અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁શરદ પૂનમના દિવસે કરો આ ઉપાય….. થશે કુબેર દેવ પ્રસન્ન….. 💁
🌕 આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે શરદ પુનમ પર એક એવો ઉપાય જેનાથી તમે ધનના રાજા કુબેરને પ્રસન્ન કરી શકો છો. અને તેના માટે તમારે એક જપ પણ કરવાનો છે નાનો એવો. પરંતુ તેના માટે તમારે આખો આર્ટીકલ વાંચવો પડશે. કેમ કે તેમાં અમે જણાવ્યું હશે તેના લાભો અને ફાયદાઓ વિશે.
🌕 શરદ પૂનમ ખુબ જ ઉત્તમ તિથી છે. તેને કોજાગરી વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસ એટલો શુભ અને સકારાત્મક ગણાય છે કે નાનામાં નાના ઉપાયથી મોટામાં મોટી વિપત્તિ ટળી જાય છે. પૌરાણિક માન્યતાઓ મુજબ આ જ દિવસે માતા લક્ષ્મીનો જન્મ થયો હતો. એટલા માટે ધન પ્રાપ્તિ માટે આ તિથી સૌથી ઉત્તમ માનવામાં આવે છે.
🌕 આ જ દિવસે પ્રેમાવતાર ભગવાન શ્રી કૃષ્ણ, ધનની દેવી માતા લક્ષ્મી અને 16 કળા વાળા ચંદ્રની ઉપાસનાથી વરદાન પ્રાપ્ત કરી શકાય છે.
🌕 2018 માં શરદ પૂનમ 24 ઓકટોબરના દિવસે છે. શરદ પુનમ ખુબ જ મહત્વ પૂર્ણ તિથી છે. આ તિથી થી જ શરદ ઋતુનું આગમન થશે. આ દિવસે ચંદ્ર સંપૂર્ણ અને 16 કળાઓથી ભરેલો હોય છે. આ દિવસે ચંદ્રમાંથી અમૃતની વર્ષા થાય છે. જે ધન, પ્રેમ અને સેહદ આપે છે. પ્રેમ અને કળાઓથી પરિપૂર્ણ હોવાને કારણે ભગવાન શ્રી કૃષ્ણએ આ જ દિવસે મહારાસ કર્યો હતો. આ દિવસે વિશેષ પ્રયોગ કરીને બહેતરીન સેહદ, અપાર પ્રેમ અને ખુબ જ ધન મેળવી શકાય છે.
🌕 કુબેર ધનના રાજા છે પૃથ્વી લોકની સમસ્ત ધન સંપદાના એક માત્ર સ્વામી છે. કુબેર ભગવાન શિવજીના પરમ પ્રિય સેવક પણ છે. ધનના અધિપતિ હોવાને કારણે તેને શરદ પૂનમની રાત્રે પ્રસન્ન પણ કરી શકો છો. તમને જણાવી દઈએ કે તમે ધનના દેવતાને મંત્ર જપ કરી ને પુનમના દિવસે પ્રસન્ન કરી શકો છો. મંત્ર નીચે પ્રમાણે છે
🌕 “ઓમ અક્ષાય કુબેરાય, વૈષ્ણવણાય ધન ધાન્યાધિપતયે,
ધન ધાન્ય સમૃદ્ધિ મેં દેહી દાપય દાપય સ્વાહા.”
🌕 શરદ પુનમના દિવસે સવારથી જ ઇષ્ટદેવનું પૂજન કરવું જોઈએ.
ઇન્દ્ર અને મહાલક્ષ્મીનું પૂજન કરવું જોઈએ અને તેની પૂજામાં ખાસ ઘીનો દીવા પ્રગટવવાનો અને ગંધ પુષ્પ વડે તેની પૂજા કરાવી જોઈએ.
બ્રાહ્મણને ખીરનું ભોજન કરાવવાનું અને તેને દાન-દક્ષિણા દેવી જોઈએ.
🌕 રાત્રે ચંદ્રનું દર્શન કરીને પછી જ ભોજન કરવું.
મંદિરમાં ખીરદાન કરાવનું વિધિ વિધાન છે એવું માનવામાં આવે છે કે ચંદ્રની ચાંદનીમાં અમૃત વર્ષા થાય છે.
🌕 આ દિવસે જળ અને ફળનું જ સેવન કરીને ઉપવાસ કરવો જોઈએ અથવા તો સાત્વિક ખોરાક લઈને પણ ઉપવાસ કરવો જોઈએ.
🌕 શરીરને શુદ્ધ અને સાત્વિક રાખશો તો ચાંદની તમે ખુબ જ સારી રીતે પચાવી શકો છો.
🌕 સ્વયં સ્વચ્છ વસ્ત્ર પહેરવું અને તમારા આરાધ્યદેવને સ્નાન કરાવીને સુંદર વસ્ત્ર પહેરાવીને એક સ્થાન પર રાખી તેને આસન પર બેસાડીને યોગ્ય પૂજા સામગ્રીથી તેની પૂજા કરીને તેને ગાયના દુધની બનેલી ખીરમાં ઘી નાખીને ભગવાનને ધરવાની છે અને સાથે સાથે પૂરી પણ ધરવાની છે.
🌕 પછી આ પ્રસાદ બધા ઘરના સભ્યોને વહેંચી દેવાનો અને રાત્રે જાગરણ કરતા કરતા ભગવાનનું ભજન કરવાનું છે.
અને રાત્રે ચંદ્રના અંજવાળામાં સોઈમાં દોરાને અવશ્ય પોરવવો જોઈએ.
🌕 નીરોગી રહેવા માટે જ્યારે આકાશમાં ચંદ્ર મધ્યમાં હોય ત્યારે પણ તેનું પૂજન કરવું જોઈએ.
🌕 રાત્રે ખીરથી ભરેલી થાળી ચાંદની પડે તે રીતે મૂકી દો અને બીજા દિવસે તેને પ્રસાદ સ્વરૂપે બધામાં વહેંચી દો.
આ દિવસે માત્ર આટલું જ કરો તમારૂ ભાગ્ય બદલી જશે.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી