રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં બહેનને આપો આ 5 માંથી કોઈ પણ 1 ગીફ્ટ, ઓછી  કિંમતે મળી જશે બેસ્ટ ગીફ્ટ…

ભાઈ અને બહેનના પ્રેમ અને વિશ્વાસનું પ્રતિક એટલે રક્ષાબંધન. રક્ષાબંધનનો તહેવાર આ વખતે 22 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. ખાસ વાત એ છે કે, આ વખતે રક્ષાબંધન રવિવારે હોવાથી મોટાભાગના લોકોને ઓફિસ જવાનું ટેન્શન નહિ રહે. એટલા માટે તમે બધાએ તમારા પોતાના કોઈને કોઈ પ્લાન તો બનાવ્યા જ હશે.

હવે વાત કરીએ બહેનને આપેલી ભેટોની. તો શું તમે રક્ષાબંધન પ્રસંગે તમારી બહેનને આપવા માટે ભેટ પસંદ કરી છે ? જો તમે પણ હજુ વિચારી રહ્યા છો કે, આ દિવસે તમારી બહેનને ભેટ તરીકે શું આપવું જોઈએ, તો આજે અમે તમારી આ સમસ્યાને સરળ બનાવી દેશું. તો  ચાલો જાણીએ કે આ રક્ષાબંધન પર તમે તમારી બહેનને કંઈ ભેટ આપશો તો એ ખુશ થશે. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

હેન્ડ બેગ ક્લચ : રક્ષાબંધનની ભેટ આપવા માટે હેન્ડ બેગ અને ક્લચ ખુબ જ સારો વિકલ્પ બની શકે છે. કારણ કે પ્રસંગ ગમે તે હોય, મહિલાઓ અને યુવતીઓ હેન્ડ બેગ લઈને જવાના શોખીન હોય છે. બજારમાં ઓછી કિંમતથી લઈને વધુ કિંમત સુધી ઘણા વિકલ્પો હોય છે, તમે ગીફ્ટ માટે તમારી પસંદગી મુજબ હેન્ડ બેગ કે ક્લચ પસંદ કરી શકો છો. જો તમે ઈચ્છો તો, તમે સરળતાથી ઓનલાઈન પણ ખરીદી શકો છો. આ દિવસોમાં વોલેટની ફેશન પણ ખુબ ટ્રેન્ડમાં છે. જો તમે ઇચ્છો તો, તમે તમારી બહેન માટે વોલેટ પણ ખરીદી શકો છો.

વોચ : ફરી એકવાર બિગ ડાયલ વોચ ફેશન ટ્રેન્ડમાં છે. રક્ષાબંધન પર તમે તમારી બહેનને ભેટ આપવા માટે ઘડિયાળ પણ પસંદ કરી શકો છો. આજકાલ, તમને મોટી બ્રાન્ડની ઘડિયાળો પણ વાજબી કિંમતે ઓફલાઈન અને ઓનલાઈન સરળતાથી મળી જશે. જો તમારી બહેનને ઘડિયાળ પહેરવી ન ગમતી હોય તો તમે તેના માટે ફિટનેસ ઘડિયાળ ખરીદી શકો છો. કારણ કે આજકાલ દરેક વ્યક્તિ પોતાની ફિટનેસનું ખુબ જ ધ્યાન રાખે છે. આ ઘડિયાળ સ્વાસ્થ્ય સંબંધિત અન્ય ઘણી બાબતો જેવી કે હાર્ટ-બીટ, કેલરી, કાર્ડિયો સ્ટેપ્સ વિશે માહિતી આપતી રહેશે.

જ્વેલરી : જ્વેલરીની ફેશન ક્યારેય પણ જૂની નથી થતી, પછી તે સોનું હોય કે કૃત્રિમ. ગીફ્ટ તરીકે, તમે તમારી બહેન માટે ઘરેણાં પસંદ કરી શકો છો. જો તમારી બહેન શાળા અને કોલેજ જતી છોકરી છે અને તેને ભારે ઘરેણાં પહેરવાનું પસંદ નથી, તો તમે તેના માટે રિંગ્સ અને ઇયરિંગ્સ પણ ખરીદીને આપી શકો છો. કારણ કે કોઈ પણ ઉંમરની છોકરી તેને પહેરવાનું પસંદ કરે છે.

આજકાલ આવા ઘણા ઓનલાઈન કસ્ટમાઇઝ્ડ જ્વેલરી સ્ટોર્સ છે. જે તમને તમારી પસંદગી મુજબ જ્વેલરી બનાવી આપે છે. વાળી, બંગડી, વીંટી અને પેન્ડન્ટ જેવી વસ્તુઓ પર ભાઈ-બહેનના સંબંધ પર આધારિત સંદેશાઓ પણ તેમના પર લખી શકાય છે. આ ગીફ્ટ પણ તમારી બેનને પસંદ આવશે.

કોસ્મેટિક : તમારી બહેન, ગમે તે ઉંમરની હોય, કોસ્મેટિકનો ઉપયોગ અમુક સમયે કર્યો જ હશે. તમે તેમના માટે કોસ્મેટિકની ખરીદી કરી શકો છો. જો તમારી બહેનને હેવી મેકઅપ કરવો પસંદ નથી, તો તમે તમારી બહેન માટે ન્યૂડ કલરનો મેકઅપ ખરીદી શકો છો. આ રક્ષાબંધન પર તમે તમારી બહેન માટે કાજળ, લિપસ્ટિક, ફાઉન્ડેશન, મસ્કરા, આઇશેડો, કન્સિલર, પ્રાઇમર જેવી કોસ્મેટિક વસ્તુઓ ખરીદી શકો છો.

ડ્રેસીસ : આ ભેટ મહિલાઓની ઓલ ટાઈમ ફેવરિટ છે. ભલે તેનો કબાટ જૂનામાં જૂની અને નવી ડિઝાઈનનાં કપડાંથી ભરેલો હોય, તો પણ તેને હંમેશા ડ્રેસ ઓછા જ દેખાશે. આ એક એવી ભેટ છે જે કોઈ પણ ઉંમરની બહેન માટે સરળતાથી ખરીદી શકાય છે અને તે પણ તેના બજેટ મુજબ. આજકાલ, તહેવારને કારણે, ઘણા ઓનલાઇન સ્ટોર્સમાં કપડાંનું વેંચાણ ચાલી રહ્યું છે. તો તમે તમારી બહેનની પસંદગી અનુસાર ડ્રેસ સરળતાથી પસંદ કરી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment