અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
🤰 ગેસ સિલિન્ડર પરના આ નંબરનો મતલબ જાણીને તમે નવાઈ પામશો… 🤰
મિત્રો સમય જતા આધુનિક ક્રાંતિ આવતી ગઈ અને સુવિધાઓ પણ વધતી ગઈ. પરંતુ મિત્રો આધુનિક સુવિધાઓ મનુષ્ય માટે જેટલી ઉપયોગી અને લાભદાયી છે એટલી જ ખતરનાક પણ સાબિત થતી હોય છે. ગેસ સિલિન્ડર પણ એક એવી જ સુવિધા છે.
પહેલાના સમયમાં ચુલામાં રસોઈ બનાવતા ત્યારબાદ પ્રાઈમસ આવ્યા અને ત્યારબાદ ગેસ સિલિન્ડરએ મહિલાઓની રસોઈને ખુબ જ સરળ બનાવી નાખી છે. તો મિત્રો ગેસ સિલિન્ડરે મહિલાઓની જિંદગીને સરળ તો બનાવી છે પરંતુ તેનો ઉપયોગ અમુક સમયે ખતરાથી કમ નથી. મિત્રો ઘણી વાર તમે ગેસ સિલિન્ડરની દૂર્ઘટનાઓ સાંભળી હશે. તો દરેક મહિલાએ ગેસનો ઉપયોગ કરતી વખતે ખુબ જ સાવધાની પૂર્વક ઉપયોગ કરવો ખુબ જ આવશ્યક બની જાય છે. જેમ કે જરા પણ લીકેજની શંકા હોય તો તેને નજરઅંદાજ ન કરવી જોઈએ.
આ ઉપરાંત ગેસ સિલિન્ડરની અમુક વાતો એવી છે કે જેના પર આપણું ધ્યાન નથી પડતું તેમજ તેના વિશે ઘણા લોકો જાણતા પણ નહિ હોય તેમ છતાં પણ તે જાણકારી ખુબ જ જરૂરી અને મહત્વની છે. તો મિત્રો આજે અમે રસોઈ સંબંધી ગેસ સિલિન્ડર વિશે એક જરૂરી વાત જણાવવા જઇ રહ્યા છીએ જે તમને ગેસ સિલિન્ડરથી થતી દૂર્ઘટનાના જોખમથી બચાવી શકે છે. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે આપણે જે વસ્તુનો ઉપયોગ કરતા હોઈએ છીએ તે વસ્તુની જરૂરી જાણકારી આપણને નથી હોતી.
આજે અમે જાણકારી તમારી સાથે આ આર્ટીકલ દ્વારા શેર કરવા જઇ રહ્યા છીએ તે જાણકારી પણ કંઈક એવી જ છે. ઘણા લોકોને આ માહિતી વિશે ખબર નથી હોતી. ગેસ સિલિન્ડર પર લખેલા કોડની અમે વાત કરી રહ્યા છીએ. આ કોડ શું છે અને શા માટે લખાયેલો છે, શા માટે તે ખુબ જ જરૂરી અને મહત્વનો છે તે જાણવા માટે અમારો આર્ટીકલ વાંચો.
મિત્રો અમે જે કોડની વાત કરવા જઇ રહ્યા છીએ તે કોડ તમારા ગેસ સિલિન્ડરની ત્રણ લાઈન હોય છે. તેમાંથી કોઈ એક લાઈનમાં લખેલ હોય છે આ કોડ જે ખુબ જ મહત્વનો હોય છે. ઘણી વાર આ નંબર પર આપણું ધ્યાન પણ નથી જતું અને ક્યારેક ધ્યાન જાય તો આપણને ખબર નથી હોતી કે આ કોડ શા માટે આપેલો છે અને તેનો ઉપયોગ શું છે. તેનાથી આપણે અજાણ હોઈએ છીએ. પરંતુ મિત્રો આ કોડ સુરક્ષાની દ્રષ્ટીએ ખુબ જ મહત્વનો છે.
મિત્રો તમે કોઈ દવા અને અન્ય ખાદ્ય પદાર્થની વસ્તુઓ ખરીદતા હોવ તેમાં તેની એક્સપાયરી ડેટ આપેલી હોય છે તો મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે તે ગેસ સિલિન્ડર પર લખેલો નંબર કોડ પણ સિલિન્ડરની એક્સપાઇરી ડેટ બતાવે છે. મિત્રો તે એક્સપાઇરી ડેટ ખતમ થયા બાદ ગમે ત્યારે સિલિન્ડર ફાટવાની સંભાવના રહે છે. નંબરની શરૂઆતમાં ABCD માંથી કંઈક લખેલું હોય છે જેમાં A નો મતલબ છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. B નો મતલબ છે એપ્રિલ, મેં, જુન. C નો મતલબ છે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને D નો મતલબ છે ઓક્ટોબર, નવેમ્બર, ડીસેમ્બેર. મતલબ ટૂંકમાં કહીએ તો એક અક્ષર ત્રણ મહિના દર્શાવે છે.
ત્યારબાદ વર્ષ લખેલું હોય છે. તેને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ જો તમારા ગેસ સિલિન્ડરમાં A 19 એવો કોડ આપેલો છે તેનો મતલબ છે કે આ ગેસ સિલિન્ડર ૨૦૧૯ વર્ષના માર્ચ મહિના સુધી ચાલશે. ત્યારબાદ તેની એક્સપાઇરી ડેટ ખતમ થઇ જશે તો ત્યારબાદ તેને વાપરવું જોખમ ભર્યું છે કારણ કે તે સિલિન્ડર ફાંટવાની સંભાવના રહે છે.
તો મિત્રો તમારી સૂરક્ષા માટે જ્યારે પણ તમે તમારા ઘરમાં નવું ગેસ સિલિન્ડર લાવો તો તેના પર લખેલ આ કોડ જરૂર તપાસો. આશા છે કે અમારી આ માહિતી તમારા માટે ઉપયોગી બનશે તેમજ આ માહિતી શેર જરૂર કરજો કારણ કે ઘણા લોકો આ માહિતીથી અજાણ હોય છે.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ. (૩) ગુડ (૪) એવરેજ
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Good