આજની નવી પેઢી ફક્ત RO વાળું ફીલ્ટર પાણી પીવાનો જ આગ્રહ રાખે છે, કારણકે તેમને એમ લાગે છે કે, RO ના પાણીથી જ શરીરને જરૂરી મિનરલ્સ મળે છે પણ આ પાણી કેટલીક હદે નુકશાનકારક પણ છે. તો આપણને પ્રશ્ન થાય કે સૌથી શુદ્ધ પાણી કયું કે તમામ રીતે શરીરને ફાયદા કારક હોય અને તે પણ આરોગ્યની દ્રષ્ટીએ પણ તેમાંથી બહુજ લાભ મળે.
તો આનો જવાબ તમને કોઈ ઘરડા માણસ આપે કે, ભાઈ માટલાનું પાણી પી…. ઘડાનું પાણી પી.
જઈ હા, મિત્રો માટલાનું પાણી આરોગ્યની દ્રષ્ટીએ ખુબજ ફાયદાકારક છે.
નિષ્ણાંતો મુજબ માટીના વાસણોમાં પાણીનો સંગ્રહ કરીને પીવામાં આવે તો તેમાં માટીના ગુણો આવી જાય છે જે આપણા શરીરને અનેક રોગોથી બચાવે છે. .
કેટલાક લોકોનું એવું માનવું છે કે માટીની સુંગધ અને તેના લાભને કારણે માટલાનું પાણી પીવાનું પસંદ કરે છે. . આજે પણ કેટલાક લોકો એવા છે કે માટલાનું જ પાણી પીવે છે પરંતુ શું તમે જાણો છો કે માટીમાં અનેક પ્રકારના રોગો સામે લડવાની ક્ષમતા પણ ધરાવે છે.
જેથી આજે અમે માટલા કે ઘડાના પાણીના એવા લાભ વિશે જણાવીશું જે જાણીને તમે ચોક્કસથી માટલાનું પાણી પીવાનું શરૂ કરી દેશો.
તેમજ તમને એ પણ વિનંતી છે કે, આ માહિતી બીજા લોકો સાથે પણ શેર કરજો જેથી તે લોકો પણ આ પાણીના ઉત્તમ ગુણ જાણી શકે અને માટીના માટલાનું પાણી પીવાનું શરુ કરે.
(1) હાર્ટના પ્રોબ્લેમ્સ તેમજ શરીરની ગરમી ઓછી કરે છે.
જો તમે ફ્રીઝના પાણી પીવાના રસિયા હોવ તો એક વાત જાણી લો કે, તે પાણી આમ ભલે ઠંડુ હોય પણ તેનો પ્રભાવ શરીરમાં ગરમી પેદા કરે છે. તેના કારણે પૂરું શરીર ગરમ થઇ જાય છે.
ફ્રીઝના અનેક રોગો થવાની સંભાવના પણ હોય છે. ક્યારેક હાર્ટને લગતા પણ અનેક રોગો થઇ શકે છે.
જો તમે ફ્રિઝના પાણીને બદલે માટીના ઘડાનુ પાણી પીવાનું રાખો તો તે તમને કુદરતી રીતે તમારા શરીરને ઠંડી પ્રદાન કરે છે તેમજ હાર્ટ, મગજ જેવા અંગોને પાણીની પૂરેપૂરી જરૂરિયાત પૂરી પડે છે.
તેથી બની શકે તો આપણે માટલાનું જ પાણી પીવું જોઈએ.
(2) વાત અને પિત્ત નિયંત્રિત કરે છે.
ઘણી વખત ગરમીઓમાં ફ્રીઝનું પાણી પીવાથી વાત અને પિત્તની સમસ્યાઓ સર્જાઈ શકે છે.
કેમ કે, ફ્રિઝનું પાણી આમતો ઠંડુ હોય છે પણ શરીરની ગરમી વધારી દેતું હોય છે. પણ જો તેની જગ્યાએ આપણે કુદરતી રીતે ઠંડુ માટીના ઘડાનું પાણી પીએ તો આપણને વાત અને પિત્ત જેવી સમસ્યાઓમાં ખુબ ફાયદાકારક સાબિત થઇ શકે છે.
માટીના ઘડાનું પાણી કુદરતી રીતે ઠંડુ થયેલું હોય છે માટે વાત અને પિત્ત જેવી સમસ્યાઓ સર્જાવા નથી દેતું.
(3) ચયાપચયની ક્રિયા સરળ બનાવે છે.
માટીના ઘડાનું પાણી આપના શરીરમાં ટેસ્ટોસટેરોનનું સ્તર વધારે છે.
તેનાથી આપના શરીરની ચયાપચયની ક્રિયામાં મદદરૂપ થાય છે.
આપણે જામેલો ખોરાક આના લીધે સરળતાથી પછી જાય છે. આ ક્રિયામાં ઘડાનું પાણી ખુબ જ લાભદાયક સાબિત થાય છે.
શરીરમાં ચયાપચયની ક્રિયા સરળ બનાવી શરીરને બીમારીઓ મુક્ત રાખવા મદદ કરે છે.
(4) રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.
તમને લાગે કે પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ કેમ વધે પણ એ સાચું છે ભાઈ, કેમ કે આપણું પૂરું શરીર ૭૦% પાણીનું જ બનેલું હોય છે,
તેથી જો એકદમ કુદરતી રીતે ઠંડુ તેમજ શુદ્ધ પાણી પીવામાં આવે તો આપના શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.
જો તમે ફ્રીઝનું પાણી કે પ્લાસ્ટીકની બોટલનું પાણી પીઓ તો તમને નુકશાન પણ થાય છે જયારે માટીના ઘડાનું પાણી તમને કોઈ પણ રીતે નુકશાન નથી પહોચાડતું.
(5) કુદરતી રીતે આ પાણી ફિલ્ટર કરે છે.
જો માટીના ઘડામાં વધુ TDS વાળું પાણી નાખવામાં આવે તો તે વધારાનું TDS કાઢી નાખે છે અને જો ઓછા TDS વાળું પાણી નાખવામાં આવે તો કુદરતી રીતે તે પીવા યોગ્ય બનાવી દે છે.
આવી રીતે કુદરતી રીતે જ જો માટલાનું પાણી પીવામાં આવે તો પાણીથી થતી સમસ્યાઓ ઘણી ખરી રીતે ઓછી થઇ જાય છે. તેથી જ તો માટીના ઘડાને કુદરતી ફીલ્ટર કહે છે.
(6) ગળાના રોગો થવા દેતું નથી.
ગરમીના સમયમાં જો ફ્રિઝનું વધુ ઠંડુ પાણી પીવામાં આવે તો ગળાનું તાપમાન બેસી જાય છે અને ગળાને લગતા ઘણા રોગો જેવા કે, ગાળામાં સોજો, ગળું ખરાબ થઇ જવું, ગળું બેસી જવું, જેવી સમસ્યાઓ ઉદભવી શકે છે.
પણ જો ફ્રીઝની જગ્યા એ માટીના ઘડા કે માટલાનું પાણી પીવામાં આવે તો આપના શરીને ઠંડક પણ મળે છે અને વધારાના રોગ પણ થઇ શકતા નથી. કેમ કે, આ પાણી કુદરતી રીતે ઠંડુ થયેલું હોય છે.
(7) એસીડીટી, કબજિયાત જેવી બીમારીઓ દુર કરે છે.
આપના શરીરના સૌથી હઠીલા રોગો તરીકે જાણીતા એસીડીટી તેમજ કબજિયાત જેવા રોગો માટીના ઘડાના પાણીથી થઇ શકતા નથી.
હા સાચી વાત છે, કેમ કે કુદરતી રીતે માટીના ક્ષારીય ગુણ ધરાવતા આ પાણીના લીધે એસીડીટી અને કબજિયાત જેવા રોગોમાં કુદરતી ઠંડક મળે છે તેમજ તેમાં થતી પેટની જલનમાં તેમજ પેટ સાફ આવવા જેવી સમસ્યાઓમાં આપણને રાહત થાય છે.
તેમજ દરરોજ માટીના ઘડાનું પાણી પીવાને લીધે એસીડીટી તેમજ કબજિયાત જેવા રોગોમાં સુધારો થતો જણાય છે.
તો આ હતા માટીના ઘડા કે માટલામાં પાણી પીવાના ફાયદા. મિત્રો અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે અને તમે રોજ ફ્રિઝનું પાણી પી રહ્યા હોવ તો બની શકે તો ફ્રીઝ્ને બદલે માટલાનું પાણી પીવાનું શરૂ કરી શકો છો. અને તમારા શરીરને પણ તંદુરસ્ત રાખી શકો છો.
કેવો લાગ્યો આ આર્ટીકલ જો તમને કઈ ઉપયોગી માહિતી આપતો જણાય તો મિત્રો તેમજ અન્ય લોકોને શેર કરો. જેનાથી તે લોકો પણ આ માહિતી વાચી શકે તેમજ આપેલી માહિતી અનુસાર તંદુરસ્તી જાળવી શકે.