અત્યારના બાળકો કંઈ ઉમરમાં બનાવી નાખે છે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ…. આવા બાળકોની ઉંમર જાણશો તો રહી જશો દંગ

અત્યારના બાળકો કંઈ ઉમરમાં બનાવી નાખે છે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ…. આવા બાળકોની ઉંમર જાણશો તો રહી જશો દંગ

આજકાલ આપણે બધા જ જાણીએ છીએ કે નાના બાળકો પણ આજે ઘણું બધું જાણતા થઇ ગયા છે. નાની ઉમરમાં જ ઘણી બધી સામાજિક અને અસામાજિક વસ્તુઓ જાણવા લાગ્યા છે. અમુક બાબતો સારી છે તો અમુક બાબતો તેમાં નુકશાનકારક પણ હોય છે. તો આજે અમે તમને એક એવા જ વિષય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જે આજે દરેક માતાપિતાએ અને બાળકોએ પણ આ લેખમાં જાણવું ખુબ જ જરૂરી છે. કેમ કે આ લેખમાં અમે તમને જણાવશું કે બાળકો આજે કંઈ ઉમરમાં ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ બનાવવ લાગ્યા છે. તો મિત્રો વાંચો આ લેખને અંત સુધી. 

આજે વધતા જતા ટેકનોલોજીના પ્રમાણમાં લોકો ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યા છે. તો તેવામાં આજે બાળકની માનસિકતાનો પણ ખુબ જ વિકાસ વધી રહ્યો છે. તેમાં આપણે આજકાલ એવું પણ સાંભળી રહ્યા છીએ કે બાળકો પણ હવે બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ બનાવવા લાગ્યા છે. આમ જોઈએ તો એક ઉમર હોય છે કોઈ છોકરી કે છોકરો એકબીજાથી નજીક આવે. પરંતુ આજે એ સમયની કોઈ મર્યાદા રહી નથી. આ યુગમાં રોજ કોઈને કોઈ એવા કિસ્સા સામે આવતા હોય છે જેમાં લોકો વિજાતીય સંબંધોમાં આકર્ષણ પામતા હોય છે.

મોટાભાગે આમ જોઈએ તો છોકરો કે છોકરી લગભગ 18 વર્ષ પછી જ એક બીજા તરફ વધારે આકર્ષણ પામતા હોય છે. એક સમય હતો જ્યારે લોકોને આવી બાબતની જાણ 25 વર્ષ સુધી પણ ન હતી. પરંતુ આજે તેનાથી બિલકુલ પરિસ્થિતિ વિપરીત થઇ ગઈ છે. કેમ કે હવે બાળકો પણ ખુબ જ નાની ઉમરમાં આ વાતને સમજવા લાગ્યા છે કે એક છોકરો અને એક છોકરી એકબીજાથી વધારે નજીક હોય તો તેને ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ કહેવાય.

સર્વે અનુસાર જોઈએ તો આજથી 10 વર્ષ પહેલા લગભગ કોઈ પણ છોકરો કે છોકરી કોલેજમાં આવ્યા બાદ એકબીજાથી નજીક આવતા. પરંતુ આજે એક બાળકોમાં છોકરી અને છોકરાની મનની સ્થિતિ બંનેના કાબુ બહાર હોય છે. તે માત્ર એક આકર્ષણના કારણે એકબીજાથી નજીક આવી જતા હોય છે. તેની જાણ તેને પણ નથી હોતી કે બંને એક આકર્ષણમાં છે. જ્યારે બાળકો સ્કુલમાં 9 માં ધોરણને વટાવે ત્યાર બાદ અંગત સંબંધો અને ક્રીડાઓને સમજતા થઇ જાય છે. જે માત્ર તેવો એક આવેગ તરીકે જોતા હોય છે.

છોકરો અને છોકરી સ્કુલથી જ ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ બનાવવા લાગ્યા છે. આ સમયમાં તેવો વ્યવહારને સમજવા માટે સક્ષમ નથી હોતા. પરંતુ સ્ત્રી પુરુષને સમજવા માટે સક્ષમ હોય છે અને પુરુષ સ્ત્રીને સમજવા સક્ષમ હોય છે. બાળકો જ્યારે ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ બનાવે ત્યારે તે એક માત્ર આકર્ષણ હોય છે વિજાતીય. બંનેના મનને સમજવાની સ્થિતિ એકેયમાં નથી હોતી. સમય રહેતા લોકો એ સંબંધને પ્રેમ જણાવે છે. પરંતુ તે માત્ર એક આકર્ષણ હોય છે બે શરીર વચ્ચેનું. જે એક સમયે ઓછું થઇ જાય છે. તો જ્યારે છોકરો અને છોકરી કોલેજ કાળમાં આવે છે ત્યારે પણ ઘણા લોકો બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ બનાવતા હોય છે. પરંતુ આજના સમયમાં બાળકો થોડા વહેલા જ આ બધી બાબતોમાં એક્ટીવ થઇ જાય છે અને સ્કુલ સમયમાં જ એકબીજા ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ બનાવે છે. આ વાતની જાણ ખરેખર માતાપિતાને પણ નથી હોતી. પરંતુ બાળકનો શારીરિક અને માનસિક બંને વિકાસ હોવો ખુબ જ આવશ્ય છે. પરંતુ તેનો ઉપયોગ ભવિષ્ય બનાવવા માટે થાય તો તેનાથી બાળકનું જીવન સુધરી જાય છે.

બાળકોને ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ વિશે જો સૌથી વધારે કોઈએ માહિતગાર કરાવ્યા હોય તો એ છે સોશિયલ મીડિયા અને ટીવી દ્વારા કરવામાં આવ્યા છે. આજે સોશિયલ મીડિયાના કારણે બાળકો પણ ખુબ જ સમજવા લાગ્યા છે. જેના કારણે ખુબ જ નાની ઉમરમાં જ ગર્લફ્રેન્ડ અથવા બોયફ્રેન્ડ જેવી વસ્તુઓમાં ખોવાય જાય છે અને કરિયરને બરબાદ પણ કરી નાખતા હોય છે.

તો મિત્રો તમારું શું કહેવું છે કંઈ ઉમરમાં બાળકોએ ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ બનાવવા જોઈએ, કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જણાવો.

Leave a Comment