માત્ર ગરમી જ નહિ પરંતુ આજના સમયમાં દરેક મૌસમમાં ફ્રિજનો ઉપયોગ ખુબ જ જરૂરી બની ગયો છે. એ વાત અલગ છે કે આપણે દરેક મૌસમ અનુસાર ફ્રિજના કુલીંગને ઓછુ વધુ કરતા હોઈએ છીએ. આજના સમયમાં લોકો ફ્રિજનો ઉપયોગ રોજિંદા વપરાશમાં ભરપુર રીતે કરી રહ્યા છે. પરંતુ ફ્રિજની સાફ સફાઈ કરવાનું નજરઅંદાજ કરી દેતા હોય છે.
પરંતુ તમને જણાવી દઈએ કે ફ્રિજની સાફ સફાઈ કરવી એ આપણી હેલ્થ માટે પણ ખુબ જ જરૂરી છે. કેમ કે ફ્રિજમાં રાખેલ ખાવાની વસ્તુને આપણે સ્ટોર કરીએ છીએ અને જો ફ્રિજ સાફ ન હોય તો તેની અંદરના બેક્ટેરિયા જમા થવા લાગે છે. જેના કારણે બીમારીઓ થવાનો ખતરો પણ વધે છે.
આપણે સૌ જાણીએ છીએ કે, ફ્રિજની સફાઈ કરવી જરૂરી છે, પરંતુ તેને સાફ કરવું ખુબ જ મુશ્કેલી વાળું કામ છે. સાથે જ નોર્મલ ક્લીનિંગ ટિપ્સની મદદથી પણ ફ્રિજને સાફ કરવું આસાન નથી હોતું. તો આજે આ લેખમાં અમે તમને ફ્રિજને ક્લીન કરવાની અમુક શાનદાર ટિપ્સ વિશે જણાવશું. જેને અપનાવીને તમે મિનીટોની અંદર જ ફ્રિજને નવા જેવું ચમકાવી શકો છો.
ટિપ્સ નંબર 1 : ફ્રિજને સાફ કરવા માટે સૌથી પહેલા તો ફ્રિજને પૂરી રીતે ખાલી કરી લ્યો, સાથે જ ફ્રિજના દરવાજાની સાઈડમાં રાખેલ સામાનને પણ બહાર કાઢી લ્યો. પરંતુ ક્લીનિંગ કરતા પહેલા ફ્રિજની પીનને સ્વિચ બોર્ડમાંથી બહાર કાઢી લ્યો.
ટિપ્સ નંબર 2 : ફ્રિજની અંદરની સફાઈ કરવા માટે એક કોટનનું કાપડ લઈને પાણીમાં પલાળીને થોડું નીચોવી લ્યો. હવે આ કપડાથી ફ્રિજને બરોબર ક્લીન કરો. આ રીતે ફ્રિજને સાફ કરવામાં આવે તો ફ્રિજની અંદરની ગંદકી આસાનીથી સાફ થઇ જશે.
ટિપ્સ નંબર 3 : ઘણીવાર ફ્રિજમાં મસાલા, શાકભાજી વગેરેના જિદ્દી દાગ લાગી જાય છે, તેને હટાવવા માટે એક કપ પાણીમાં એક ચમચી બેકિંગ સોડા અને એક ચમચી ડિટર્જન્ટ પાવડર નાખીને સ્પ્રેની બોટલમાં ભરો. પછી આ મિશ્રણને ફ્રિજ પર સ્પ્રે કરો અને કોટના કોરા કપડાથી ક્લીન કરી દો. આ ટિપ્સ અજમાવવાથી ફ્રિજ એકદમ ચમકવા લાગશે.
ટિપ્સ નંબર 4 : ફ્રિજના દરવાજા, શેલ્ફ, ડ્રોર અને બાસ્કેટ જેવી વસ્તુને ક્લીન કરવા માટે વાઈટ વિનેગરનો ઉપયોગ બેસ્ટ માનવામાં આવે છે. તેના માટે એક પાણીમાં ત્રણ ચાર ચમચી વિનેગર મિક્સ કરીને તેમાં કપડા બોળી લ્યો. પછી આ કપડાથી ફ્રિજના દરવાજા, શેલ્ફ, ડ્રોર અને બાસ્કેટને ક્લીન કરો. આ ટિપ્સ અજમાવવાથી એક જ મિનીટમાં બધી જ ગંદકી સાફ થઈ જશે.
ટિપ્સ નંબર 5 : ફ્રિજને ક્લીન કર્યા બાદ તેને થોડીવાર સુધી બરોબર સુકાવા દેવું પણ જરૂરી છે, જો ફ્રિજ બરોબર સુકાયું ન હોય અને તમે ફ્રિજને શરુ કરી દો છો, તો તેમાં ફંગસ અને બેક્ટેરિયા પેદા થઇ શકે છે. એટલા માટે ફ્રિજમાં સામાન રાખતા પહેલા એ તપાસી જોવું કે ફ્રિજ બરોબર સુકાયું છે કે નહિ. તેમ છતાં સામાન રાખતા પહેલા એક કોટનના સુકા કપડાથી સારી રીતે ઘસીને ફ્રિજને સુકવી લ્યો, પછી જ ફ્રિજને શરુ કરો અને સામાન રાખો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી