે અમે અહીં આવ્યા અને તેના માટે અપ્લાય કર્યું હતું.” તો હજુ એક પરીક્ષાર્થીએ કહ્યું હતું કે, “ઇન્ડિયન આર્મીએ પહેલી વાર મહિલાઓનું રીક્રુટમેન્ટ કર્યું છે. આ ખુબ જ સારી વાત છે અને નારી સશક્તિકારણને પ્રોત્સાહિત કરનારી વાત છે. આ તક આપ્યા બાદ મહિલાઓ હજુ વધારે શ્રેષ્ઠ કરી શકે છે. અત્યાર સુધી માત્ર પુરુષો જ ઇન્ડિયન આર્મીમાં સિપાહી તરીકે જોડતા હતા. પરંતુ હવે મહિલાઓને પણ સિપાહી તરીકે ફરજ બજાવીને દેશની સેવામાં પોતાનું યોગદાન આપી શકે તેવી તક મળશે.”

બધી છોકરીઓએ ફીઝીકલ ટેસ્ટમાં પોતાનું બેસ્ટ આવ્યું તેમાંથી ટેસ્ટના આધારે મહિલાઓની પસંદગી કરવામાં આવી છે. હવે પસંદ થયેલ મહિલા આવેદકોએ લેખિત પરીક્ષા આપવાની રહેશે અને ત્યાર બાદ તેને પાસ કર્યા બાદ પસંદ થયેલ મહિલાને દેશના સૈન્યમાં જોડાઈને દેશની સેવા કરવાની તક આપવામાં આવશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment