મિત્રો આજના સમયમાં લગભગ સુતા પહેલા હરકોઈ વ્યક્તિ એક વસ્તુની સૌથી નજીક હોય છે. તે છે મોબાઈલ. જે ક્યારેય પણ પાસે ન હોવો જોઈએ. પરંતુ આજે અમે તમને તેના સિવાયના પણ અમુક એવી બાબતો વિશે જણાવશું જે એક પુરુષે સુતા પહેલા ધ્યાનમાં રાખવી ખુબ જ આવશ્યક છે. કેમ કે આજે લગભગ પુરુષો સુવા સમયે મોબાઈલમાં અન્ય બાબતમાં અટવાય જતા હોય છે. પરંતુ આજે અમે જે વસ્તુઓ પુરુષો વિશે જણાવશું તેનાથી ઘણા બધા ફાયદા થશે. તો ચાલો જાણીએ શું છે બાબત જે એક પુરુષે સુતા પહેલા અવશ્ય ધ્યાનમાં રાખવી જોઈએ.
મિત્રો આપણા જીવનમાં આપણને ઊંઘ આવી જવી એ ખુબ જ જરૂરી બાબત છે. જો આપણને રોજ સમયસર અને સારી ઊંઘ આવી જાય તો આ બાબત આપણને ખુબ જ ફાયદો પહોંચાડે છે. રાત્રે જો સમયસર ઊંઘ આવી જાય તો આપણે આખો દિવસ એક્ટીવ રહી શકીએ છીએ. આપનું શરીર ખુબ જ સારી રીતે કામ પણ કરી શકે છે અને ઘણા બધા રોગોથી પણ આપણને મુક્તિ મળે છે. તો આજે અમે જે બાબત જણાવશું તે પુરુષોને તો અસર કરે જ છે પરંતુ તેનું પાલન જો કોઈ સ્ત્રી કરે તો તેને પણ ફાયદા થાય છે. તો આજે અમે જે બાબત જણાવશું એ તમારી ઊંઘને પણ પૂર્ણ કરવામાં મદદ કરશે. તો સુતા પહેલા આ બ્બતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
સુતા પહેલા ચા કે કોફીનું સેવન કરતા બચવું જોઈએ. જો સુતા પહેલા ચા કે કોફી પીવામાં આવે તો સારી રીતે ઊંઘ આવતી નથી. સુવાના સમયનની બરોબર પહેલા જ ક્યારેય જમવું ન જોઈએ. જો આવું બને તો એ ખોરાક આપણા પેટમાં બરોબર પાચન નથી થતો. જેના કારણે આપણું વધી શકે છે.
આ બાબત ખુબ જ મહત્વપૂર્ણ છે. લગભગ લોકો સુતા પહેલા ટેન્શન લેતા હોય છે. તો તમને જણાવી દઈએ કે સુતા પહેલા ક્યારેય પણ ટેન્શન ન લેવું જોઈએ. એવું બને તો આપણી ઊંઘ ખરાબ થાય છે. પરંતુ તેનાથી કોઈ સમાધાન નથી આવતું. કેમ કે એવા સમયે આપનું શરીર આરામ માંગતું હોય છે. એટલા માટે શરીરને પહેલા આરામ આપવા માટે ઊંઘ લેવી જરૂરી હોય છે. તો સુતા પહેલા ક્યારેય પણ ટેન્શન ન લેવું જોઈએ.
સુવાના સમય પહેલા જ કોઈ જીમ કે કસરત ન કરવી જોઈએ. ત્યાર બાદ આજના સમયમાં લગભગ ઘણા લોકો એવા હોય છે જે સુતા પહેલા આલ્કોહોલનું સેવન કરતા હોય છે પરંતુ આવું ક્યારેય ન કરવું જોઈએ. કેમ કે સુતા પહેલા જો આલ્કોહોલ લેવામાં આવે તો એ ખુબ જ નુકશાનકર્ક બને છે. આજે લગભગ લોકોને ઉંમરની એક અવસ્થામાં ઊંઘ ન આવવાની સમસ્યા હોય છે. પરંતુ તે લોકોએ ખાસ જણાવું જોઈએ કે સુતા પહેલા ઊંઘ લાવવા માટેની દવાઓ ન ખાવી જોઈએ. ખુબ જ નુકશાનકારક સાબિત થાય છે. ત્યાર બાદ સુતા પહેલા કોઈ પણ વ્યક્તિ સાથે બહેસ કે ઝગડો ન કરવો જોઈએ. કેમ કે તેનાથી આપણા માનસ પર ખરાબ અસર પડે છે. તેના કારણે રાત્રે સપના પણ ઘટક આવવાની સંભાવના રહે છે.
આપણો સુવાનો જે સમય હોય છે તેના અડધા કલાક પહેલા આપણે આપણા બધા જ કામોને નીપટાવી દેવા જોઈએ. સુવાના સમયે કામને લઈને બેડ પર બેસવું યોગ્ય નથી. કેમ કે લો લગ્ન થઇ ગયા હોય પતિ અને પત્ની વચ્ચેના પ્રેમમાં એ કામ બધા રૂપ બને છે.
આ કામો સુતા પહેલા ક્યારેય પણ ન કરવા જોઈએ. પરંતુ હવે તમને જણાવશું સુતા પહેલા શું કામ અકરવું જોઈએ તેના વિશે. તો ચાલો જાણીએ કે શું છે કામો. તમારે રાત્રે સુતા પહેલા સવારના કામ માટેના સારા ગોલને નક્કી કરી લેવો જોઈએ. તેની સાથે સાકારાત્મ વિચારો કરવા જોઈએ અને આપણા આરાધ્ય ઈશ્વરનું નામ લઈને સુવું જોઈએ. જેનાથી આપણા જીવનમાં સાત્વિકતા આવે છે. તેનાથી સાથે સાથે મન પણ ખુબ જ શાંત બને છે.
પરંતુ લે લોકોના લગ્ન થઇ ગયા હોય તેમણે પોતાની પત્ની સાથે રોમાંચ કરવો જોઈએ. જે એક સારી બાબત છે. દરેક પુરુષે પોતાની પત્ની સાથે રોજ મીઠી વાતો કરે અને આખો દિવસ બનેલી ઘટનાને શેર કરીને સુવે તો ઊંઘ ખુબ જ સારી રીતે આવે છે. એટલા માટે રાત્રે સુતા પહેલા એક પુરુષ દ્વારા તેની પત્નીને સમયમાં આપવામાં આવે તો પણ ઊંઘ સારી આવી જાય છે.
અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી