મિત્રો આપણે બધા જાણીએ છીએ કે કાર ચાલવતા તો બધા શીખી જાય છે. કોઈ ડ્રાયવિંગ સ્કુલમાંથી અથવા તો ઘરના કોઈ સદસ્ય પાસેથી. પરંતુ અમુક બાબતો એવી પણ હોય છે જે તમને જણાવતા નથી, અથવા તો એમને પણ ખબર નથી હોતી. કાર ચલાવતા સમયે ઘણી એવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેનાથી તમારા હેલ્થ અને કાર કંટ્રોલ પર ખરાબ અસર ન કરે. કાર ચલાવતા લોકોને ઘણી એવી ખરાબ આદત હોય છે, જેની સીધી અસર હેલ્થની સાથે સાથે તમારું કાર પરનું કંટ્રોલ પણ ઓછું કરી નાખે છે. તો એવી જ જરૂરી એક વાત વિશે આજે આ લેખમાં અમે તમને જણાવશું. જો આ બાબત પર ધ્યાન આપવામાં ન આવે તો હેલ્થ અને ડ્રાયવિંગ બંને માટે ખતરનાક સાબિત થઇ શકે છે.
ખરેખર તો વર્ષોથી કાર ચલાવી રહેલા મોટાભાગના લોકો એ નથી જાણતા કે ડ્રાયવિંગ દરમિયાન સીટ પર બેસવાની રીત શું છે ? અથવા તો ડ્રાયવિંગ સીટ પર કેવી રીતે બેસવું જોઈએ ? તો ઘણા લોકો કાર ચલાવતા સમયે ડ્રાયવિંગ સીટને વધુ પડતી પાછળની બાજુ ધકેલી દે છે, અને લાંબી કરીને ગાડી ચલાવે છે. સીટને પાછળની બાજુ રાખી અને લાંબી કરીને આરામદાયક માહોલમાં કાર ચલાવવી સુરક્ષિત નથી. તો ચાલો જાણીએ ગાડી ચલાવતા સમયે ડ્રાયવિંગ સીટ પર બેસવાની સાચી રીત અને માહિતી.
1 ) ડ્રાયવિંગ કરતા સમયે સીટને હાઈટ અનુસાર થોડી આગળ રાખવી જોઈએ. તેનાથી બ્રેક, ક્લચ અને એક્સીલેટર પર તમારા પગની પકડ સારી રહે છે. સાથે જ તમારી વિઝિબિલિટી પણ સારી રહે છે. સીટને વધુ પડતી પાછળની તરફ કરીને ગાડી ચલાવવાથી ક્લચ પૂરી રીતે નથી દબાતો, તેના કારણે કારની ક્લચ પ્લેટને નુકશાન થાય છે અને ક્લચ પ્લેટ જલ્દી ખરાબ થાય છે. એકંદરે કારમાં મોટો ખર્ચો આવે છે. તેમજ ક્યારેક ઈમરજન્સીની સ્થિતિમાં પૂરી રીતે ગાડીને બ્રેક પણ નથી લાગતી.
2 ) ઘણા લોકો કાર ચલાવતા સમયે ઈઝી ચેરની જેમ સીટને લાંબી કરીને ડ્રાયવિંગ કરતા હોય છે. એ સમયે તો આરામદાયક ફિલ થાય છે પરંતુ થોડા સમય પછી જ ગરદનમાં, પીઠમાં અને કમરમાં દુખાવો થવાનું કારણ બની જાય છે. કેમ કે સીટને લાંબી કરીને બેસવાથી તમારી પીઠને આરામ તો મળે છે, પરંતુ આગળ અને સીધું જોવા માટે તમારી ગરદનને લગાતાર સીધી રાખો છો, જેના ચાલતા તમારા ખભા અને ગરદનની માંસપેશીઓ ખેંચાયેલી રહે છે.
લગાતાર આ પોઝિશન રહેવાથી એક સમયે સાઈટીકા, બેક પેઈન અને મસલ રપ્ચર જેવી સ્થિતિ આવી જાય છે, જેની પીડા સહન કરવી ખુબ જ મુશ્કેલ થઇ જાય છે. એટલા માટે સીટને સીધી રાખવી જોઈએ. પરંતુ તમને એક વાત એ પણ જણાવી દઈએ કે સીટને પૂરી રીતે 90 ડિગ્રીના એન્ગલ પર પણ ન રાખવી. થોડી એવી ઝુકેલી રાખવી જોઈએ. તેનાથી બેક પેઈન જેવી સમસ્યા દુર રહે છે અને વિઝિબિલિટી પણ વધી જાય છે અને તમને કારના બોનેટની લંબાઈ સમજવામાં પણ આસાની થશે.
3 ) માર્કેટમાં હવે ગરદનના સપોર્ટ માટે એવા હેડરેસ્ટ આવી ગયા છે અને સીટની વચ્ચે એવી રીતે સેટ થઇ જાય કે તમારી ગરદનને સારો એવો સપોર્ટ મળે છે. ગરદન પર સપોર્ટ મળવાથી આરામદાયક તો ફિલ થાય છે, પરંતુ તેનાથી આપણી પીઠનું પોચ્યર બગડી જાય છે અને માંસપેશીઓમાં તણાવ આવે છે. લાંબા સમય સુધી આ પ્રક્રિયા દોહરાવવાથી ગરદનના દુખાવાથી પીડિત થઇ શકો છો.
4 ) ડ્રાયવિંગ કરતા સમયે સીટને આરામદાયક રીતે સેટ કરીને બેસવાથી ઘણીવાર લાંબી મુસાફરી દરમિયાન શરુ ડ્રાયવિંગમાં ઝોંકુ આવી શકે છે. જો તમારી સીટ વધુ પડતી આરામદાયક રીતે સેટ કરવામાં ન આવી હોય તો તમારું શરીર સીધું રહે છે અને વિઝન સંપૂર્ણપણે આગળ રસ્તા પર રહે છે. જેના કારણે નિંદર નથી આવતી. માટે સીટને આરામદાયક રીતે સેટ કરીને કાર ચલાવવામાં આવે તો નિંદર આવવાની શક્યતા પણ રહે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી