મિત્રો લગભગ બાળપણમાં ઘણા લોકો ચોર અને પોલીસનું રમત રમ્યા હશે. જેમાં લગભગ બાળપણમાં બધા જ લોકોને પોલીસ બનાવનું વધારે પસંદ હોય છે. કેમ કે એક સમ્માન વાળું પદ છે. અને ચોર બનાવનું બાળકો ખુબ જ ઓછું પસંદ કરતા હોય છે. પરંતુ પોલીસ બનવું વધારે પસંદ હોય છે. પરંતુ હાલમાં જ બેંગ્લોરમાં પોલીસ દ્વારા બાળકો માટે કંઈક એવું કરવામાં આવ્યું જે લગભગ ક્યાંય પણ નહી બન્યું હોય. સામાન્ય રીતે આપણે બાળકોને પોલીસના ડ્રેસ એટલે કે વર્દી પહેરતા જોયા હોય. પરંતુ ક્યારે બાળકને કોઈ પોલીસ કમિશનરના પદ પર જોયા છે ? તો લગભગ આવું ક્યાંય જોવામાં નહિ આવ્યું હોય.
પરંતુ મિત્રો બેંગ્લોરમાં એવું બન્યું છે. પાંચ બાળકોને એક દિવસ માટે બેંગ્લોરના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. બેંગ્લોર પોલીસ દ્વારા સામાજિક સંગઠન માટે એક વિશેષ પહેલ કરવા માટે પાંચ બાળકોને એક દિવસ માટે સમ્માનના આધારે શહેરના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા હતા.
જે પાંચેય બાળકોના નામ હતા, રુથન કુમાર, મહોમ્મદ સાહિબ, સૈયદ ઈમાદ, શ્રાવણી અને અરાફાત પાશા. આ પાંચેય બાળકો ગંભીર બીમારી સામે લડી રહ્યા છે. જેમાં બેંગ્લોર પોલીસે એક એવી પહેલ કરી અને આ બાળકોનું એક દિવસ માટે શહેર પોલીસ કમિશનર બનવાનું સપનું સાકાર કરી બતાવ્યું હતું. જ્યારે આ પાંચેય બાળકોને પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા ત્યાર બાદ બધા જ બાળકોને રેડ કાર્પેટ પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જેમાં પોલીસની ડોગ સ્કવોડ ટીમ પણ શામિલ હતી. જેમાં બાળકો તે ડોગ સ્કવોડ ટીમને જોઇને ખુબ જ ખુશ થયા હતા. તેવું જોવા મળી રહ્યું હતું.
બેંગ્લોર શહેરના પોલીસ કમિશનર છે ભાસ્કર રાવ. તેમણે આ બાળકોને એક દિવસ માટે પોતાનો ચાર્જ હેન્ડઓવર કર્યો હતો. પરંતુ તેની સાથે સાથે ભાસ્કર રાવે બાળકોને પ્રોત્સાહિત પણ કર્યા હતા. તે પોતાની બીમારીઓ માંથી જલ્દી બહાર નીકળી જશે અને સ્વસ્થ થઇ જશે. જ્યારે બાળકોને પૂછવામાં આવ્યું કે, પોલીસ અધિકારી બનીને તમે શું કરશો ? ત્યારે પાંચમાંથી એક અરાફાત પાશાએ જણાવ્યું કે, તે ખરાબ લોકોને પકડીને જેલમાં નાખશે. આ ઘટના વિશે બેંગ્લોર પોલીસે 9 સપ્ટેમ્બર ના પોતાના અધિકારીક ટ્વીટર એકાઉન્ટ પર જાણકારી આપવામાં આવી હતી અને જેના ફોટા ત્યાંથી લેવામાં આવ્યા હતા. જેની સોશિયલ મીડિયામાં ખુબ જ વાહ વાહ થઇ હતી. બેંગ્લોર પોલીસને આ માનવીય પક્ષના સોશિયલ મીડિયામાં ખુબ જ વખાણ કર્યા હતા. કેમ કે આ એક અદ્દભુત કાર્ય હતું.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google